આધ્‍યાત્‍મિક સ્‍તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્‍પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્‍ટતાપૂર્ણ વસ્‍ત્રો !

Article also available in :

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

ઇંડોનેશિયાના લોકો વિવિધ પ્રકારના વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામ ધરાવતાં કપડાં પરિધાન કરતા જોવા મળે છે. આ વિશે જાણકારી મેળવતી વેળાએ ધ્‍યાનમાં આવ્‍યું, ‘પ્રત્‍યેક પ્રકારના કોતરકામનો અલગ અર્થ અને અલગ મહત્ત્વ છે.’ ‘સત્ત્વ-રજ-તમ આ ત્રિગુણો અનુસાર સાત્ત્વિક કોતરકામ કેવું હોવું જોઈએ ?’, એ ભલે ત્‍યાંના લોકો ન જાણતા હોય, તો પણ બુદ્ધિ દ્વારા ભલે રહેતું; પણ તેમણે માનવી જીવનમાંના વિવિધ પ્રસંગોને અનુરૂપ અને આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ પણ દૈવી કૃપા પ્રાપ્‍ત થવાનો વિચાર ધ્‍યાનમાં લઈને કરેલો આ પ્રયત્ન વિશિષ્‍ટતાપૂર્ણ, મહત્ત્વનો અને અભ્‍યાસ કરવા જેવો લાગે છે. ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્‍ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.

દૈવી કૃપા પ્રાપ્‍ત થઈ હોવાનું દર્શાવનારું અને દૈવી કૃપા સંપાદન કરવાનું સ્‍મરણ કરી આપનારું કોતરકામ

 

આ વિશ્‍વમાં સાચી શાંતિ સાધ્‍ય કરવા માટે સદૈવ પ્રયત્નરત રહેવાથી આયુષ્‍ય પ્રેમ અને સુંદરતાનો શણગાર સજે છે’, એવો સંદેશ આપનારું કોતરકામ ‘

 

‘વ્‍યક્તિએ ધૈર્યવાન અને શક્તિવાન હોવું જોઈએ’, એવો સંદેશ આપનારું કોતરકામ

 

પાણીની જેમ સર્વત્ર ભળી જનારું, બધા સાથે હળીમળીને રહેનારું વ્‍યક્તિત્‍વ દર્શાવનારું કોતરકામ

 

જેના પર વિશ્‍વાસ રાખી શકાય, એવું ઉત્તરદાયી અને સન્‍માનનીય વ્‍યક્તિત્‍વ દર્શાવનારું કોતરકામ

 

આ વસ્‍ત્ર પર હાથીનું ચિત્ર છે. હાથી બળનું દર્શક છે. વજ્ર જેવું શક્તિમાન, નેતૃત્‍વગુણ ધરાવતું અને ઉત્તરદાયી વ્‍યક્તિત્‍વ દર્શાવનારું કોતરકામ

 

કોઈપણ બીમારી એટલે શરીરમાં થયેલો બગાડ. આ બગાડ દૂર કરીને આરોગ્‍ય પ્રાપ્‍ત થવા માટે બીમાર વ્‍યક્તિએ ઓઢવા માટેના વસ્‍ત્ર પરનું કોતરકામ

 

આ વસ્‍ત્રમાં બે રંગ છે. ઉજળો રંગ સવારે પરિધાન કરવા માટે અને ઘેરો રંગ બપોરે પરિધાન કરવા માટે. ‘સદૈવ આનંદી રહેવા માટે આ જીવન છે અને પ્રામાણિક રીતે કરેલા ત્‍યાગને કારણે જીવનમાં આગળ આનંદ જ મળે છે’, એવું કહેનારું કોતરકામ

 

કપડાં પરનું આ કોતરકામ ડચ સંસ્‍કૃતિથી પ્રેરિત છે અને તેમની પહેલાની દૈનંદિન કૃતિઓ દર્શાવનારું છે.

 

‘જીવનમાં મળનારું જ્ઞાન મહત્ત્વપૂર્ણ હોય છે; તેથી જ્ઞાનસંપન્‍ન આયુષ્‍ય જીવવું’, એવું વિશદ કરનારું કોતરકામ

 

વિવાહ અને સૃજનશીલતાનું પ્રતીક, સગાઈ સમયે પરિધાન કરવા માટે કપડાં પરનું કોતરકામ

 

ચીનના વેપારી વર્ગે રાજમહેલમાં થનારા કાર્યક્રમો માટે ઉપસ્‍થિત રહેવા માટે પરિધાન કરવાના વસ્‍ત્રો પરનું કોતરકામ

– શ્રી. દિવાકર આગાવણે, સિંગાપુર (૧૧.૪.૨૦૧૮)

Leave a Comment