ઈશ્‍વર

પ્રભુ એટલે પ્ર + ભવ: – પ્રકર્ષતાથી નિર્માણ થનારા, ઉત્‍પન્‍ન થનારા. ‘આચરણ કેવું હોવું જોઈએ એ કહે તે ધર્મ.’ ‘आचार: प्रभवो धर्म:’ એવું કહેવાય છે અને ‘धर्मस्‍य प्रभु अच्‍युत:’ અર્થાત્ ધર્મની ઉત્‍પત્તિ કરનારા अच्‍युत એવું કહેવામાં આવ્‍યું છે’.

મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી.

નટરાજની મૂર્તિ અને તાંડવનો પરમાણુની ઉત્‍પત્તિ સાથે સંબંધ

શિવના નૃત્‍યનાં ૨ રૂપો છે. એક છે લાસ્‍ય. જેને નૃત્‍યમાં કોમલ રૂપ કહેવામાં આવે છે. બીજું છે તાંડવ, જે વિનાશ દર્શાવે છે. ભગવાન શિવનું નૃત્‍ય સર્જન અને વિનાશ દર્શાવે છે.

‘ઇંદ્રાક્ષી’ સ્‍તોત્રની મહતી અને વર્તમાન આપત્‍કાળમાં તેનું મહત્ત્વ !

શ્રીવિષ્‍ણુએ નારદને ‘ઇંદ્રાક્ષીસ્‍તુતિ’ કહી. નારદે તે સૂર્યને અને સૂર્યએ તે ઇંદ્રને કહી. ઇંદ્રએ તે સ્‍તુતિ સચીપુરંદર ઋષિને કહી. આ રીતે સચીપુરંદર ઋષિ દ્વારા આ સ્‍તોત્ર માનવજાતિને પ્રાપ્‍ત થયો.

કેટલીક દેવીઓની ઉપાસનાની વિશિષ્‍ટતાઓ

આ માતૃત્‍વ, સર્જન અને વિશ્‍વનિર્મિતિ આ ત્રિગુણોથી યુકત છે. છિન્‍નમસ્‍તા અથવા લજ્‍જાગૌરી આ દેવીની મૂર્તિ ભૂમિ પર પીઠ ટેકવીને, ચત્તી સ્‍થિતિમાં વાળી લીધેલા પગ પૂજક ભણી રાખીને પૂજા કરવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલતી હોવાનું દેખાય છે.

શ્રી મહાલક્ષ્મીનો નામજપ

શ્રી મહાલક્ષ્મી’ આ શ્રી વિષ્‍ણુ સાથે સંબંધિત દેવતા છે અને પાલન-પોષણ કરવું તેમજ ઐશ્‍વર્ય પ્રદાન કરવું, આ તેમનું કાર્ય છે.

દેવીનું માહાત્‍મ્‍ય !

તુળજાપુરના શ્રી ભવાનીદેવી હિંદવી સ્‍વરાજ્‍યના સંસ્‍થાપક છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી હતા. જય ભવાની અને હર હર મહાદેવ એવી ઘોષણા કરતા રહીને છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના માવળાઓ શત્રુ સાથે યુદ્ધ કરતા હતા. શત્રુ સાથે લડવા માટેજ શ્રી ભવાની માતાએ પ્રસન્‍ન થઈને શિવાજી મહારાજને ભવાની તલવાર પ્રદાન કરી હતી.

શક્તિપીઠોનું મહત્ત્વ

‘કોલ્‍હાપુર ખાતેનું શ્રી મહાલક્ષ્મીદેવી આ શક્તિપીઠ છે. શક્તિપીઠ એટલે ભૂલોકમાંના વિશિષ્‍ટ સ્‍થાન પર અવતીર્ણ થયેલી નિર્ગુણ સ્‍તર પરની ચૈતન્‍યદાયી શક્તિ છે. શક્તિપીઠ એટલે ભૂતલ પરનો સાક્ષાત ઈશ્‍વરી શક્તિનો અખંડ વહેનારો સ્રોત છે.

શુંભ અને નિશુંભ આ અજેય અસુરોનો નાશ કરીને ત્રિલોકમાં શાંતિ પ્રસ્‍થાપિત કરનારાં પાર્વતીસુતા કૌશિકીદેવી !

શુંભ-નિશુંભના વધ પછી સર્વ દેવતાઓએ કૌશિકીદેવી, માતા પાર્વતી અને ભોલેનાથ શિવજીનો જયજયકાર કર્યો. એટલામાં ત્‍યાં શિવશંકર પાર્વતી સાથે પ્રગટ થયાં. સર્વ દેવ-દેવતાઓએ કૌશિકીદેવી, શિવજી અને પાર્વતીમાતા પર પુષ્‍પવૃષ્‍ટિ કરી અને તેઓ કૌશિકીદેવીનું યશોગાન ગાવા લાગ્‍યા.

ગાયત્રીદેવીનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ અને તેમની ગુણવિશેષતાઓ !

ત્રિપાદગાયત્રીમાં શ્‍વાસ લેતી વેળાએ પ્રથમ પદ, શ્‍વાસ રોકી  રાખીને બીજું પદ અને શ્‍વાસ છોડતી વેળાએ ત્રીજું પદ મનમાં બોલીએ કે, પૂરક, કુંભક અને રેચકનું પ્રમાણ ૧:૪:૨ હોય, તેવો પ્રાણાયામ પણ થાય છે.