સનાતન

સંસ્‍થા

25 years of Sanatan Sanstha


અખિલ માનવજાતિ માટે માર્ગદર્શક

આનંદમય જીવનનો માર્ગ !


સનાતન સંસ્‍થા

25 years of Sanatan Sanstha

અખિલ માનવજાતિ માટે માર્ગદર્શક

આનંદમય જીવનનો માર્ગ !

સનાતન સંસ્‍થામાં આપનું સ્‍વાગત છે. સનાતન સંસ્‍થા છેલ્‍લા ૨૫ વર્ષોથી સનાતન ધર્મને સમર્પિત છે તેમજ અધ્‍યાત્‍મ વિશેના માર્ગદર્શનની એક દીવાદાંડી બની ગઈ છે. જે લોકો ધર્મને ઊંડાઈથી સમજવા માગે છે અને આધ્‍યાત્‍મિક જીવન જીવવા માગે છે, તે લોકો માટે નિયમિત આધ્‍યાત્‍મિક માર્ગદર્શન, ઉપકરણો અને સહાયક વાતાવરણ પ્રદાન કરવા માટે અમે કટિબદ્ધ છીએ. પહેલાંના કાળમાં વિખ્‍યાત ડૉક્‍ટર રહેલા અને હવે એક મહાન આધ્‍યાત્‍મિક ગુરુ તરીકે વિખ્‍યાત સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. જયંત આઠવલેજીએ ૨૨ માર્ચ ૧૯૯૯માં તેમના સદ્‌ગુરુ સંત ભક્તરાજ મહારાજજીની કૃપાથી સંસ્‍થાની સ્‍થાપના કરી. તમારા સહુની લાગણી, સમર્થન તેમજ સંત, શંકરાચાર્ય અને ભગવાનના આશીર્વાદથી સનાતન રૂપી આ બીજ આજે ફૂલ્‍યું-ફાલ્‍યું છે.

વ્‍યક્તિગત આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે ઉપયોગી તમને તમારો અનોખો માર્ગ શોધવામાં સનાતન સંસ્‍થા તમારી સહાયતા કરે છે. આવો, અમારા આધ્‍યાત્‍મિક તેમજ ધાર્મિક ક્ષેત્રમાં સેવારત રહેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના રજત જયંતી મહોત્‍સવમાં અમારી સાથે જોડાઈ જાવ; જેથી અમે અમારું આધ્‍યાત્‍મિક કાર્ય આગામી ૨૫ વર્ષ જ નહીં, પરંતુ તેનાથી વધુ લાંબા સમયગાળા માટે ચાલુ રાખીને આપની સેવા કરી શકીએ.

સંસ્‍થાપકનો સંદેશ

સનાતન સંસ્‍થાનું પ્રાથમિક ધ્‍યેય એવા નિષ્‍ઠાવાન ભક્તો તૈયાર કરવાનું છે કે, જેમની ભક્તિને કારણે ભગવાનને પૃથ્‍વી પર અવતાર ધારણ કરવો જ પડશે અને ધર્મની પુનર્સ્‍થાપના કરવી જ પડશે : ભગવાન શ્રીકૃષ્‍ણએ સાધુજનોના રક્ષણ માટે અને દુષ્‍ટોના નાશ માટે વારંવાર અવતાર લેવાનું વચન આપ્‍યું છે. લોકોને આશ્‍ચર્ય થાય છે કે રાષ્‍ટ્ર અને ધર્મ આટલા સંકટમાં હોવા છતાં તેમણે અવતાર ધારણ કેમ નથી કર્યો. તેનો ઉત્તર એમ છે કે આપણે ભક્ત પ્રહ્‌લાદ જેવી ભક્તિ નથી કરતા કે ભગવાન આપણા રક્ષણ માટે અવતાર ધારણ કરે. આપણે આપણી સાધના અને ભક્તિ એટલી તો વધારવી જોઈએ કે ભગવાનને અવતાર ધારણ કરવાની ફરજ પડે. તેથી હંમેશાં કહેવામાં આવે છે કે ‘ભક્તિમાં શક્તિ છે’.

– (સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ) ડૉ. જયંત બાળાજી આઠવલે

પ્રેરક અનુભવ

આપના આધ્‍યાત્‍મિક અનુભવો જણાવો

સનાતન સંસ્‍થાની વિશેષતાઓ

ગુરુકૃપાયોગ

આનંદપ્રાપ્‍તિનો સૌથી સહેલો માર્ગ

સ્‍વભાવદોષ નિર્મૂલન અને સદ્‌ગુણોનો વિકાસ

અપેક્ષા વિનાનો પ્રેમ (પ્રીતિ)

અહંકાર ઓછો કરવો

ભગવાનનું નામસ્‍મરણ કરવું

ભક્તિ વૃદ્ધિંગત કરવી

સત્‍સંગ

સેવા

ત્‍યાગ

સ્‍વભાવદોષ નિર્મૂલન અને સદ્‌ગુણોનો વિકાસ

અહંકાર ઓછો કરવો

ભગવાનનું નામસ્‍મરણ કરવું

ભક્તિ વૃદ્ધિંગત કરવી

સત્‍સંગ

સેવા

ત્‍યાગ

અપેક્ષા વિનાનો પ્રેમ (પ્રીતિ)

વર્ષ ૧૯૯૩માં સંત ભક્તરાજ મહારાજજીએ ડૉ. આઠવલેજીને જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્‍ય પ્રદાન કર્યા. એક રીતે તેમણે ડૉ. આઠવલેજીને જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો અધિકાર સોંપી દીધો. વર્ષ ૧૯૯૪માં ડૉ આઠવલેજીએ ગુરુકૃપાયોગ (ગુરુદેવની કૃપાનો માર્ગ)નું પ્રતિપાદન કર્યું કે જે આ બધા જ માર્ગોનો સંગમ છે. ગુરુકૃપાયોગ જ્ઞાન, ભક્તિ અને કર્મ વચ્‍ચે સમતોલ જાળવીને આપની આધ્‍યાત્‍મિક પ્રગતિ સુનિશ્‍ચિત કરે છે. આ પ્રત્‍યેક વ્‍યક્તિની આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ સુનિશ્‍ચિત કરનારો, એક અદ્વિતીય સંયોગ છે, જેમાં અષ્‍ટાંગ સાધનાનાં પાસાં છે. સંસ્‍થાની સ્‍થાપનાના આ ૨૫ વર્ષોના નાનકડા સમયગાળામાં ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક સ્‍થિતિ સુધી પહોંચનારી વ્‍યક્તિઓની સંખ્‍યા દ્વારા એમ સ્‍પષ્‍ટ થાય છે કે આ સાધનામાર્ગથી સનાતનના સાધકોની સાધના થઈ રહી છે, તેઓને અનુભૂતિઓ થઈ રહી છે અને તેઓ પ્રગતિ પણ કરી રહ્યા છે.

સનાતનનાં રત્નો

સામાન્‍ય વ્‍યક્તિઓને સાધક, સંત, સદ્‌ગુરુ અને પરાત્‍પર ગુરુ પદ સુધી લઈ જનારા સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજી

પરાત્‍પર ગુરુ

(૯૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સદ્‌ગુરુ

(૮૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સંત

(૭૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સાધકો

(૬૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

પરાત્‍પર ગુરુ

(૯૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સદ્‌ગુરુ

(૮૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સંત

(૭૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

સાધકો

(૬૦ ટકા થી વધુ આધ્‍યાત્‍મિક સ્‍તરના સાધકો)

કલાઓના માધ્‍યમ દ્વારા સાધના

અનેક સાધક-કલાકાર, કલાના માધ્‍યમ દ્વારા ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે સાધના તરીકે ચિત્રકળા, મૂર્તિકળા, સંગીત, નૃત્‍ય, વાસ્‍તુકળા ઇત્‍યાદિ કરી રહ્યા છે. પોતપોતાના ક્ષેત્રમાં પ્રવીણ કલાકાર-સાધક, પોતાની કળામાં સાત્ત્વિકતા વધારવા માટે સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ શોધકાર્ય પણ કરી રહ્યા છે.

સંગીત

મૂર્તિકળા

ચિત્રકળા

સાત્ત્વિક મેંદી

સાત્ત્વિક રંગોળી

નૃત્ય

સંગીત

મૂર્તિકળા

ચિત્રકળા

સાત્ત્વિક મેંદી

સાત્ત્વિક રંગોળી

નૃત્ય

સનાતનની ગ્રંથ સંપદા

સનાતનની ગ્રંથ સંપદા લાખો જિજ્ઞાસુઓ માટે માર્ગદર્શક છે. જે લોકો અધ્‍યાત્‍મ શીખવું, જીવવું અને અનુભવ કરવા ઇચ્‍છુક છે, તેમના માટે આ ગ્રંથો પ્રાયોગિક માર્ગદર્શન કરી રહ્યા છે. વિવિધ વિષયો પર આધારિત સનાતનના આ ગ્રંથો આપની જિજ્ઞાસાને સંતોષવા માટે સહાયતા કરશે.

આ ગ્રંથો અધ્‍યાત્‍મના શા માટે અને કેવી રીતે વિશે વૈજ્ઞાનિક પરિભાષામાં ઉત્તર આપે છે.
જાણકારી સમજવામાં સરળ પડે, તે રીતે આપવામાં આવી છે.
સૂક્ષ્મ – જ્ઞાન પર આધારિત વિશ્‍લેષણ અને ચિત્રો સમાવિષ્‍ટ કરવામાં આવ્‍યા છે.

સૂક્ષ્મ જગત્‌ના અગ્રીમ દૂત

આપણા ભૌતિક વિશ્‍વથી ઘણું મોટું અને એક શક્તિશાળી વિશ્‍વ છે, કે જે પાંચેય ઇંદ્રિયો, મન અને બુદ્ધિની સમજની પેલેપાર છે. તેને સૂક્ષ્મ વિશ્‍વ કહે છે. અદૃશ્‍ય હોવા છતાં પણ તે આપણા જીવનને ભિન્‍ન પ્રકારથી પ્રભાવિત કરે છે. વર્ષ ૧૯૮૨માં સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીનું સૂક્ષ્મ જગત્ ભણી ધ્‍યાન આકર્ષિત થયું. ત્‍યારથી તેઓ સૂક્ષ્મ જગત્‌ના અલગ અલગ પાસાંનો અભ્‍યાસ કરવા લાગ્‍યા અને તે વિશે સાધકોને શીખવવા લાગ્‍યા, જેમકે પોતાની સક્રિય છઠ્ઠી ઇંદ્રિયનો ઉપયોગ કરીને સૂક્ષ્મ જ્ઞાન પ્રાપ્‍ત કરવું, સૂક્ષ્મ વિશ્‍લેષણ કરવું, સૂક્ષ્મ ચિત્ર દોરવું. સનાતનના આશ્રમમાં સૂક્ષ્મ જગત્‌ના દૃશ્‍ય પરિણામોનું એક સંગ્રહાલય છે. સનાતનના ગ્રંથોમાં આ સૂક્ષ્મ જગત્‌ દ્વારા પ્રાપ્‍ત અમૂલ્‍ય એવું જ્ઞાન આપેલું છે.

આધ્‍યાત્‍મિક સંશોધન

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ અનુભવ લીધો કે વર્તમાન પેઢીઓ કથા-વાર્તાઓની તુલનામાં અનુભવજન્‍ય આંકડાઓ પર વધારે વિશ્‍વાસ રાખે છે. તેથી તેમણે અલગ અલગ વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા અધ્‍યાત્‍મ શાસ્‍ત્ર અને ઘટનાઓનો અભ્‍યાસ કરવાનો આરંભ કર્યો તેમજ તે નિષ્‍કર્ષોને પોતાના સૂક્ષ્મ-પરીક્ષણો સાથે જોડ્યા. આ ઉપકરણોની સહાયતાથી દેવતાઓની લહેરો, ભૌતિક જગત્ પર સૂક્ષ્મ જગત્‌નું સકારાત્‍મક તેમજ નકારાત્‍મક પરિણામ, તેમજ શારીરિક, મનોવૈજ્ઞાનિક અને આધ્‍યાત્‍મિક ત્રાસ પર આધ્‍યાત્‍મિક ઉપાયોનાં પરિણામો વિશે ઘણી બધી જાણકારી ભેગી થઈ છે. આ સંશોધનના ઉપયોગથી તેમણે કલા, યજ્ઞ-યાગ, ધ્‍યાન, આયુર્વેદ ઇત્‍યાદિ ક્ષેત્રોમાંનાં નવા પાસાં શોધી કાઢ્યા છે.

આધ્‍યાત્‍મિક સંગ્રહાલય

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીના માર્ગદર્શન હેઠળ એક આધ્‍યાત્‍મિક સંગ્રહાલયની સ્‍થાપના કરવામાં આવી રહી છે. આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ મૂલ્‍યવાન અને અનોખી વસ્‍તુઓ; પંચમહાભૂતોનું પરિણામ દર્શાવનારી માટી, પાણી જેવી સહસ્રો વસ્‍તુઓ; ભારતનાં વિભિન્‍ન તીર્થક્ષેત્રો, મંદિરો, સંતોના મઠ, સંતોનાં સમાધિસ્‍થાનો, ઐતિહાસિક સ્‍થાનો ઇત્‍યાદિનાં અનેક છાયાચિત્રો અને ૧૬,૦૦૦ થી વધુ વિડિઓ આ આધ્‍યાત્‍મિક સંગ્રહાલયમાં રાખવામાં આવશે. આ સંગ્રહાલય આધ્‍યાત્‍મિક જગત્‌ના ઇતિહાસના પૃષ્‍ઠોમાં એક નવા અધ્‍યાયનો આરંભ કરશે, કે જ્‍યાં પહેલીવાર આવી આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ મૂલ્‍યવાન વસ્‍તુઓને એકઠી કરીને આગામી પેઢીઓનાં અભ્‍યાસ માટે જાણવણી કરવામાં આવી છે..

બધા માટે સ્‍વયં-ઉપચાર

માનવીના શારીરિક અને માનસિક ત્રાસ પાછળ મોટાભાગે આધ્‍યાત્‍મિક કારણો હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ આધ્‍યાત્‍મિક કારણ છે – અનિષ્‍ટ શક્તિને કારણે થનારા ત્રાસ. સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ આઠવલેજીએ આધ્‍યાત્‍મિક ઉપાયોની ઘણી નવી વિધિઓનો અભ્‍યાસ, નિર્માણ અને મહાવરો કર્યો છે. આ સ્‍વયં-ઉપચાર સહેલા પરંતુ અત્‍યંત પરિણામકારી છે. આ કરવા માટે તમારે કેવળ સમય આપવાની આવશ્‍યકતા છે. માનવજાતિને આનો લાભ થાય તેથી તે બધા માટે સનાતનના ગ્રંથો, વેબસાઇટ અને અન્‍ય માધ્‍યમો દ્વારા વિનામૂલ્‍ય ઉપલબ્‍ધ કરાવી આપ્‍યા છે.

સમગ્ર વ્‍યક્તિત્‍વનો વિકાસ

સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ જોયું કે લોકોના દુઃખ અને અસંતોષ પાછળનું એક મુખ્‍ય કારણ છે વ્‍યક્તિત્‍વ (સ્‍વભાવ) દોષ અને ઉણપો. એક અભ્‍યાસુ નિદાન કરનારા સંમોહન ઉપચાર તજ્‌જ્ઞ હોવાથી, તેઓ માનવીને વ્‍યક્તિગત વિકાસ અને આધ્‍યાત્‍મિક વિકાસ થવા માટે માર્ગદર્શન કરવામાં અગ્રણી હતા. તેથી તેમણે સ્‍વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા વિકસિત કરી, જે એક અગ્રણી કાર્યક્રમ છે, કે જેણે હજારો લોકોના જીવનમાં અમૂલ્‍ય ફેરફાર કર્યો છે. સ્‍વભાવદોષ નિર્મૂલન પ્રક્રિયા એક દૈનિક મહાવરો છે, કે જે સમગ્ર વ્‍યક્તિત્‍વ વિકાસમાં તમારી સહાયતા કરે છે.

દૈવી બાળકોની શોધ

છેલ્‍લા કેટલાંક વર્ષોથી, સચ્‍ચિદાનંદ પરબ્રહ્મ ડૉ. આઠવલેજીએ અનેક ઉચ્‍ચ આધ્‍યાત્‍મિક ક્ષમતા ધરાવતા અસામાન્‍ય બાળકોને જોયા. આ બાળકો પોતાની બુદ્ધિમત્તા, સૂક્ષ્મ પાસાં સમજવાની ક્ષમતા, ભગવાન પર ઘણી શ્રદ્ધા તેમજ અન્‍ય ગુણોને કારણે બધાનું ધ્‍યાન આકર્ષિત કરી લે છે. ગુરુદેવજીના આધ્‍યાત્‍મિક શોધથી જાણવા મળ્યું કે, તેઓ બ્રહ્માંડના સૂક્ષ્મ ઉચ્‍ચ લોકમાંથી આવ્‍યાં છે. આવા બાળકોનું મહત્ત્વ અને વર્તમાનમાં તેમના જન્‍મનો ઉદ્દેશ સમજવા માટે આવા એક હજારથી વધુ બાળકોના જીવન પર આધ્‍યાત્‍મિક શોધકાર્ય કરવામાં આવી રહ્યું છે.

સનાતન આશ્રમ

સનાતન સંસ્‍થાનો પ્રમુખ આશ્રમ એક આધ્‍યાત્‍મિક પુણ્‍યભૂમિ છે, કે જે અવિરત આધ્‍યાત્‍મિક સંશોધન કરીને આગળ ધપવા માટે અનુકૂળતા પ્રદાન કરે છે. આશ્રમમાં અધ્‍યાત્‍મ પર નિરંતર પ્રગતિશીલ માર્ગદર્શન કરવામાં આવે છે, કે જે સાધકોને શીખવા માટે, અભ્‍યાસ કરવા માટે, આધ્‍યાત્‍મ જીવવા માટે તેમજ પોતાના અંતરની દિવ્‍યતાનો અનુભવ લેવા માટે સક્ષમ બનાવે છે. આશ્રમ એક આધુનિક ગુરુકુળ છે, કે જે એવા લોકોની આવશ્‍યકતાઓ પૂર્ણ કરે છે, જેમનું અંતિમ ધ્‍યેય આત્‍મજ્ઞાન (મોક્ષ અથવા ઈશ્‍વરનો સાક્ષાત્‍કાર) પ્રાપ્‍ત કરવાનું છે. મોક્ષ પ્રાપ્‍તિ જેવા એકજ ધ્‍યેયને કારણે સાધકો, જાતિ, સંપ્રદાય, લિંગ અને અન્‍ય મતભેદોમાં ગૂંચવાઈ રહેવાને બદલે તેમાંથી ઉપર આવવાથી આશ્રમમાં વાસ્‍તવિક રીતે આધ્‍યાત્‍મિક જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થાય છે.

આવો, જાણી લઈએ સનાતન સંસ્થાના દિવ્ય કાર્યો વિષે પ્રસિદ્ધ વ્યક્તિઓએ વ્યક્ત કરેલા અમૂલ્ય અંતઃકરણસ્પર્શી વિચારો !


માન્‍યવરોના અભિમત

અમારા ઉપક્રમો

તણાવ મુક્તિ માટે વ્‍યાખ્‍યાન

વિનામૂલ્‍ય સાપ્‍તાહિક ઑનલાઇન સત્‍સંગ

વિનામૂલ્‍ય આરોગ્‍ય ચકાસણી શિબિર

નૈતિક મૂલ્‍યોના બાળસંસ્‍કાર વર્ગો

ગ્રંથ તેમજ સાત્ત્વિક ઉત્‍પાદનોનું પ્રદર્શન

હિંદુ ધર્મ વિશે વ્‍યાખ્‍યાન


અમારી સાથે અમર્યાદ આનંદના પ્રવાસનો લાભ લો
!

તમે કરેલું દાન અન્‍ય અનેક લોકોના જીવનને સફળ બનાવવામાં અમારી સહાયતા કરશે