૨ સહસ્ર રૂપિયાની નવી નોટો દ્વારા નીકળનારાં સ્પંદનોનું યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા વૈજ્ઞાનિક પરીક્ષણ !

૧. પ્રસ્તાવના અને ઉદ્દેશ

   ૮.૧૧.૨૦૧૬ના દિવસે ભારત સરકાર અને ભારતીય રિઝર્વ બેંકે ૫૦૦ તેમજ ૧૦૦૦ રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ અવૈધ ઘોષિત કરીને, ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ બેંકોને આપી. આ નવી નોટમાંથી નીકળનારાં સ્પંદનો લાભદાયક છે ખરાં ? આ બાબતનું અધ્યયન વૈજ્ઞાનિક દ્દષ્ટિએ કરવા માટે દિનાંક ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે ગોવા સ્થિત સનાતન આશ્રમમાં યુ.ટી.એસ ઉપકરણની સહાયતાથી પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગનું નિરીક્ષણ તેમજ વિવરણ અત્રે આપી રહ્યા છીએ.

૨. પ્રયોગનું સ્વરૂપ

   આ પ્રયોગમાં ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નોટને એ રીતે રાખવામાં આવી કે તેની સામેની બાજુ આગળ આવે. ત્યાર પછી યુ.ટી.એસ ઉપકરણ દ્વારા નિરીક્ષણ કરીને અધ્યયન કરવામાં આવ્યું.

૩. વૈજ્ઞાનિક કસોટી દ્વારા નવી ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નોટ વિશે મળેલી જાણકારી

   ભારતીય રિઝર્વ બેંકે ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નોટો અમલમાં મૂકી, જેનો રંગ રિંગણી અને આકાર, (લંબાઈ x પહોળાઈ) ૧૬૬ મિલીમીટર x ૬૬ મિલીમીટર છે. તેના એક પાના પર ગાંધીજીનું છાયાચિત્ર, અશોક સ્તંભનું ચિહ્ન, ગવર્નરના હસ્તાક્ષર ઇત્યાદિ છે, જ્યારે બીજી બાજુએ દેશના પ્રથમ આંતરગ્રહ અવકાશ ઉપક્રમ દર્શાવતું મંગલયાનનું ચિત્ર, ઘોષવાક્ય સ્વચ્છ ભારત આ ઉપક્રમનું બોધચિહ્ન, નોટનું મુદ્રણ વર્ષ ઇત્યાદિ છાપ્યું છે.

૪. યુ.ટી.એસ ઉપકરણ દ્વારા પ્રભામંડળ માપવું

૪ અ. યુ.ટી.એસ ઉપકરણનો પરિચય 

સદર ઉપકરણને ઑરા સ્કેનર પણ કહેવામાં આવે છે. તેના દ્વારા પરિબળો (વસ્તુ, મકાન, પ્રાણી અને માનવી)ની ઉર્જા તેમજ તેનું પ્રભામંડળ માપી શકાય છે. આ યંત્રનો વિકાસ ભાગ્યનગર, તેલંગણા ખાતેના માજી પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. મન્નમ મૂર્તિએ વર્ષ ૨૦૦૩માં કર્યો હતો. તેઓ કહે છે કે આ યંત્રનો પ્રયોગ, મકાન, ચિકિત્સાશાસ્ત્ર, પશુ ચિકિત્સાશાસ્ત્ર તેમજ વૈદિક શાસ્ત્રમાં આવનારી અડચણોને ખોળી કાઢવા માટે કરી શકાય છે.

૪ આ. પ્રયોગ માટે પરિબળ વસ્તુઓ અને તેમનું વિવરણ

૪ આ ૧. નકારાત્મક ઉર્જા 

સદર ઉર્જા હાનિકારક હોય છે. તેના બે પ્રકાર છે.

અ. અવરક્ત ઉર્જા (ઇન્ફ્રારેડ) 

તેમાં, પરિબળ વસ્તુઓ દ્વારા નીકળનારી ઇન્ફ્રારેડ ઉર્જા માપી શકાય છે.

આ. પરારિંગણી ઉર્જા (અલ્ટ્રાવાયોલેટ) 

તેમાં કોઈ વસ્તુ દ્વારા નીકળનારી અલ્ટ્રાવાયોલેટ ઉર્જા માપવામાં આવે છે.

૪ આ ૨. સકારાત્મક ઉર્જા 

આ ઉર્જા લાભદાયક હોય છે. આ માપવા માટે સ્કેનરમાં સકારાત્મક ઉર્જા દર્શાવનારા +ve નમૂના વસ્તુ રાખવામાં આવે છે.

૪ આ ૩. યુ.ટી.એસ ઉપકરણ દ્વારા પરિબળ વસ્તુનું પ્રભામંડળ માપવું 

પ્રભામંડળ માપવા માટે તે પરિબળ વસ્તુના સર્વાધિક સ્પંદનો ધરાવતા નમૂના (સેંપલ)નો ઉપયોગ કરવામાં આવે છે; ઉદા. વ્યક્તિ વિશે તેની લાળ અથવા છાયાચિત્ર, વસ્તુ વિશે તેનું છાયાચિત્ર, વનસ્પતિ વિશે તેનું પાન, મનુષ્યેતર પ્રાણીઓ વિશે તેમના વાળ, મકાન વિશે ત્યાંની માટી અથવા ધૂળ અને દેવતાની મૂર્તિ વિશે તેમાં લગાડેલું ચંદન, કંકુ, સિંદૂર ઇત્યાદિ.

૪ ઇ. યુ.ટી.એસ ઉપકરણ દ્વારા પ્રયોગ કરવાની પદ્ધતિ 

આના દ્વારા પ્રયોજ્ય વસ્તુની ક્રમવાર ઇન્ફ્રારેડ ઉર્જા, અલ્ટ્રાવાયોલેટ ઉર્જા અને સકારાત્મક ઉર્જા માપવામાં આવે છે. તેના માટે આવશ્યક નમૂનો યુ.ટી.એસ સ્કેનરમાં રાખવામાં આવે છે. ઉપર્યુક્ત ત્રણ પરીક્ષણો પછી વસ્તુનું પ્રભામંડળ માપવામાં આવે છે અને તેના માટે તેમાં સૂત્ર ૪ આ ૩માં આપ્યા પ્રમાણે નમૂના વસ્તુ મૂકવામાં આવે છે.
મકાન અથવા વસ્તુની ઇન્ફ્રારેડ ઉર્જા માપવા માટે યુ.ટી.એસ સ્કેનરમાં પહેલા ઇન્ફ્રારેડ ઉર્જા માપક નમૂનો રાખવામાં આવે છે. ત્યાર પછી, પરીક્ષક વ્યક્તિ સ્કેનરને વિશિષ્ટ પદ્ધતિથી હાથમાં પકડીને, પ્રયોજ્ય વસ્તુ સામે લગભગ ૧ ફૂટ અંતર પર ઊભી રહે છે. તે સમયે સ્કેનરની બન્ને ભુજાઓ વચ્ચે થનારો ખૂણો તે વસ્તુની ઇન્ફ્રારેડ ઉર્જાનું પ્રમાણ દર્શાવે છે; ઉદા. સ્કેનરની ભુજાઓ ૧૮૦ અંશ ખુલે, ત્યારે તે વસ્તુની ઇન્ફ્રારેડ ઉર્જા ૧૦૦ ટકા છે અને સ્કેનરની ભુજા જરા પણ ખુલે નહીં (અર્થાત્ ૦ અંશ ખૂણો હોય), ત્યારે તે વસ્તુમાં ઇન્ફ્રારેડ ઉર્જા નથી. સ્કેનરની ભુજા ૧૮૦ અંશ ખુલ્યા પછી, ભુજાઓનો આ ખૂણો, સ્કેનરને તે વસ્તુથી કેટલો દૂર રાખવાથી આમ જ રહે છે તે માપવામાં આવે છે. આ અંતર, તે વસ્તુની ઇન્ફ્રારેડ ઉર્જાનું પ્રભામંડળ થયું. સ્કેનરની ભુજાઓ જ્યારે ૧૮૦ અંશ કરતાં ઓછા ખૂણામાં ખૂલે, તો તેનો અર્થ એમ છે કે તે વસ્તુની બધી બાજુએ ઇન્ફ્રારેડ ઉર્જાનું પ્રભામંડળ નથી. આ રીતે, ક્રમવાર અલ્ટ્રાવાયોલેટ ઉર્જા, સકારાત્મક ઉર્જા અને તે વસ્તુના વિશિષ્ટ સ્પંદનોનું પ્રભામંડળ માપવામાં આવે છે.

૫. પ્રયોગમાં અચૂકતા લાવવા માટે વર્તવામાં આવેલી સાવચેતી

અ. ઉપકરણનો પ્રયોગ કરનારી વ્યક્તિ આધ્યાત્મિક ત્રાસ (નકારાત્મક સ્પંદનો) વિહોણી હતી.

આ. પરિધાન કરેલા વસ્ત્રના રંગોથી પરીક્ષણ પર અસર ન થાય તે માટે ઉપકરણનો પ્રયોગ કરનારી વ્યક્તિએ ધોળા રંગના કપડાં પરિધાન કર્યાં હતાં.

૬. યુ.ટી.એસ (યુનિવર્સલ થર્મો સ્કેનર) ઉપકરણ દ્વારા જે ૨ સહસ્ર રૂપિયાની નોટનું
પરીક્ષણ ૨૬.૧૧.૨૦૧૬ના દિવસે કરવામાં આવ્યું, તેનું નિરીક્ષણ, વિવેચન અને નિષ્કર્ષ દર્શાવનારી સારણી


નોંધ – સ્કેનરની ભુજાઓ ૧૮૦ અંશમાં ખૂલવાથી જ તે પરિબળ વસ્તુનું પ્રભામંડળ માપી શકાય છે; તેના ઓછા ખૂલવા પર માપી શકાતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે પરિબળ વસ્તુને પ્રભામંડળ નથી.

૬ અ. સારણીમાં નકારાત્મક ઉર્જાના પાઠ્યાંકોનું વિવેચન

૬ અ ૧. નકારાત્મક ઉર્જા મળવી 

૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટનું સ્કેનરથી પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે, સ્કેનરની ભુજાઓ ૧૮૦ અંશ ખૂલી ગઈ. તેનો અર્થ ત્યાં મોટા પ્રમાણમાં નકારાત્મક ઉર્જા છે. તેનું પ્રભામંડળ ૧.૦૫ મીટર જ્ઞાત થયું. અર્થાત્ તેટલા ક્ષેત્રમાં તે નકારાત્મક ઉર્જા પ્રક્ષેપિત થઈ રહી છે.

૬ આ. સારણીમાં સકારાત્મક ઉર્જા વિશે પાઠ્યાંકોનું વિવેચન

૬ આ ૧. સકારાત્મક ઉર્જા ન મળવી 

જ્યારે ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટનું પરીક્ષણ કર્યું, ત્યારે સ્કેનરની ભુજાઓ જરા પણ ખૂલી નહીં. તેનો અર્થ એમ કે ત્યાં સકારાત્મક ઉર્જા નથી આ નોટ સાત્ત્વિક ન હોવાનું પ્રમાણ છે.

૬ ઇ. સારણીની વસ્તુઓના પ્રભામંડળના પાઠ્યાંકોનું વિવેચન

૬ ઇ ૧. ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટનું પ્રભામંડળ ઘણું નાનું હોવું 

સામાન્ય વ્યક્તિનું પ્રભામંડળ લગભગ ૧ મીટર હોય છે. પરીક્ષણમાં ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટનું પ્રભામંડળ ૦.૮૦ મીટર જાણવા મળ્યું, જે સામાન્ય વ્યક્તિના પ્રભામંડળની તુલનામાં ઘણું ઓછું છે. આ, નવી નોટથી નીકળનારા આધ્યાત્મિક ષ્ટિએ ત્રાસદાયક સ્પંદનોનો પ્રભાવ છે.

૭. નિષ્કર્ષ

   કોઈ વસ્તુના સ્પંદનો તેની સાથે સંબંધિત પરિબળો પર (ઉદા. આકૃતિ, રંગ, નકશી ઇત્યાદિ) પર આધારિત હોય છે. નવી નોટના પરિબળો સાત્ત્વિક ન હોવાથી તેમાંથી સકારાત્મક સ્પંદનોને બદલે નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થયા. તેનાથી સ્પષ્ટ થાય છે કે ૨ સહસ્ર રૂપિયા મૂલ્ય ધરાવતી નવી નોટ સાત્ત્વિક નથી. તેથી તેનો ઉપયોગ કરનારાને સાત્ત્વિક સ્પંદનો નહીં મળે અને ત્રાસ થશે આ વાત વૈજ્ઞાનિક પરીક્ષણ દ્વારા સિદ્ધ થઈ છે.

સૌ. મધુરા ધનંજય કર્વે, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય
ઇ-મેલ : [email protected]

કોઈ પરિબળ વસ્તુઓની આધ્યાત્મિક વિશિષ્ટતાઓ વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા પરીક્ષણ કરીને, અભ્યાસ કરવાનો ઉદ્દેશ

   પરિબળ વસ્તુમાં કેટલા ટકા સકારાત્મક સ્પંદનો છે ? તે સાત્ત્વિક છે કે નથી ? આધ્યાત્મિક ષ્ટિએ લાભદાયક છે કે નથી ? આ સમજવા માટે વ્યક્તિમાં બુદ્ધિની પેલેપાર સૂક્ષ્મ બાબતો સમજવાની યોગ્યતા હોવી આવશ્યક છે. આ યોગ્યતા ઉચ્ચ આધ્યાત્મિક સ્તર ધરાવતા સંતોમાં હોય છે. તેથી તેઓ પ્રત્યેક પરિબળનાં સ્પંદનો અચૂક ઓળખી કાઢે છે. શ્રદ્ધાળુઓ અને સાધક સંતોના વચનો પર વિશ્વાસ મૂકે છે. પરંતુ બુદ્ધિવાદી લોકો વિશે એમ હોતું નથી; તેમને પ્રત્યક્ષ પ્રમાણ જોઈતું હોય છે. તેમને પ્રત્યેક વાત વૈજ્ઞાનિક પરીક્ષણો દ્વારા સિદ્ધ કરી બતાવવી પડે છે, ત્યારે જ તેઓ તેને સત્ય માને છે.

શું સરકાર આ તાળો મેળવશે ખરી ?

૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કરોડો નોટો નષ્ટ કરવી, ૨૦૦૦ રૂપિયાની નવી નોટો છાપવી, તેને બદલવાની સુવિધા કરવી, તેના માટે થયેલા કુલ ખર્ચનો (અને નાગરિકોને થયેલી અગવડોનો) શું સરકાર તાળો મેળવશે ખરી ?