૨ સહસ્ર રૂપિયાની નવી નોટો દ્વારા નીકળનારાં સ્પંદનોનું યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !
૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો.
