શ્રી મહાલક્ષ્મીનો નામજપ

શ્રી મહાલક્ષ્મી’ આ શ્રી વિષ્‍ણુ સાથે સંબંધિત દેવતા છે અને પાલન-પોષણ કરવું તેમજ ઐશ્‍વર્ય પ્રદાન કરવું, આ તેમનું કાર્ય છે.

દેવીનું માહાત્‍મ્‍ય !

તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્‍ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી.

શક્તિપીઠોનું મહત્ત્વ

‘કોલ્‍હાપુર ખાતેનું શ્રી મહાલક્ષ્મીદેવી આ શક્તિપીઠ છે. શક્તિપીઠ એટલે ભૂલોકમાંના વિશિષ્‍ટ સ્‍થાન પર અવતીર્ણ થયેલી નિર્ગુણ સ્‍તર પરની ચૈતન્‍યદાયી શક્તિ છે. શક્તિપીઠ એટલે ભૂતલ પરનો સાક્ષાત ઈશ્‍વરી શક્તિનો અખંડ વહેનારો સ્રોત છે.

શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા.

ગાયત્રીદેવીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ અને તેમની ગુણવિશેષતાઓ !

ત્રિપાદગાયત્રીમાં શ્‍વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્‍વાસ રોકી  રાખીને બીજું પદ અને શ્‍વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.

કૃષ્‍ણભક્ત સંત મીરાંબાઈ

ઈશ્‍વર નિર્ગુણ-નિરાકાર અને સગુણ-સાકાર પણ છે. નિરાકાર ચેતન રૂપમાં સૃષ્‍ટિમાં સમાયેલા છે. તેમના વિના ક્યાંય પણ કશું જ નથી. જેવી રીતે વસ્‍ત્રમાં સૂતર અને મોજાંમાં પાણી હોય છે, તેવી રીતે તેઓ સર્વત્ર છે. તેમના વિના વિશ્‍વમાં કોઈ સત્તા નથી.

વીર્યવાન, બુદ્ધિસંપન્‍ન, મહાતેજસ્‍વી અને મહાબલી હનુમાન !

અંજનીમાતાએ ગર્જના કરીને પોતાના સ્‍તનમાંથી દૂધની સેર છોડી, જેથી તે સમયે સામેની પત્‍થરની ભીંતને ભેદીને તેના ત્રણ ટુકડા થયા. પોતાના ચોટલાને લંકા ફરતે વીંટાળીને લંકાને ઉપાડીને દેખાડી. ત્‍યારે પ્રભુ શ્રીરામચંદ્ર સમેત સહુ અચંબો પામ્‍યા. તેમણે અંજનીમાતાની પ્રશંસા કરી.

ઇંડોનેશિયા ખાતેના જાવા દ્વીપ પર સ્‍થિત પ્રંબનન મંદિરમાંનું ‘રામાયણ’ નૃત્‍યનાટ્ય !

આજની ઘડીમાં ૯૫ ટકા મુસલમાન રહેલા ઇંડોનેશિયામાં ૪૦૦ વર્ષો પહેલાં બધા જ હિંદુ હતા’, આ વિધાનને ઇંડોનેશિયાના અનેક લોકો પીઠબળ આપે છે. મુસલમાન હોવા છતાં પણ અહીંના લોકોનાં નામો ‘વિષ્‍ણુ’, ‘સૂર્ય’, ‘રામ’, ‘ભીષ્‍મ’, ‘યુધિષ્‍ઠિર’, ‘ભીમ’ આ પ્રમાણે છે.

પ્રભુ શ્રીરામ સાથે સંબંધિત શ્રીલંકા અને ભારતમાંના વિવિધ સ્‍થાનોનું ભાવપૂર્ણ દર્શન લઈએ !

રામાયણ એટલે ભારતનો અમૂલ્‍ય વારસો અને ઇતિહાસ છે. આધુનિકો ભલે ગમે તેટલી ટીકા કરે અને તેનું અસ્‍તિત્‍વ નકારવાનો પ્રયત્ન કરે, તેમ છતાં રામાયણ કાળની વિવિધ ઘટનાઓનાં આ છાયાચિત્રો આ ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રામાયણનો કાળ એ ત્રેતાયુગમાંનો એટલે કે લાખો વર્ષ પહેલાંનો છે.