લોકમાન્‍ય તિલક – એક ઔલોકિક વ્યક્તિત્વ

અનુક્રમણિકા

૧. લોકમાન્ય તિલકની સ્થિતપ્રજ્ઞતા !

૧ અ. લોકમાન્‍ય તિલક પર બ્રિટિશ સરકારે જુઠ્ઠા આરોપ હેઠળ રાજદ્રોહનો ખટલો દાખલ કરવો અને તેમને બંધ કોટડીમાં રાખ્‍યા પછી પણ તેમનું શાંતિથી સૂઈ જવું

‘મહાન પુરુષોના જીવનનું દર્શન કરતી વેળાએ જણાઈ આવે છે, તે તેઓના મુશ્કેલ પ્રસંગોમાં તેઓએ જાળવેલું અલૌકિક ધૈર્ય અને મનનું અલૌકિક સ્‍થૈર્ય ! પરાધીન શાસનમાં બ્રિટિશ સરકારે કૌભાંડ રચીને અને અનેક જુઠ્ઠા આરોપ મૂકીને લોકમાન્‍ય તિલક પર રાજદ્રોહનો ખટલો દાખલ કર્યો. તેમને પોલીસ આયુક્તની કચેરીમાં બંધ કોટડીમાં રાખવામાં આવ્‍યા હતા. તેમના ધારાશાસ્‍ત્રી તેમને જામીન પર છોડવામાં આવે; તે માટે પુષ્‍કળ પ્રયત્ન કરીને થાકી ગયા અને ત્‍યાર પછી તે નિરાશ થઈને પોલીસ કોટડીમાં તિલકને મળવા ગયા. ત્‍યારે તિલક ત્‍યાંજ શાંતિથી ગાઢ નિદ્રાધીન હતા. તેઓ જરાય અસ્‍થિર થયા ન હતા.

૧ આ. લોકમાન્‍ય તિલકને તેમની વર્ષગાંઠના દિવસે કારાગૃહમાં લઈ ગયા પછી તેમણે ત્‍યાના અધિકારીને ‘આ મારી ભારત માતાની સેવા છે’, એમ કહેવું

ખુદીરામ બોઝે સત્ર ન્‍યાયાધીશ કિંગ્‍જ ફોર્ડ ઉપર બૉમ્‍બ ફેંકયો; પણ નિશાન ચૂકી જવાથી તેમાં બે અંગ્રેજ મહિલાઓ મૃત્‍યુ પામી. ત્‍યાર પછી લોકમાન્‍ય તિલકે ‘દેશનું દુર્ભાગ્‍ય’ નામક અગ્રલેખ લખ્‍યો. તેમાં તેમણે ‘બૉંબ ફેંકનારાઓને કોઈ ચોર અથવા લુટારુ સમજે નહીં. સરકારના વર્તનનું જ આ પરિણામ છે’, એવું ઘણી નીડરતાથી લખ્‍યું. શાસન-ન્‍યાયતંત્રની ભ્રષ્‍ટ નીતિના કારણે તિલકની ફરી ધરપકડ થશે એ  નિશ્ચિત હતું. તેમના એક મિત્ર ગાંધીએ તિલકને કહીને ‘ઘરની વ્‍યવસ્‍થા કરવા માટે પૂના જવું’ એમ સૂચવ્‍યું. ત્‍યારે તિલકે હસતાં-હસતાં કહ્યું ‘‘ઘરે જઈને શું લશ્‍કર તૈયાર કરવાનું છે ? સરકારે જ્‍યાં સમગ્ર દેશને જ કારાગૃહમાં ફેરવી નાખ્‍યો છે, ત્‍યાં કારાગૃહમાં એટલે કે મોટા ઓરડામાંથી નાના ઓરડામાં જવાનું એટલું જ !’’

લોકમાન્‍ય તિલકને ૬ વર્ષની કાળા પાણીની સજા થઈ. તેમને તરત જ સાબરમતી ખાતેના કેદખાનામાં લઈ ગયા. તે દિવસે તેમની વર્ષગાંઠ હતી. તેમને બંદીવાનનો પહેરવેશ આપતી વેળાએ ત્‍યાનાં અધિકારીની આંખોમાં આંસુ આવ્‍યા. તે સમયે તિલકે તેને કહ્યું, ‘‘ખોટું લગાડશો નહીં. આ મારી ભારતમાતાની સેવા છે.’’

૧ ઇ. લોકમાન્‍ય તિલક એટલે મહાન ધ્‍યેય સાથે એકરૂપ થયેલ સ્‍થિતપ્રજ્ઞ !

લંડનમાં ચિરોલ ખટલામાં અસામાન્‍ય અસત્‍યનું આચરણ કરીને તિલક વિરદ્ધ ચુકાદો આપવામાં આવ્‍યો. ત્‍યારે તેના પર પ્રતિક્રિયા વ્‍યક્ત કરતી વેળાએ તેમણે કહ્યું, ‘‘જો આકાશ મારા ઉપર તૂટી પડે તો પણ તેના માથા પર પગ મૂકીને હું ઊભો રહીશ.’’ આ સમયે પણ તે મનથી શાંત અને સ્‍થિર હતા. તેમની નજરે આ દેવકાર્ય જ હતું. તેમાનાં યશ-અપયશ એ તેમના નહોતા જ. એ મહાન ધ્‍યેય સાથે એકરૂપ થયેલા સ્‍થિતપ્રજ્ઞ હતા.’

લેખક સ્‍વામી માધવાનંદ (ડૉ. માધવ નગરકર)

(સંદર્ભ : ગ્રંથ ‘અમૃતપૂજેચી ફુલે’)

 

૨. હિંદુ ધર્મ અને હિંદુઓ વિષે સ્‍પષ્‍ટ રીતે મત પ્રસ્‍તુત કરનારા લોકમાન્‍ય તિલક !

લોકમાન્‍ય તિલક

૨ અ. ‘કોંગ્રેસ સહિત સમાજવાદી અને સામ્‍યવાદી પક્ષોના હિંદુ નેતાઓ તિલકનો નીચે જણાવેલો વિચાર ધ્‍યાનમાં લેશે ખરાં ?

‘‘સ્‍વધર્મ શ્રેષ્‍ઠતા વિશે જેને અભિમાન લાગતું નથી, તેને સ્‍વરાષ્‍ટ્રની શ્રેષ્‍ઠતા વિશે તો લાગણી ક્યાંથી થાય ?’’

૨ આ. લોકમાન્‍ય તિલકે ધર્માંધોના રમખાણો કાયમ માટે અટકાવવા માટે સૂચવેલો રામબાણ ઉપાય !

૧૧.૮.૧૮૯૩ ના દિવસે એક મસ્‍જિદ પાસે હિંદુઓએ તહેવાર નિમિત્તે વાજિંત્રો વગાડવાના ખોખલાં કારણસર ધર્માંધોએ મોટું તોફાન કર્યું. અર્થાત્ તે માટેની સિદ્ધતા અગાઉથી કરવામાં આવી હોવાનું પૂછપરછમાં પુરવાર થયું. આ તોફાન શાંત કરવા માટે છેવટે સરકારને લશ્‍કરની સહાયતા લેવી પડી, એટલું તેનું ગંભીર સ્‍વરૂપ હતું. મુંબઈના તોફાનના પડઘાં તરત જ પૂના અને યેવલે ખાતે પડ્યા. વર્ષ ૧૮૯૩ માં ધર્માંધોએ મુંબઈમાં કરેલા તોફાનમાંથી લોકમાન્‍ય તિલકે યોગ્‍ય બોધપાઠ લીધો હતો. તિલક નિર્ભયતાથી કહેતા કે ‘હિંદુઓનાં સ્‍વસંરક્ષણનો વિચાર પોતે હિંદુઓએ જ કરવો જોઈએ. હિંદુઓ શક્તિશાળી અને સ્‍વસંરક્ષણ ક્ષમતા ધરાવતા થયા પછી જ ધર્માંધોના તોફાનો અટકશે’, એવું પણ કહેવામાં તિલક અચકાતા નહોતા.

૨ ઇ. હિંદુ ધર્મનો વિશ્‍વભરમાં પ્રસાર કરવો, એ જ અમારું ખરું કર્તવ્‍ય ! – લોકમાન્‍ય તિલક

‘‘હિંદુ ધર્મનું ઉજ્‍જવલ સ્‍વરૂપ સારી રીતે જાણીને એવા પ્રકારનો ધર્મ અમારા દેશમાં નિર્માણ થયો, એજ અમારું અમૂલ્‍ય ધન અને બળ અને તેનો આખા વિશ્‍વમાં પ્રસાર કરવો, એજ અમારું ખરું કર્તવ્‍ય’, એવું બોલનારા નહીં, પણ વિશ્‍વમાં પુરવાર કરીને દર્શાવનારા સત્‍પુરુષ હજાર – બારસો વર્ષ અગાઉ એક માત્ર શંકરાચાર્યજી થઈ ગયા અને ૧૯ મી સદીના અંતમાં બીજા સત્‍પુરુષ સ્‍વામી વિવેકાનંદજી થયા !’’ – લોકમાન્‍ય તિલક, દૈનિક ‘કેસરી’માં સ્‍વામી વિવેકાનંદજીના દેહત્‍યાગ પછી લખાયેલા ‘માર્મિક’ લેખમાંથી.

– યશવંત જોગલેકર, નૌપાડા, થાના

 

૩. લોકમાન્‍ય તિલકે સ્‍વાતંત્ર્યવીરોને આપેલો સહકાર !

૩ અ. લોકમાન્‍ય તિલક કહેતા, ‘‘સશસ્‍ત્ર ક્રાંતિની ૫૦ ટકા સંભાવના જો દેખાય, તો ૫૦ ટકા ઈશ્વરના સહારે રહીને હું બળવો પોકારીશ.’’

૩ આ. કાકાસાહેબ ખાડીલકરને નેપાલમાં તોપો ઢાળવાની (બનાવવાની) કળા સાધ્‍ય કરી લેવા માટે લોકમાન્‍ય તિલક અને અણ્‍ણાસાહેબે મોકલ્‍યા હતા.

૩ ઇ. સ્‍વાતંત્ર્યવીર સાવરકરને મહાવિદ્યાલયના વસતિગૃહમાંથી બહાર કાઢી મૂકવાના વિરોધ તરીકે લોકમાન્‍ય તિલકે કેસરીના માધ્‍યમ દ્વારા વિરોધ નોંધાવવો

દિનાંક ૭.૧૦.૧૯૦૫ ના દિવસે સ્‍વદેશી આંદોલનના નિમિત્તે પરદેશી કપડાંની હોળી કરવાના થયેલા કાર્યક્રમમાં સ્‍વાતંત્ર્યવીર સાવરકરનો સાહસિક સહકાર વિશેષતાથી દેખાઈ આવ્‍યો. સાવરકર એ યુવાનોના આગેવાન તરીકે ગણાવા લાગ્‍યા. સાવરકરની આ સીમોલ્‍લંઘનની કૃતિને કારણે ફર્ગ્‍યુસન મહાવિદ્યાલયના પ્રાચાર્ય રેંગલર ર.પુ. પરાંજપેએ સ્‍વાતંત્ર્યવીર સાવરકરને વસતિગૃહમાંથી બહાર કાઢી મૂક્યા અને રૂપિયા ૧૦ નો દંડ કર્યો. તે દંડ વિદ્યાર્થીઓએ ફાળો ઉઘરાવીને ભર્યો.

પ્રાચાર્ય પરાંજપેના આ પગલાનો વિરોધ કરવા હેતુ ‘તેઓ અમારા ગુરુ નથી !’ એવા સજ્જડ શીર્ષક સાથેનો લેખ કેસરીમાં લખીને લોકમાન્‍ય તિલકે તેમનો તીવ્ર શબ્‍દોમાં ઉધડો લીધો.

૩ ઈ. સ્‍વતંત્રવીર સાવરકર વિષે લોકમાન્‍ય તિલકે કાઢેલા ગૌરવભર્યા ઉદ્‌ગાર !

સ્‍વાતંત્ર્યવીર સાવરકર વર્ષ ૧૯૦૫માં બી.એ. ની (કળા શાખાની) પરીક્ષા આપ્‍યા પછી તેઓ કાયદાના અભ્‍યાસ માટે મુંબઈ ગયા. વર્ષ ૧૯૦૬ ના આરંભમાં લંડનમાં રહેનારા પંડિત શ્‍યામજી કૃષ્‍ણ વર્માએ યુરોપમાં જઈને અભ્‍યાસ કરવા ઇચ્‍છનારા તથા દેશભક્તિથી પ્રોત્‍સાહિત થયેલા ભારતીય વિદ્યાર્થીઓને કેટલીક શિષ્‍યવૃતિઓ આપવાના સમાચાર પ્રકાશિત થયા. આ અવસરનો લાભ લેવા માટે સાવરકરે શ્‍યામજી કૃષ્‍ણ વર્મા પાસે શિષ્‍યવૃત્તિ માટે અરજી કરી. તિલકનો વર્મા સાથે સંપર્ક હતો જ. તિલક અને શિ. મ. પરાંજપેના પ્રશસ્‍તી પત્રો સાવરકરે પોતાના અરજી સાથે બીડ્યા હતા. પોતાના પ્રશસ્‍તીપત્રમાં તિલકે કહ્યું હતું , ‘‘અરજદારોની ભીડનો આવો આવેગ હોય તો, કોઈ પણ વિશેષ અરજદારની તમારી પાસે ભલામણ કરવાથી કોઈ લાભ નથી; તો પણ આ અરજદારોમાં મુંબઈના શ્રી. સાવરકર વિશે આપને ખાસ જણાવવું એમ મને લાગે છે. સાવરકર ગયા વર્ષે સ્‍નાતક પરીક્ષામાં સફળ થયા. આ યુવાન અત્‍યંત ઉત્‍સાહી હોવાનો મારો અનુભવ છે. સ્‍વદેશીના કાર્ય વિશેનો તેનો ઉત્‍સાહ એટલો તો અસમાન્‍ય છે કે તેના કારણે ફર્ગ્‍યુસન મહાવિદ્યાલયના અધિકારી વર્ગનો ક્રોધ તેમણે પોતાના પર વહોરી લીધો. સરકારી નોકરી ક્યારેય પણ કરવી નહીં, એવો તેમનો નિશ્‍ચય છે અને તેમનું નૈતિક આચરણ ઘણું સારું છે.’’ કાયદાનો અભ્યાસ કરવાના મળેલા અવસરને સાર્થક કરીને સાવરકરે લંડન સ્‍થિત ઈંડિયા હાઊસમાં રહીને કેટલું પ્રચંડ ક્રાંતિકાર્ય કર્યું, એ તેજસ્‍વી ઇતિહાસ પ્રખ્‍યાત છે.’

– યશવંત જોગલેકર, નૌપાડા, થાના

(સંદર્ભ : ‘સ્‍વાતંત્ર્યવીર’, સપ્‍ટેંબર ૨૦૦૫)

Leave a Comment