‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય’ ( ભાગ ૨ )

રોગનિવારણ માટે પ્રાણશક્તિ
(ચેતના) પ્રણાલીમાંના અવરોધોને પોતે શોધીને દૂર કરવા

   સંતોએ ભવિષ્યવાણી કરી છે કે આગામી ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ યુદ્ધને કારણે કરોડો લોકોનું મૃત્યુ થશે. કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ અન્ય સમયે પણ ઉપયોગી સનાતનનો ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધને કારણે થનારા વિકારો પર ઉપાય’નો પરિચય ક્રમશ: કરાવી રહ્યા છીએ.

આ ઉપચાર પદ્ધતિ કેવળ આપત્કાળની દૃષ્ટિએ જ નહીં, પરંતુ સદૈવ ઉપયોગી છે. વાચકોએ અત્યારથી જ આ ઉપાયો સમજી લઈને કાર્યાન્વિત કરવા. એમ કરવાથી આ ઉપચાર પદ્ધતિનો અભ્યાસ થશે, તે સાથે જ તેની સૂક્ષ્મ બાબતો (ઝીણવટો) પણ ધ્યાનમાં આવશે. તેનાથી, પ્રત્યક્ષ આપત્કાળમાં વિકારોનો સામનો કરવા માટે જોઈતો આત્મવિશ્વાસ ઉત્પન્ન થવામાં સહાયતા થશે. આ ત્રણ ભાગો દ્વારા વાચકોનો આ ઉપચાર પદ્ધતિથી પરિચય થશે. તેનું વિસ્તૃત વિવેચન ગ્રંથમાં કર્યું છે. વાચકોએ આ ગ્રંથ તેમના ગ્રંથકોશમાં અવશ્ય રાખવો.

ભાગ ૨ 

 

૨. ઉપચાર માટે આવશ્યક મુદ્રા અને નામજપ શોધવો

૨ અ. પંચતત્ત્વ અને તેની સાથે સંબંધિત દેવતાનો
નામજપ / પંચતત્ત્વો સાથે સંબંધિત બીજમંત્ર અને મુદ્રા

૨ અ ૧. મુદ્રા શોધવાની પદ્ધતિ

જ્યારે નાના સ્તર પરની અનિષ્ટ શક્તિઓથી ત્રાસ હોય, ત્યારે કનિષ્ઠિકા અને અનામિકા આંગળીઓથી સંબંધિત મુદ્રા કરવી પડે છે. આજકાલ અનિષ્ટ શક્તિઓનો પ્રકોપ વધી ગયો છે. તેથી કનિષ્ઠિકા અને અનામિકા આંગળીઓથી સંબંધિત મુદ્રા કરવાથી વધારે લાભ થશે નહીં. મોટા સ્તર પરની અનિષ્ટ શક્તિઓથી થતા ત્રાસ દૂર કરવા માટે મુદ્રા પણ તે સ્તર પરની હોવી જોઈએ.

મુદ્રા શોધતી વેળાએ

૧. અંગૂઠાનું ટેરવું આંગળીઓનાં ટેરવાં સાથે જોડવું,

૨. અંગૂઠાનું ટેરવું આંગળીઓનાં મૂળ સાથે જોડવું,

૩. આંગળીઓનાં ટેરવાં હથેળી સાથે જોડવાં અને

૪. તર્જનીનું ટેરવું અંગૂઠાના મૂળ સાથે જોડવું, આ રીતે ક્રમવાર પ્રયોગ કરવો. પ્રથમ મધ્યમા, પછી તર્જની અને અંતમાં અંગૂઠો, આ ક્રમથી મુદ્રા શોધવી. પ્રત્યેક મુદ્રા સામાન્ય રીતે ૨૦-૩૦ સેકંડ કરીને, તેનો પ્રભાવ જાણવાનો પ્રયત્ન કરવો. એક મુદ્રા કરી લીધા પછી ૩-૪ સેકંડ થોભીને આગળની મુદ્રાનો પ્રયોગ કરવો. આ પ્રયોગ કરતી વેળાએ જે મુદ્રાથી વધારે પ્રમાણમાં શ્વાસ લેવામાં અંતરાશ જણાતો હોય, તે મુદ્રા ઉપાય માટે ઉપયુક્ત હોય છે.

૧. અંગૂઠાનું ટેરવું આંગળીના ટેરવા સાથે જોડવું
૧. અંગૂઠાનું ટેરવું આંગળીના ટેરવા સાથે જોડ
૨. અંગૂઠાનું ટેરવું આંગળીના મૂળ સાથે જોડવું
૨. અંગૂઠાનું ટેરવું આંગળીના મૂળ સાથે જોડવું
૩. અંગૂઠાનું ટેરવું હથેળીને લગાડવું
૩. અંગૂઠાનું ટેરવું હથેળીને લગાડવું
૪. તર્જનીનું ટેરવું અંગૂઠાના મૂળ સાથે લગાડવું
૪. તર્જનીનું ટેરવું અંગૂઠાના મૂળ સાથે લગાડવું

 

૨ અ ૨. મુદ્રાના પ્રકાર તેમજ સગુણ-નિર્ગુણ સ્તર

pg9_1

૨ અ ૩. ત્રાસ પર સંબંધિત મહાભૂતના ઉપાય થવા માટે પ્રયોગ દ્વારા પ્રાપ્ત મુદ્રા
અને તેને અનુરૂપ કરવાનો જપ / પંચમહાભૂત સાથે સંબંધિત દેવતાનો નામજપ / બીજમંત્રનો જપ

pg9_2

pg9_3

(દેવતાના નામજપ સાથે ૐ અથવા મહા જોડવા વિશેની સૂચનાઓ ભાગ ૩ ના સૂત્ર ૪ ઇ માં આપવામાં આવી છે.)

૨ અ ૪. પ્રયોગ દ્વારા પ્રાપ્ત ઉપાય ૨ કલાક કરવાથી પણ જો લાભ ન થાય, તો શું કરવું ?

ક્યારેક કોઈનો ત્રાસ ઘણો વધી જાય છે, તે સમયે તેના માટે ન્યાસ અને મુદ્રા શોધવી કઠિન થઈ શકે. તે રીતે જ, ક્યારેક શોધેલા ન્યાસ, મુદ્રાઓ અને તેને અનુસાર નામજપ ૨ કલાક કર્યા પછી પણ લાભ થતો નથી. ત્યારે વારંવાર પ્રયોગ કરવો પડે છે. તેનાથી બચવા માટે નીચે જણાવ્યા પ્રમાણે પ્રયત્નો કરવા –

અ.

પ્રયોગ દ્વારા પ્રાપ્ત ઉપાય ૨ કલાક કરીને પણ જો લાભ ન થાય, તે સમયે ધ્યાનમાં અથવા ઈશ્વરને પ્રશ્ન કરવો કે શું આ ઉપાય હજી ૧-૨ કલાક ચાલુ રાખવાથી લાભ થશે ખરો ? ઉત્તરમાં હા મળે તો તે ઉપાય ચાલુ રાખવો. આ ઉપાય ૧-૨ કલાક કર્યા પછી પણ જો લાભ ન થાય, તો નિમ્નાંકિત ઉપાય કરવો અને ઉત્તર ના મળે તો પણ આગળ જણાવેલો ઉપાય કરવો.

આ.

ન્યાસ મધ્યમા આંગળી દ્વારા (અગ્નિતત્ત્વ દ્વારા) કરી રહ્યા હોવ, તો તેના બદલે તેનાથી ઉચ્ચ સ્તર પરની વાયુતત્ત્વ સાથે સંબંધિત તર્જની આંગળી દ્વારા ન્યાસ કરવો. આ સમયે, અંગૂઠાનું ટેરવું તર્જનીના મૂળ સાથે જોડીને મુદ્રા કરવી અને અગ્નિ અથવા સૂર્યદેવનો જપ કરવાને બદલે હનુમાન અથવા વાયુદેવનો નામજપ કરવો.

ઇ.

ન્યાસ તર્જની દ્વારા (વાયુતત્ત્વ દ્વારા) કરી રહ્યા હોવ, તો તેને બદલે ઉચ્ચતર આકાશતત્ત્વ સાથે સંબંધિત અંગૂઠા દ્વારા કરવો. આ સમયે, તર્જનીનું ટેરવું અંગૂઠાના મૂળ સાથે જોડીને મુદ્રા કરવી અને હનુમાન અથવા વાયુદેવનો નામજપ કરવાને બદલે આકાશદેવતાનો નામજપ કરવો.

ઈ.

જો ઉપર્યુક્ત જપ અને ન્યાસથી પણ લાભ ન થાય, તો આકાશદેવતાનો નામજપ કર્યા વિના ન્યાસ કરવો; પણ મુદ્રા ઉપર જણાવ્યા પ્રમાણે જ હોવી જોઈએ.

ઉ.

આકાશદેવતાનો નામજપ સૂત્ર ઈ અનુસાર ૫-૬ દિવસ કરવા છતાં પણ લાભ ન થાય, તો વર્તમાનકાળમાં આવશ્યક શ્રીકૃષ્ણ ભગવાનનો નામજપ કરવો. આ સમયે બન્ને હાથની મધ્યમા અને અંગૂઠાના ટેરવાં એકબીજા સાથે જોડવા. હવે, એક હાથની મુદ્રાથી મણિપુરચક્ર પર ન્યાસ કરવો અને બીજા હાથની મુદ્રા તેમજ રહેવા દેવી, તેનો ન્યાસ કરવો નહીં.

આકાશદેવતાનો નામજપ નિર્ગુણ સ્તર પરનો હોય છે અને શ્રીકૃષ્ણનો નામજપ નિર્ગુણ-સગુણ સ્તર પરનો હોય છે. અનિષ્ટ શક્તિઓના આક્રમણો ક્યારેક વધારે પ્રમાણમાં સગુણ સ્તર પરના તો ક્યારેક વધારે પ્રમાણમાં નિર્ગુણ સ્તર પરના હોય છે. તેથી આવશ્યકતા અનુસાર આકાશદેવતા અથવા શ્રીકૃષ્ણનો અને આવશ્યકતા સમજાય નહીં, તો આકાશદેવતા અને શ્રીકૃષ્ણનો નામજપ એક પછી એક એવી રીતે કરવો વધારે લાભદાયક હોય છે.

મહાભૂતોનો નામજપ કરતી વેળાએ ભાવ જાગૃત થવો કઠિન હોય છે. તેનાથી ઉલટું, શ્રીકૃષ્ણનો નામજપ કરતી વેળાએ સહજતાથી ભાવ જાગૃત થઈ શકે છે. તેનાથી નામજપની પ્રભાવશીલતા પણ વધી જાય છે.

 

૨ આ. ઉચ્ચ દેવતાઓના અને નિર્ગુણ સાથે સંબંધિત નામજપ અને મુદ્રાઓ

૨ આ ૧. નામજપ શોધવાની પદ્ધતિ

સૂત્ર ૫ ઇ ૧ અ માં આપેલા નામજપમાંથી પહેલો નામજપ ૧-૨ મિનિટ કરતી વેળાએ નિરીક્ષણ કરવું કે શું શ્વાસ થોભી જાય છે અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી લાગે છે. આ રીતે, આગળના નામજપ કરતી વેળાએ નિરીક્ષણ કરવું. જે નામજપ સમયે શ્વાસ થોભી જવાની અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી થવાની તીવ્રતા વધારે હોય, તેને ઉપાય માટે સર્વાધિક ઉપયોગી સમજવો.

૨ આ ૧ અ. ઉપાય માટે આવશ્યક નામજપ

૧. કુળદેવતા, ઉપાસ્યદેવતા અને સપ્તદેવતા (શ્રીરામ, હનુમાન, શિવ, શ્રી દુર્ગાદેવી, શ્રી ગણપતિ, દત્ત અને શ્રીકૃષ્ણ)ના નામજપમાંથી પ્રત્યેક નામજપનો અનુભવ કરો. ઘણું કરીને દેવતાઓના નામજપના આરંભમાં શ્રી લગાડવામાં આવે છે, ઉદા. ‘ શ્રી ગણેશાય નમ: ।’

પ્રથમ આવી રીતે નામજપ કરીને અનુભવ કરો. તો પણ જો કોઈ અનુભવ ન થાય, તો પ્રત્યેક નામજપના આરંભ તેમજ અંતમાં એક ૐ લગાડીને નામજપ કરો અને તેના પ્રભાવનો અનુભવ કરો. એમ કરવાથી પણ જો કાંઈ અનુભવ ન થાય, તો નામજપના આરંભ અને અંતમાં બે વાર ૐ લગાડીને પ્રભાવનો અનુભવ કરો.

૨. શૂન્ય, મહાશૂન્ય, ૐ અને નિર્ગુણ, આ બધા ક્રમવાર ચડતા ક્રમમાં નિર્ગુણ સાથે સંબંધિત નામજપ છે. તેથી આ નામજપમાંથી ક્રમવાર એક-એક નામજપ કરીને તેના પ્રભાવનો અનુભવ કરો.

૨ આ ૨. મુદ્રા શોધવાની પદ્ધતિ

જુઓ સૂત્ર ૨ અ ૧ .

(આ વિષયને ગહનતાથી સમજવા માટે વાંચો : સનાતનનો (હિંદી ભાષામાં) ગ્રંથ ‘પ્રાણશક્તિ (ચેતના) પ્રણાલીમાં અવરોધ થવાથી થનારા વિકારો પર ઉપાય’)
નોંધ : વાચકોએ સદર ભાગ ૨ સંદર્ભ માટે પોતાની પાસે રાખવો.