મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

Article also available in :

જીવસમાધિના સ્‍થાન પર (૧) શ્રી. સત્‍યકામ કણગલેકર, (૨) શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ,  (૩) ક્વાલાલંપૂર (મલેશિયા)ના સાધક શ્રી. ટોની ચ્‍યાંગ (૪) શ્રી. વિનાયક શાનભાગ

 

૧. મલેશિયા ખાતેના ત્રણ સિદ્ધોનાં સમાધિસ્‍થાનો

મલેશિયાના ‘બતૂ’ પર્વતની તળેટીમાં રહેલી ‘મૌનગુરુ’ નામક સિદ્ધની સમાધિ

૧ અ. બતૂ પર્વત (ક્વાલાલંપૂર, મલેશિયા) ખાતેના મૌનગુરુ સિદ્ધ

મલેશિયાની રાજધાની ક્વાલાલંપૂરથી ૨૦ કિ.મી. અંતર પર ‘બતૂ’ પર્વત છે. આ કાર્તિકેયનું સ્‍થાન છે. આ ઠેકાણે પર્વતની અંદર પંદર માળનું મકાન થઈ શકે, એટલી મોટી ગુફા છે. ગુફામાં જવા માટે ૨૦૦ થી વધારે પગથિયાં છે. આ પગથિયાંનો જ્‍યાંથી આરંભ થાય છે, તે ઠેકાણે જમણી બાજુએ એક સિદ્ધની સમાધિ છે. આ સિદ્ધનું નામ હતું ‘મૌનગુરુ સિદ્ધ.’ આ સિદ્ધ વિશે પહેલા કોઈને પણ જાણ નહોતી. કેટલાંક વર્ષ પહેલાં મલેશિયાના એક ભક્ત તામિલનાડુમાં પોતાનું નાડી-જ્‍યોતિષ જોવા આવ્‍યા હતા ત્‍યારે તેમના નાડીવાચનમાં અગસ્‍તિ ઋષિએ કહ્યું, ‘મલેશિયાના ‘બતૂ’ પર્વતની તળેટીમાં ‘મૌનગુરુ’ નામક સિદ્ધની સમાધિ છે. તું ત્‍યાં જઈને તેમનો શોધ લે અને ત્‍યાં એક શિવલિંગની સ્‍થાપના કર. તે સિદ્ધની જીવસમાધિને માન આપ.’ તે પ્રમાણે તે ભક્તએ કર્યું. જે લોકોને સિદ્ધ વિશે જાણ છે, એવા લોકો જ અહીં દર્શન લેવા આવે છે.

મલેશિયાના તાપા નામના સ્‍થાને સમાધિ લીધેલા મહાન સિદ્ધપુરુષ સ્‍વામી જગન્‍નાથ

૧ આ. તાપા (મલેશિયા) ખાતેના જગન્‍નાથ સ્‍વામી સિદ્ધ

વર્ષ ૧૮૮૧માં ભારતના ‘પુરી’થી ‘જગન્‍નાથ’ નામના સિદ્ધપુરુષ મલેશિયાના તાપા સ્‍થાને આવ્‍યા. આ સ્‍થાન એટલે જંગલ છે. વર્ષ ૧૯૫૯માં તેમણે જીવસમાધિ લીધી. તેઓ નાથ સંપ્રદાયના ખડતર તપસ્‍વી હતા. વર્ષ ૧૮૧૨માં જગન્‍નાથ સ્‍વામીજીનો જન્‍મ થયો અને તેઓ ૧૪૭ વર્ષ જીવિત રહ્યા. મલેશિયાના ૭૮ વર્ષના સમયગાળામાં લોકો તેમને ‘ગાંડો સંન્‍યાસી’ કહેતા. મલેશિયાના અનેક સ્થાનિક હિંદુઓ તેમના ભક્ત હતા. વર્ષ ૧૯૪૨માં સુભાષચંદ્ર બોસની ‘આઝાદ હિંદ સેના’ને તેમણે સૂક્ષ્મમાંથી સહાયતા કરી હોવાનું કહેવામાં આવે છે. જગન્‍નાથ સ્‍વામીજીએ ભાખ્‍યું હતું, ‘આગળ તેમની ગુરુપરંપરા ચલાવનારા બે જણ આવશે. તેમાંનો એક ભારતમાંથી અને બીજો અમેરિકામાંથી આવશે.’ વર્ષ ૧૯૨૦માં ભારતમાંના તામિલનાડુ રાજ્‍યમાંથી આવેલા ચિત્રમુત્તૂ અડિગળાર તેમના પરમ શિષ્‍ય થયા અને સ્‍વામી ચિત્રમુત્તૂએ ભારતમાં ગુરુ જગન્‍નાથ સ્‍વામી સિદ્ધએ વિશદ કરેલા સિદ્ધાંતોનો પ્રસાર કર્યો. ત્‍યાર પછી અમેરિકાના હવાઈ દ્વિપ પરના ‘શિવાય સુબ્રહ્મણ્‍યા’ નામના એક યોગી તેમના શિષ્‍ય થયા. તેમણે હવાઈ દ્વિપ પરના ‘કુવાય’ સ્‍થાન પર મોટો આશ્રમ અને મંદિર બાંધ્યા છે. સ્‍વામી શિવાય સુબ્રહ્મણ્‍ય હવે શૈવ સિદ્ધાંતનો પ્રસાર કરી રહ્યા છે અને ‘હિંદુઇજમ્ ટુડે’ નામનું એક વૈશ્‍વિક નિયતકાલિક ચલાવી રહ્યા છે. વર્તમાનમાં જગન્‍નાથ સ્‍વામીજીની જીવસમાધિના ઠેકાણે પુનર્બાંધણી અને વિસ્‍તારકામ ચાલુ છે. ‘મલેશિયા હિંદુ સંગમ’ સંગઠને મલેશિયાના હિંદુઓની સહાયતાથી આ કાર્ય હાથ ધર્યું છે.

ચેંગ ગામના એક મહાન સિદ્ધની જીવસમાધિ

૧ ઇ. સન્‍નાસીમલૈ (મલક્કા, મલેશિયા) ખાતેના મહાન સંન્‍યાસી સિદ્ધ

મલેશિયાનું પહેલાનું નામ મલક્‍કા હતું. તે સમયે ત્‍યાંનો સુલતાન ‘રાજા પરમેશ્‍વરા’ નવી રાજધાનીની શોધમાં મલક્‍કા ગામ નજીક આવ્‍યો અને ‘આમલકા’ (સંસ્‍કૃત : આમલકા, ગુજરાતી : આમળા) વૃક્ષ નીચે બેઠો હતો ત્‍યારે તેની સામે એક વિચિત્ર ઘટના બની. હરણા જેવું એક નાનું પ્રાણી તેના શિકારી કૂતરા સામે ઝૂઝી રહ્યું હતું. તે જોઈને રાજાને લાગ્‍યું, ‘આ ઠેકાણે આપણે નવી રાજધાનીનું નિર્માણ કરીએ.’ આ નિર્ણય ‘આમલકા’ વૃક્ષ નીચે લીધો હોવાથી તેણે નવી રાજધાનીનું નામ ‘મલક્‍કા’ પાડ્યું. આગળ જતાં તેની રાજવટ ‘મલક્‍કા સુલતાનશાહી’ના નામથી પ્રસિદ્ધ થઈ.

‘હુંગ તુઆ’ એ મલક્‍કા સુલતાનશાહીમાંના ૧૫મા શતકમાં રહેલા સુલતાન મનસૂર શાહનો સેનાપતિ હતો. તે સમયે મલક્‍કામાં રાજાને ‘પરમેશ્‍વરા’ કહેવાની પદ્ધતિ હતી અને સેનાપતિને ‘લક્ષ્મણા’ સંબોધવામાં આવતો. આ ‘હુંગ તુઆ’ના ગુરુ એક મહાન સિદ્ધ હતા. તેમને સ્‍થાનિક લોકો ‘આદિપુત્રા’ કહીને સંબોધતા હતા. ‘તે મહાન સિદ્ધ ભારતના આંધ્રપ્રદેશમાંથી આવ્‍યા હતા’, એવું કહેવાય છે. આ સિદ્ધએ પોતાના શિષ્‍ય રહેલા સેનાપતિ ‘હુંગ તુઆ’ને અનેક યુદ્ધકળા અને મંત્રવિદ્યા શીખવી હતી. ‘હુંગ તુઆ’ તેની શૂરતા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ થયો અને આજે તેને મલેશિયા દેશનો ‘રાષ્‍ટ્રીય વીર’ માનવામાં આવે છે. આવા વીર પુરુષને તૈયાર કરવામાં તેના ગુરુ ‘એક મહાન સંન્‍યાસી’નો મોટો હાથ હતો. મલક્‍કા શહેરથી ૯ કિ.મી. દૂર રહેલા ચેંગ ગામમાં તેમની જીવસમાધિ છે. હવે ત્‍યાં શિવ, પાર્વતી, કાર્તિકેય અને ગણેશનું મંદિર છે.

 – શ્રી. વિનાયક શાનભાગ, મલેશિયા (૭.૩.૨૦૧૯)

Leave a Comment