મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્‍કૃતિનો પ્રભાવ !

Article also available in :

પ્રાચીન કાળમાં જેને ‘મલય દ્વીપ’ તરીકે સંબોધતા હતા, તે એટલે આજનો મલેશિયા દેશ. ‘મલય દ્વીપ’ એટલે અનેક દ્વીપોનો સમૂહ છે. આગળ જતાં આ દ્વીપને ‘મેલકા’, કહેવા લાગ્‍યા. મલય ભાષામાં અનેક સંસ્‍કૃત શબ્‍દોનો ઉપયોગ કરવામાં આવે છે. મલય ભાષાના સાહિત્‍યમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’નો સંબંધ જોવા મળે છે. ૧૫મા શતક સુધી, અર્થાત્ મલેશિયામાં ‘ઇસ્‍લામ’ આવ્યા સુધી ‘મજાપાહિત’, ‘અયુદ્ધયા’ અને ‘શ્રીવિજય’ નામના હિંદુ સામ્રાજ્‍યોએ ૧ સહસ્ર ૫૦૦ વર્ષ સુધી રાજ્‍ય કર્યું. ૨ સહસ્ર વર્ષો પહેલાં મલેશિયાના ઇતિહાસ વિશે ક્યાંય પણ ખાસ ઉલ્‍લેખ જોવા મળતો નથી.

ડાબેથી શ્રી. સત્‍યકામ કણગલેકર, શ્રી. પૂગળેંદી સેંથિયપ્‍પન્, શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ, શ્રી. સ્‍નેહલ રાઊત અને શ્રી. વિનાયક શાનભાગ

 

૧. મલેશિયાના રાજા – યંગ દી પેર્તુઆન અગોંગ

‘આનો શબ્‍દશઃ અર્થ ‘જેને પ્રભુ બનાવવામાં આવ્‍યો છે, તે’, એમ છે. આ મલેશિયાનો રાજા અને રાષ્‍ટ્રપ્રમુખ છે. અંગ્રેજો દ્વારા સ્‍વતંત્રતા પ્રાપ્‍ત થયા પછી વર્ષ ૧૯૫૭માં ‘ફેડરેશન ઑફ મલય’ના (વર્તમાન મલેશિયાના) કાર્યાલયની સ્‍થાપના થઈ. મલેશિયા દેશમાં બંધારણીય રાજાશાહી છે અને ચૂંટાયેલો રાજા, રાષ્‍ટ્રપ્રમુખ પણ છે. ‘યંગ દી પેર્તુઆન અગોંગ’ આ વિશ્‍વના ચૂંટાયેલા કેટલાક રાજાઓમાંનો એક છે. ૭મા શતકમાં શ્રીવિજય અને અયુત્‍થયનું રાજ્‍ય હતું. ત્‍યારથી રાજા ચૂંટવાની સંકલ્‍પના ચાલુ થઈ. તે સમયે શ્રીવિજયના રાજ્‍યમાંના વિવિધ નગરોમાંથી (રાજ્‍યોમાંથી) રાજા ચૂંટવામાં આવતો હતો. રાજાની પત્નીને ‘રાજા પરમૈસુરી અગોંગ’, કહેવામાં આવે છે.

 

૨. દક્ષિણ-પૂર્વ એશિયાયી દેશોના ભારતીયકરણને કારણે ભારતીય માનદંડ પામેલા મલય, થાય, ફિલિપીંસ અને ઇંડોનેશિયન માનદંડો પર પ્રભાવ હોવાનું દેખાઈ પડવું

ઐતિહાસિક દૃષ્‍ટિએ જોઈએ તો દક્ષિણ-પૂર્વ એશિયા ભાગ પર પ્રાચીન ભારતીય સંસ્‍કૃતિની પકડ હતી. તેને કારણે થાયલેંડ, ઇંડોનેશિયા, મલેશિયા, સિંગાપૂર, ફિલિપીન્સ, કંબોડિયા, વિએતનામ જેવા અસંખ્‍ય અધિરાજ્‍યો સમૃદ્ધ થયા. આ ભાગો પર ભારતીય સંસ્‍કૃતિના પ્રભાવને ‘ભારતીયીકરણ’ (ઇંડિયનાઇઝેશન) એવી સંજ્ઞા વાપરવામાં આવી.

ફ્રેંચ પુરાતત્ત્વ શાસ્‍ત્રજ્ઞ જોર્જ કોડેસે આની વ્‍યાખ્‍યા આગળ જણાવ્‍યા પ્રમાણે કરી છે. ‘ભારતીયીકરણ’ એટલે ભારતીય રાજ્‍યવ્‍યવસ્‍થા, હિંદુ ધર્મ, બૌદ્ધ પંથ અને સંસ્‍કૃત ભાષા પર આધારિત રહેલી સંગઠિત સંસ્‍કૃતિનું વિસ્‍તારીકરણ.’ દક્ષિણ-પૂર્વ એશિયાનું ભારતીયીકરણ અને ત્‍યાંનો હિંદુ ધર્મ તેમજ બૌદ્ધ પંથનો પ્રસાર, આમાંથી તેની વ્‍યાપ્‍તિ ધ્‍યાનમાં આવે છે. મૂળ ભારતીય; પરંતુ અનિવાસી પ્રાચીન અને વર્તમાન ભારતીય સમાજે વ્‍યાવસાયિક, વેપારી, પુરોહિત અને યોદ્ધા તરીકે હંમેશાં જ અહીં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. ભારતીય માનદંડોનો મલય, થાય, ફિલિપીન્સ અને ઇંડોનેશિયન માનદંડો પર પ્રભાવ હોવાનું દેખાઈ આવે છે.

 

૩. મલય ભાષા પર સંસ્‍કૃત ભાષાનો પ્રભાવ

મલેશિયાના રાષ્‍ટ્રપ્રમુખને મલય ભાષામાં ‘દુલી યાંગ મહા મુલિય સેરી પાદુકા બગિંડા યંગ દી પેર્તુઆન અગોંગ’, એમ કહેવામાં આવે છે. તેમાંના ‘યંગ દી પેર્તુઆન અગોંગ’ આ શબ્‍દનો અર્થ ‘મલેશિયાનો પ્રમુખ’ એમ છે.

‘દુલી યાંગ મહા મુલિય સેરી પાદુકા બગિંડા યંગ દી પેર્તુઆન અગોંગ’ નો અર્થ છે, ‘મહાન શ્રેષ્‍ઠ યોગ્‍યતાપ્રાપ્‍ત એવા મારા સ્‍વામી રહેલા રાજાની શ્રી પાદુકાઓની હું ધૂળ છું.’

રામાયણમાં શ્રીરામના પ્રતિનિધિત્‍વના દર્શક તરીકે ભરતે શ્રીરામની પાદુકા તેમના રાજસિંહાસન પર મૂકીને તેમની આજ્ઞાથી તેઓ વનવાસમાંથી પાછા ફરે ત્‍યાં સુધી કારભાર સંભાળ્યો. રામાયણની આ ઘટનાનું ઉપરોક્ત મલય ભાષામાંના વાક્યો સાથે સંબંધ દેખાઈ આવે છે.

૩ અ. સંસ્‍કૃત ઉદ્‌ભવ શબ્‍દ (સંસ્‍કૃત ભાષામાંથી આવેલા શબ્‍દો)

સંસ્‍કૃતમાંથી આવેલા મલય ભાષામાંના શબ્‍દો અર્થ
૧. દુલી ધૂળ
૨. મહા મહાન (શ્રેષ્‍ઠ)
૩. મૂલ્‍ય મૂલ્‍ય
૪. સ્‍ત્રી શ્રી (વ્‍યક્તિ, દેવ અથવા એકાદ પવિત્ર ગ્રંથના નામ પહેલાં લગાડવામાં આવતી આદરયુક્ત ઉપાધિ
૫. પાદુકા પાદુકા (હિંદુ ધર્મના સંતો અથવા જૈન સાધુઓ દ્વારા  વાપરવામાં આવતા ચંપલ)
૬. બગિંડા રાજા (મહારાજ)
૭. પેર્તુઆન સ્‍વામી
૮. અગોંગ સર્વોચ્‍ચ (પરિપૂર્ણ)

૩ આ. પરમેશ્‍વર

મલેશિયા ખાતેના એક રાજાનું નામ ‘પરમેશ્‍વર’ હતું. ‘સુમા ઓરિએંટલ’ આ પોર્ટુગીઝ પુસ્‍તકમાં ‘પરમેશ્‍વર’ આ નામનો ઉલ્‍લેખ ‘પરમીસુરા’ અથવા ‘પરીમીસુરા’ આ રીતે કરેલો જોવા મળે છે. ‘પરમેશ્‍વર’ આ મૂળ સંસ્‍કૃત શબ્‍દ છે. તામિલ અને અન્‍ય દક્ષિણ ભારતીય ભાષાઓમાં ભગવાન શિવને ‘પરમેશ્‍વર’ કહે છે. હિંદુ ધર્મ અનુસાર ‘પરમેશ્‍વર’ આ શબ્‍દનો અર્થ છે, ‘સર્વોચ્‍ચ દેવ’ (પરમ = સર્વોચ્‍ચ અને ઈશ્‍વર = દેવ). તામિલ ભાષામાં ભગવાન શિવનું એક નામ ‘પરમેશ્‍વર’ છે.

૩ ઇ. ‘મેલાકા’ આ રાજ્‍યનું નામ સંસ્‍કૃત શબ્‍દ ‘અમલકા (આમળા)’ આ વૃક્ષ પરથી આવેલું હોવું

‘અમલકા (આમળા)’ આ વૃક્ષ વિશ્‍વની ઉત્‍પત્તિ સમયે સૌથી પહેલા નિર્માણ કરવામાં આવ્‍યું છે’, એવું માનવામાં આવે છે. આ વૃક્ષ સંપત્તિ, આરોગ્‍ય અને શક્તિ સાથે સંબંધિત છે. તેજ પ્રમાણે ‘આ સ્‍થાન પર વેપાર કરવા આવેલા હિંદુ વેપારીઓને આ રાજ્‍ય સંપત્તિ, આરોગ્‍ય અને શક્તિ સાથે સંબંધિત છે’, એવું લાગવાથી તેમણે તે રાજ્‍યને ‘અમલકા’ વૃક્ષ જેટલું જ મહત્ત્વ આપ્‍યું અને તેને ‘અમલકા’ કહેતી વેળાએ આગળ અપભ્રંશ થઈને ‘મેલાકા’ થયું હોવું જોઈએ.

 

૪. મલેશિયા પર રાજ્‍ય કરનારા પ્રાચીન રાજાઓનાં નામો (નોંધ ૧)

સંસ્‍કૃત અને તામિલ ભાષાઓના પ્રભાવને કારણે સિંગાપૂર અને મલેશિયામાંના ‘મલય’ રાજવટમાં ‘રાજા’ આ સંકલ્‍પના દૃઢ થઈ હતી. મલેશિયા પર રાજ કરવા આવેલા પ્રથમ મલય રાજાથી તે ૭૦૦ વર્ષો સુધીના મલય રાજાઓનો ઇતિહાસ ડૉ. આગુસ સલીમે લખેલા ‘સ્‍ટોરી ઑફ સિંગાપૂર મલય રૂલર્સ’ આ પુસ્‍તકમાં છે.

રાજાનાં નામો કારકિર્દીનો સમયગાળો
૧. ‘સંગ નીલા ઉત્તમા’ આ નામથી ઓળખવામાં આવતો સ્‍ત્રી (શ્રી) ત્રિભુવન (નોંધ ૨) વર્ષ ૧૨૯૯ થી ૧૩૪૭
૨. ‘પાદુકા સેરી વિક્રમ વીર’ આ નામથી ઓળખવામાં આવતો રાજા કેસિલ બેસર વર્ષ ૧૩૪૭ થી ૧૩૬૨
૩. ‘શ્રી રાણા વીરકર્મા’ આ નામથી ઓળખવામાં આવતો રાજા મુદા વર્ષ ૧૩૬૨ થી ૧૩૭૫
૪. ‘પાદુકા સેરી (શ્રી) મહારાજા’ આ નામથી ઓળખવામાં આવતો ડેશિયન રાજા વર્ષ ૧૩૭૫ થી ૧૩૮૮
૫. ‘શ્રી પરમેશ્‍વર’ આ નામથી ઓળખવામાં આવતો રાજા ઇસ્‍કંદર શાહ વર્ષ ૧૩૮૮ થી ૧૩૯૧

નોંધ ૧ – સિંગાપૂર પર રાજ્‍ય કરનારા રાજાઓની કારકિર્દી ડૉ. આગુસ સલીમે કરેલા સંશોધન દ્વારા લીધી છે. (‘ધી કિંગ ઑફ ૧૪ સેંચુરી સિંગાપૂર, જેએમબીઆરએએસ ૨૦ (૨))

નોંધ ૨ – ‘સ્‍ત્રી ત્રિભુવન’ નો અર્થ છે, ‘સ્‍ત્રી = શ્રી, ત્રિ = ત્રણ, ભુવન = લોક.’

 

૫. મલેશિયાના રાજાનું નિવાસસ્‍થાન

‘ઇસ્‍તાના નેગરા’ આ યંગ ધ પેર્તુઆન અગોંગનું (મલેશિયાના રાજાનું) અધિકૃત નિવાસસ્‍થાન

‘ઇસ્‍તાના નેગરા’ આ યંગ ધ પેર્તુઆન અગોંગનું (મલેશિયાના રાજાનું) અધિકૃત નિવાસસ્‍થાન છે. ‘ઇસ્‍તાના નેગરા’ આ મૂળ સંસ્‍કૃત ભાષામાં છે. સંસ્‍કૃતમાં ‘નગર સ્‍થાનમ્’ આ પ્રમાણે થાય છે.

યંગ ધ પેર્તુઆન અગોંગ અને તેનાં પત્ની રાજા પરમૈસુરી અગોંગનું સિંહાસન (સિંહ + આસન = સિંહાસન)

ભગવાન શ્રીવિષ્‍ણુના નરસિંહ અવતારના અંશ સોનેરી છે, તેવી જ રીતે સોનેરી રંગ શાહી છે.

 

૬. શાહી પ્રતીકો

મલેશિયાના શાહી પ્રતીકોમાંથી એક છે અણીદાર ગદાના અલગ અલગ પ્રકાર અને તે સાથે જ અન્‍ય શસ્‍ત્રો
રાજા અથવા સુલતાન માટે વાપરવામાં આવતી છત્રી. (તેના પરનું કોતરકામ વર્તુળમાં મોટું કરીને બતાવ્‍યું છે.)

૬ અ. પીળી છત્રી

રાજા અથવા સુલતાન માટે પીળા રંગની છત્રી

૬ આ. ગદા

‘ગદા’ આ મૂળ સંસ્‍કૃત શબ્‍દ છે અને તામિલમાં તેને ‘ગદાઇ’, મલયમાં ‘ગેદક’, જૂની ટૅગલૉગ ભાષામાં ‘બતુતા’ કહેવામાં આવે છે. આ આયુધ લાકડું અથવા ધાતુમાંથી બનાવવામાં આવે છે અને તે દક્ષિણ એશિયાનું છે. ગદા એટલે એક લાંબી લાકડીને વર્તુળાકાર શિર હોય છે અને તેના પર અણીદાર ટોચ હોય છે. ભારતની બહાર દક્ષિણ-પૂર્વ એશિયાએ ‘ગદા’નો સ્‍વીકાર કર્યો છે. ‘સિલટ’ આ ‘માર્શલ આર્ટસ’ (સ્‍વસંરક્ષણ)ના પ્રકારમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

‘ગદા’ એ હિંદુ દેવતા હનુમાનનું મુખ્‍ય આયુધ છે. શક્તિ અને સામર્થ્‍ય માટે પ્રખ્‍યાત રહેલા હનુમાનજીની પૂજા દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં કુસ્‍તીબાજો કરે છે. ચતુર્ભુજ ભગવાન શ્રીવિષ્‍ણુના એક હાથમાં ‘કૌમોદકી’ (કૌમુદી) નામની ગદા છે. મહાભારતમાં ભીમ, દુર્યોધન, જરાસંધ જેવા યોદ્ધાઓ ‘ગદાના સ્‍વામી’ તરીકે ઓળખાય છે.’

 – શ્રી. પૂગળેંદી સેંથિયપ્‍પન્, મલેશિયા

Leave a Comment