શિવ-પાર્વતીજી, ૩૩ કરોડ દેવતા, સપ્તર્ષિ અને કામધેનુના વાસ્તવ્યથી પુનિત થયેલી જમ્મુ ખાતેની ‘શિવખોરી’ ગુફા !
શિવભક્ત ભસ્માસુરે શિવ પાસેથી અમરત્વ મળવા માટે કઠોર તપશ્ચર્યા કરી. તેની તપશ્ચર્યા પર પ્રસન્ન થઈને શિવ તેને ‘વરદાન’ માગવાનું કહે છે. ત્યારે ભસ્માસુર શિવ પાસે ‘અમરત્વ’ માગે છે. ત્યારે શિવ કહે છે, ‘‘અમરત્વ આપવું સંભવ ન હોવાથી અન્ય કોઈપણ વર માગ.’’