તીખું ન ખાવા છતાં પણ કેટલાંક લોકોને પિત્તનો ત્રાસ કેમ થાય છે ?

‘આપણા જઠરમાં પાચકસ્રાવ સ્રવતા હોય છે. આ પાચક સ્રાવ અન્‍નનલિકામાં આવે, તો પિત્તનો ત્રાસ થાય છે. ખાટું, ખારું, તીખું અને તળેલા પદાર્થ ખાવાથી પિત્ત વધે છે; પરંતુ આવું કશું ન ખાવા છતાં પણ કેટલાક જણને ગળામાં અને છાતીમાં બળતરા, એટલે કે પિત્તનો ત્રાસ થાય   છે.

ચોમાસામાં શરદી, ઉધરસ, તાવમાં ઉપયુક્ત ઘરગથ્‍થુ ઔષધિઓ

ચોમાસામાં નિરંતરના વરસાદને કારણે વાતાવરણમાં ફેલાયેલી ઠંડી સામે બને તે રીતે રક્ષણ કરવાથી આ દિવસોમાં થનારી શરદી, ઉધરસ અને તાવ વહેલા સાજા થવામાં સહાયતા થાય છે.

ચોમાસું અને દૂધ

‘સવારે વહેલાં ઊઠ્યા પછી શૌચ સાફ થયું છે. વ્‍યાયામ થયો છે. સ્‍નાન કર્યા પછી શરીર હળવું થયેલું જણાય છે. આકાશ સ્‍વચ્‍છ છે અને સારી એવી ભૂખ લાગી છે’, એવી સ્‍થિતિ નિર્માણ થયા પછી દૂધ પીવું.

પેટનો દુઃખાવો અને પાણી

‘સવારે ઊઠતાવેંત પાણી પીએ, તો જ ઝાડો ઉતરે છે’, એવી ટેવ હોય, તો પણ સવારે આ પાણી પીવાની ટેવ ભાંગવી. પાણી પીને શૌચ થવા કરતાં જઠરાગ્‍નિ (પાચનશક્તિ) સારી હોવી મહત્ત્વનું છે. જો તે સારો રહેશે, તો યોગ્‍ય સમયે જાતે જ શૌચ થાય છે, તે સાથે જ આરોગ્‍ય પણ સારું રહે છે.’

અભ્‍યંગ (મર્દન)

અભ્‍યંગ કર્યા પછી ઠંડી હવામાં ફરવું નહીં. અભ્‍યંગ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનિટ પછી બેસન (ચણાનો લોટ) અથવા મુલતાની માટી લગાડીને ઉષ્‍ણ અથવા નવશેકા પાણીથી સ્‍નાન કરવું.

ઉનાળામાં ત્‍વચાની સંભાળ લેવા વિશે કેટલાક ઉપાય અને ખોરાક વિશે !

ત્‍વચાની સંભાળ લેતી વેળા ઘણી વાર આપણે વાળ અને નખની સંભાળ લેવાનું ભૂલી જઈએ છીએ. ઉનાળાના દિવસોમાં આપણે જે ખોરાક આરોગીએ છીએ, તેની ક્યારેય પણ અવગણના કરશો નહીં. હંમેશાં આંબા, પપૈયા, અનનાસ (Pineapple), લિંબુ  વર્ગના ફળો, ગાજર, તરબૂચ, બીટ અને સર્વ પ્રકારની લીલી પાદંડાવાળી શાકભાજીનું સેવન કરો.

સ્‍થૂલતા (લઠ્ઠતા) ઓછી કરવા માટે આયુર્વેદિક ઉપચાર

ભોજનમાં ભાત, રોટલો ઇત્‍યાદિ પૂર્ણ બંધ કરીને કેવળ શાકભાજી ખાવા તે ભૂલભરેલું છે. આહારમાં ગળ્યા, ખાટાં, ખારાં, તીખાં, કડવા અને તૂરાં આ છયે રસોનો સમાવેશ હોવો જોઈએ. તેમાંથી ગળ્યા, ખાટાં અને ખારાં પદાર્થો તુલનામાં ઓછા ખાવા. તે પૂર્ણ રીતે બંધ કરવા નહીં.

હાથપગને તેલ કઈ દિશામાં લગાડવું ?

આયુર્વેદના મૂળ સંસ્‍કૃત ગ્રંથોમાં હાથપગને ‘તેલ ઉપરથી નીચે (ખભા અથવા સાથળથી આંગળી સુધી) લગાડવું કે નીચેથી ઉપર (આંગળીથી ખભા કે સાથળ સુધી) લગાડવું, એ સંદર્ભમાં કોઈપણ ઉલ્‍લેખ મળતો નથી.

કેવળ ૨ વાર આહાર લેવાની આરોગ્‍યદાયી ટેવ શરીરને પાડવા માટે આ કરો !

‘શું આયુર્વેદમાં ચટાકેદાર અને સ્‍વાદિષ્‍ટ પદાર્થો વર્જ્‍ય છે ? જરાય નહીં. ઊલટું રુચિથી જમવાથી સમાધાન મળે છે. તેથી પદાર્થોના સ્‍વાદમાં વિવિધતા તો જોઈએ જ; પરંતુ એકાદ પદાર્થ ભલે ગમે તેટલો ભાવતો હોય, તો પણ તે યોગ્‍ય સમયે અને યોગ્‍ય પ્રમાણમાં ખાવાને ઘણું મહત્ત્વ છે.

પ્રતિકારશક્તિ વધારવા માટે શું કરવું ?

પ્રતિકારશક્તિ વધારવા માટે નિયમિત વ્‍યાયામ અને વજન નિયંત્રણમાં રાખવા જેવું અન્‍ય પરિણામકારક શસ્‍ત્ર નથી. નિયમિત વૈદ્યકીય સલાહથી મધુમેહ, રક્તદાબ જેવી માંદગી નિયંત્રણમાં રાખવી આવશ્‍યક છે.’