ઈશ્‍વર

Article also available in :

સદર લેખમાં આપણે ‘ઈશ્‍વર’ એટલે શું, તેમને કેવી રીતે સંબોધવા આ વિશે વિશિષ્‍ટતાપૂર્ણ માહિતી જોઈશું.

 

૧. વ્‍યુત્‍પત્તિ અને અર્થ

ઈશ્‍વર : ઈશ: + વર: અને ઈશ: ઈ: + શ: અ

‘ઈ:’ – ઈક્ષતે એટલે જુએ છે, અર્થાત્ બધું જાણી લેનારા, સર્વજ્ઞ અને ‘શ:’ – શમયતે એટલે શાંત, તૃપ્‍ત કરનારા. એટલે જ જે સર્વજ્ઞ છે અને શાંતિ આપે એ એટલે ઈશ. ‘વર:’ અર્થાત શ્રેષ્‍ઠ; તેથી ‘ઈશ:’ + ‘વર:’ – ઈશ્‍વર:, અર્થાત્ જે સર્વજ્ઞતા અને શાંતિ પ્રદાન કરવામાં શ્રેષ્‍ઠ છે તે.

 

૨. અન્‍ય કેટલાંક નામો

૨ અ. ઈશ્‍વરને કેવી રીતે સંબોધવા ?

‘બ્રહ્માને પુરુષ કહીએ તો તે વિયાણા છે, કારણ તેમના નાભિમાંથી વિશ્‍વની ઉત્‍પત્તિ થઈ છે. વિષ્‍ણુને સ્‍ત્રી કહીએ તો તેમને લક્ષ્મી જોઈતા હોય છે. ઈશ્‍વરને નંપુસકલિંગી પણ કેવી રીતે કહી શકાય ? તેઓ તો ઘણાં બધાં કાર્યો કરે છે. તેમના દ્વારા આટલું બધું નિર્માણ થાય છે. તો શું તમે તેમને ‘હું’ કહીને સંબોધશો ? તો શું તમે તેમને ‘અમે’ કહીને સંબોધશો ? તો શું તમે તેમને ‘પેલો, પેલી, પેલું’ કહીને સંબોધશો ? તેમને ‘તમે’, ‘આપ’ એમજ કહેવું પડે.’ –  યોગીરાજ હજરત પીરશાહ પટેલબાબા, જિલ્‍લો સિંધુદુર્ગ

૨ આ. સ્‍વયંભૂ

સ્‍વયં + ભૂ અર્થાત સ્‍વયં નિર્માણ થનારા, એટલે એક અર્થે નિરાકારમાંથી સાકારમાં આવનારા.

૨ ઇ. પ્રભુ

પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્‍પન્‍ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्‍य प्रभु अच्‍युत:’ અર્થાત્ ધર્મની ઉત્‍પત્તિ કરનારા अच्‍युत એવું કહેવામાં આવ્‍યું છે’. (એકનાથી ભાગવત – અધ્‍યાય ૧૪)

શાક્તસંપ્રદાયમાં આને જ ‘આદિશક્તિ’ કહેવાય છે. આ સ્‍ત્રીકારક નથી, જ્‍યારે ગુણવાચક શબ્‍દ છે.

 

૩. વ્‍યાખ્‍યા

પરમેશ્‍વરના જે અંશમાંથી વિશ્‍વની નિર્મિતિ થાય છે, તેને ‘ઈશ્‍વર’ એવું કહેવાય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘પરમેશ્‍વર અને ઈશ્‍વર’

Leave a Comment