રક્ષાબંધન

શ્રાવણ પૂર્ણિમા અર્થાત્ રક્ષાબંધન. રક્ષાબંધન આ તહેવારના દિવસે બહેન પોતાના ભાઈની આરતી ઉતારીને તેને પ્રેમના પ્રતીક તરીકે રાખી બાંધે છે. ભાઈ પોતાની બહેનને વીર-પસલી આપીને તેને આશીર્વાદ આપે છે.

નાગપાંચમ

નાગદેવતા પોતે સમગ્ર જગત્ની કુંડલિની છે. પંચપ્રાણ અર્થાત પંચૌતિક તત્ત્વો દ્વારા બનેલું શરીરનું સૂક્ષ્મ-રૂપ. સ્થૂળદેહ પ્રાણવિહોણો છે. તેમાં વાસ કરનારો પ્રાણવાયુ, પંચપ્રાણો દ્વારા પ્રાપ્ત થાય છે. પંચનાગ એટલે પંચપ્રાણ.

બ્રહ્મધ્‍વજ પૂજા-વિધિ

હિંદુઓનો વર્ષ આરંભનો દિવસ એટલે વર્ષ-પ્રતિપદા અર્થાત્ ગૂડીપડવો. ગૂડીપડવાને દિવસે સૂર્યોદય પછી તરત જ ગૂડીનું પૂજન કરીને ગૂડી ઊભી કરવી, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે. ગૂડીનું પૂજન શાસ્‍ત્ર અનુસાર કેવી રીતે કરવું,

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનો ગૂડીપડવા નિમિત્તે સંદેશ

આ વર્ષે ૧૪૪ વર્ષ પછી આવેલા પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ) ખાતેના મહાકુંભમેળામાં ૬૬ કરોડ હિંદુઓએ ગંગાસ્‍નાન કરવું. આનો અર્થ સનાતન ધર્મનું અભિમાન જાળવનારા ભારતમાંના આશરે ૫૦ ટકા હિંદુઓએ ગંગાસ્‍નાન કર્યું. આ સનાતની હિંદુઓમાંની જાગૃતિનો પરમોચ્‍ચ સમય છે.

પાંડવ પંચમી

હે શ્રીકૃષ્‍ણ, જે પ્રમાણે આપના આદેશનું પાલન કરીને પાંડવોએ કૌરવ વિરુદ્ધ યુદ્ધ કરીને વિજય મેળવ્‍યો, પાંડવોએ જે રીતે આપની આજ્ઞાનું પાલન કર્યું, તે પ્રમાણે અમને પણ ગુરુદેવનું આજ્ઞાપાલન કરીને અમારામાં રહેલા દોષો પર વિજય મેળવીને આપના જેવા ગુણ અમારામાં પણ આત્‍મસાત થવા દો. અમારા બધા પર આપની કૃપા સતત રહેવા દો.

‘દીપ-અમાસ’ (દિવાસો)નું વૈજ્ઞાનિક કારણ અને તેનું મહત્ત્વ

અત્‍યંત દુર્લભ અને પ્રકૃતિને પોષક એવી અનેક શાકભાજીઓ આ જ સમયગાળામાં ઊગે છે. સમગ્ર વર્ષ દરમ્‍યાન આ શાકભાજીઓ ફરીથી જોવા મળતી નથી. શાકાહાર કરવાથી આવી શાકભાજીઓ આપમેળે ખવાય છે.

છત્રપતિ સંભાજી મહારાજનો બલિદાનદિન અને ગૂડીપડવાનો કાંઈ સંબંધ નથી, આ વાત જાણો !

ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને હાલહવાલ કરીને મારી નાખ્‍યા, આ વાત સૂર્યપ્રકાશ જેવો સ્‍વચ્‍છ ઇતિહાસ છે. અનેક ઠેકાણે તે સંદર્ભસહિત ઉપલબ્‍ધ પણ છે.

ગૂડી પરના તાંબાના કલશનું મહત્વ !

ગૂડી પરના તાંબાના કલશની બ્રહ્માંડમાંની ઉચ્ચ તત્ત્વ સાથે સંબંધિત સાત્ત્વિક લહેરો ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા વધારે હોવાથી આ કલશ દ્વારા પ્રક્ષેપિત થનારી સાત્ત્વિક લહેરોને કારણે કડવા લીમડાના પાનમાં રહેલા રંગકણ કાર્યરત થવામાં સહાયતા મળે છે.

ગૂડી ઊભી કરવાની પદ્ધતિ અને તેની પાછળનું શાસ્ત્ર

જીવના ઈશ્વર પ્રત્યે રહેલા શરણાગત ભાવને કારણે કાર્યરત થયેલી સુષુમ્ણા નાડીનું પ્રતીક છે. શરણાગત સ્થિતિમાં કાર્યરત થયેલી સુષુમ્ણા નાડી એટલે જીવની જીવાત્મા-શિવ અવસ્થાનું દ્યોતક છે.

શરદ પૂર્ણિમા

શરદ પૂર્ણિમાની રાત્રે જે જાગૃત અને સાવધ હોય છે, તેને જ અમૃતપ્રાશનનો લાભ મળે છે ! ચંદ્રના પ્રકાશમાં એક પ્રકારની  આર્યુવેદિક શક્તિ છે.