આધ્‍યાત્‍મિક યાત્રા (સાધના)નો આરંભ કરો

આધ્‍યાત્‍મિક યાત્રા (સાધના)નો આરંભ કરવો શા માટે આવશ્‍યક છે ? માનવીજીવનનું કારણ શું છે ? અધ્‍યાત્‍મ વિશે જાણતા ન હોવાથી લોકોના મનમાં આ પ્રશ્‍ન હોય છે. જો ભગવાન જ સુખ અને દુઃખ આપતા હોય, તો મારો બધાને પ્રશ્‍ન છે કે સુખના સમયે કેટલા લોકો ભગવાન પ્રત્‍યે ધન્‍યવાદ કે કૃતજ્ઞતા વ્‍યક્ત કરે છે કે હે ભગવાન, આપની કૃપાથી જ આ સુખ મારા જીવનમાં આવ્‍યું. ઘણા ઓછા લોકો હશે. તો પછી જીવનમાં આવતા દુઃખો માટે આપણને ભગવાનને દોષ આપવાનો શું અધિકાર છે ? ખરું જોતાં ભગવાન ન તો સુખ આપે છે, ન દુઃખ. આપણાં કર્મો જ આપણા સુખ અને દુઃખનાં કારણો હોય છે. જીવનમાં આવનારા દુઃખોનો ધીરજથી સામનો કરવાની શક્તિ અને સર્વોચ્‍ચ સ્‍તર પરનો નિરંતર જળવાઈ રહેતો આનંદ કેવળ સાધનાથી જ મળે છે. સાધના અર્થાત્ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે કરવામાં આવતા પ્રયત્નો.

સુખ-દુઃખનાં કારણો કયા છે ?

સુખની ઇચ્‍છા જ દુઃખનું કારણ છે. દુઃખના બંધનોથી છૂટવાનો એકજ માર્ગ છે અને તે છે ઐહિક સુખની કામનાને નષ્‍ટ કરવી; કારણકે સુખની ઇચ્‍છાથી જ માનવી પુણ્‍ય કરવા જાય છે, પરંતુ સાથે પાપ પણ કરી બેસે છે અને જન્‍મ-મૃત્‍યુના આ ફેરા ચાલુ જ રહે છે.
આપણા જીવનમાં ૮૦ ટકા દુઃખનું કારણ આધ્‍યાત્‍મિક હોય છે.

અધિક વાંચો…..

મનુષ્‍યજીવનનું કારણ શું છે ?

માનવીનો ફરી-ફરીને જન્‍મ થવાનાં વિવિધ કારણો છે. તેમાં બે મુખ્‍ય કારણો છે – પહેલું કારણ છે પ્રારબ્‍ધ અર્થાત્ ગત જન્‍મના કરેલાં સારાં-નરસાં કર્મો ભોગવવા અને સામાન્‍ય જીવન જીવવું. દસ સહસ્રમાંથી કેવળ એક જીવ જ આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે જન્‍મ લે છે. આનંદપ્રાપ્‍તિ માટે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરે છે. જે આનંદસ્‍વરૂપ બ્રહ્મથી આપણી ઉત્‍પત્તિ થઈ છે, તેમના સુધી પહોંચવાનું આકર્ષણ બધાને થોડું-ઘણું તો હોય છે જ. તેમના સુધી પહોંચવા માટે અર્થાત્ આનંદપ્રાપ્‍તિ તેમજ ઈશ્‍વરપ્રાપ્‍તિ માટે શું કરવું આવશ્‍યક છે, તે અધ્‍યાત્‍મશાસ્‍ત્ર શીખવે છે.

આ માટે તમારી આધ્‍યાત્‍મિક યાત્રા (સાધના)નો આરંભ કરો !

* નામજપ : કળિયુગની શ્રેષ્ઠ ઉપાસના !
* નામજપ ક્યાં કરવો જોઈએ ?
* નામજપ કયો કરવો ?
* નામજપ અધિક એકાગ્રતાથી થાય તે માટે સ્વભાવદોષ (ષડ્‌રિપુ)-નિર્મૂલન પ્રક્રિયાનું મહત્ત્વ !
* અહં : ઈશ્‍વરપ્રાપ્‍તિમાં આવનારી નડતર
* સાધનામાં અતિ ઝડપથી પ્રગતિ કરવાનો માર્ગ કયો છે ?

ઑનલાઇન સાધના સંવાદ સત્સંગ માટે નોંધણી કરો.

નામજપ : કળિયુગની શ્રેષ્‍ઠ ઉપાસના !

શ્રીકૃષ્‍ણએ મહાભારતમાં કહ્યું છે કે ‘ ‘यज्ञानां जपयज्ञोऽस्‍मि ।’ અર્થાત્ કળિયુગમાં સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ હું છું. આના દ્વારા કળિયુગમાં નામજપનું મહત્ત્વ સ્‍પષ્‍ટ થાય છે. પૂજા, આરતી, ભજન, પોથીપાઠ ઇત્‍યાદિ ઉપાસનાના પ્રકારોને કારણે દેવતાની કૃપા થઈને દેવતાના તત્ત્વનો લાભ થાય છે; પણ આ ઉપાસનાની પોતાની મર્યાદા હોય છે. તેથી આપણને લાભ પણ મર્યાદિત જ મળે છે. દેવતાના તત્ત્વનો લાભ નિરંતર પ્રાપ્‍ત કરવા માટે દેવતાની ઉપાસના પણ નિરંતર કરવી જોઈએ. દેવતાની ઉપાસના નિરંતર કરતા રહેવાની એક ઉપાસના પદ્ધતિ છે – નામજપ. નામજપ અર્થાત્ ઈશ્‍વરના નામનું નિરંતર સ્‍મરણ કરવું. કળિયુગ માટે નામજપ જ સરળ અને સર્વોત્તમ ઉપાસના છે.

નામજપ ક્યાં કરવો જોઈએ ?

બધું ઈશ્‍વરે જ બનાવ્‍યું છે, તેથી ગમે ત્‍યાં અને ગમે ત્‍યારે નામજપ કરી શકો છો. એક સ્‍થાન પર બેસીને નામજપ કરવા કરતાં સારું છે કે બધા જ વ્‍યાવહારિક કામો કરતાં કરતાં નામજપ કરવો. એક તો નામજપ શ્રેષ્‍ઠ સાધના છે; એ નિરંતર (સતત) કરી શકાય છે. બીજું એમ કે વ્‍યવહારના બધા કામો કરતી વેળાએ નામજપ કરવાથી માયામાં રહીને પણ ન રહેવા જેવું જ છે. બધી સ્‍થિતિઓમાં ભગવાન સાથે જોડાઈ રહેવાને જ સહજાવસ્‍થા અથવા સહજસ્‍થિતિ કહે છે. નામજપ કરવા વિશે કોઈ નિશ્‍ચિત નિયમ નથી.

નામજપ કયો કરવો ?

અ. ગુરુ દ્વારા આપેલું નામ

જો ગુરુપ્રાપ્‍તિ થઈ હોય અને ગુરુમંત્ર મળ્યો હોય, તો તેનો જ જાપ કરવો.

આ. કુળદેવતા

ઈશ્‍વરના અનેક નામોમાંથી કુળદેવતાના નામજપનો જપ કરવો. જે કુળના દેવતા, અર્થાત્ કુળદેવી કે કુળદેવ, આપણી આધ્યાત્મિક ઉન્‍નતિ માટે અત્યંત આવશ્યક હોય છે, તે કુળમાં ઈશ્‍વર આપણને જન્મ આપે છે. અંતિમ શ્વાસ સુધી પ્રત્યેક વ્યક્તિને પોતાના પ્રારબ્ધની તીવ્રતા અનુસાર ભોગ ભોગવવા પડે છે. કુળદેવતાનો નામજપ કરવાથી આ તીવ્રતા ઓછી થાય છે.

કુળદેવ અને કુળદેવી એમ બન્‍ને હોય, તો કયો નામજપ કરવો ?

બાળપણમાં આપણે પિતાને બદલે માતા પાસે જ વધારે હઠ કરતા; કારણકે માતા આપણી હઠ તુરંત પૂરી કરે છે. તેવી જ રીતે કુળદેવ કરતાં કુળદેવી વહેલાં પ્રસન્‍ન થાય છે.

* કુળદેવ કરતાં કુળદેવી પૃથ્વીતત્ત્વ સાથે વધારે સંબંધિત હોય છે. તેમના નામથી સાધનાનો આરંભ કરીએ તો કોઈપણ ત્રાસ થતો નથી.

* જેમના કેવળ કુળદેવતા છે, તેઓ તેમનો જ જપ કરે; ઉદા. શ્રી વ્યંકટેશ કુળદેવતા હોય તો શ્રી વ્યંકટેશાય નમ: આ નામજપ કરવો.
પરાત્પર ગુરુએ આપેલો નામજપ આધ્યાત્મિક ઉન્‍નતિ માટે ૧૦૦ ટકા, કુળદેવીનો ૩૦ ટકા, જ્યારે કુળદેવનો ૨૫ ટકા પૂરક હોય છે.

અધિક વાંચો – નામજપ કયો કરવો ?

ઇ. પિતૃદોષ નિવારણ માટે દતાત્રેય દેવતાનું નામજપ

અધિક વાંચો – શ્રી ગુરુદેવ દત્તનો નામજપ (Audio) કેવી રીતે કરવો ?

નામજપ વિશે અધિક વાંચો

નામજપ અધિક એકાગ્રતાથી થાય તે માટે સ્વભાવદોષ (ષડ્‌રિપુ)-નિર્મૂલન પ્રક્રિયાનું મહત્ત્વ !

લગભગ આપણા બધામાં ગુસ્‍સો, ચીડિયાપણું, આળસ, ભૂલી જવું ઇત્‍યાદિ સ્‍વભાવદોષ ઓછા-વત્તા પ્રમાણમાં હોય છે. જે વ્‍યક્તિમાં સ્‍વભાવદોષ છે તે વ્‍યક્તિ ક્યારેય પણ ઈશ્‍વર સાથે એકરૂપ થઈ શકે નહીં. સ્‍વભાવદોષોને કારણે વધુ એક હાનિ થાય છે. સ્‍વભાવદોષોનો લાભ લઈને અનિષ્‍ટ શક્તિઓ માટે માનવીના શરીરમાં પ્રવેશ કરીને, તેમાં દીર્ઘકાળ સુધી વાસ કરવો સહેલું બની જાય છે. તેથી પ્રત્‍યેક વ્‍યક્તિ માટે સ્‍વભાવદોષ દૂર કરવા માટે પ્રમાણિક પ્રયત્નો કરવાનું આવશ્‍યક છે.

અહં : ઈશ્‍વરપ્રાપ્‍તિમાં આવનારી નડતર

અહંને પૂર્ણતઃ નષ્‍ટ કર્યા સિવાય પરમેશ્‍વરની કૃપા સંભવ નથી. સાધનાનો ઉદ્દેશ છે અહંનો નાશ (લય). માનવીમાં અહં અત્‍યંત ઊંડે સુધી હોય છે; સાધના દ્વારા પણ આના પર નિયંત્રણ રાખવું સહજતાથી શક્ય થતું નથી. અહં-નિર્મૂલન માટે સતર્કતાપૂર્વક પ્રયત્નો કરવા આવશ્‍યક છે.
અહં જેટલો વધુ હશે, વ્‍યક્તિ તેટલી જ દુઃખી થશે. માનસિક રોગીઓનો અહં સામાન્‍ય વ્‍યક્તિની તુલનામાં વધુ હોય છે; એટલા માટે તેઓ વધુ દુઃખી હોય છે. આનાથી ઊલટું, સંતો માને છે કે બધું જ પરમેશ્‍વરનું છે, કોઈ વસ્‍તુ પર પણ મારો અધિકાર નથી, તેથી તેઓ કદી પણ દુઃખી હોતા નથી, નિરંતર આનંદમાં રહેતા હોય છે.
વ્‍યક્તિના અહંનું પૂર્ણતઃ નિર્મૂલન થવા માટે સ્‍વભાવદોષ-નિર્મૂલનની સાથે જ અહં ઓછો કરવા માટે સાધનાના મહત્ત્વપૂર્ણ પ્રયત્નો પણ સાતત્‍યથી કરવા આવશ્‍યક છે.

વધુ વાંચો…..

સાધનામાં સૌથી ઝડપી પ્રગતિનો માર્ગ કયો છે ?

કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ ઇત્‍યાદિ કોઈપણ માર્ગથી સાધના કર્યા પછી પણ ગુરુકૃપા વિના વ્‍યક્તિને ઈશ્‍વરપ્રાપ્‍તિ થવી અસંભવ છે. તેથી કહેવામાં આવે છે, ‘गुरुकृपा हि केवलं शिष्‍यपरममङ्गलम् ।’ અર્થાત્ ‘શિષ્‍યનું પરમમંગળ એટલે જ કે મોક્ષપ્રાપ્તિ, તેને કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે.’ ગુરુકૃપાના માધ્‍યમથી ઈશ્‍વરપ્રાપ્‍તિની દિશામાં માર્ગક્રમણ થવાને જ ‘ગુરુકૃપાયોગ’ કહે છે. ‘ગુરુકૃપાયોગ’ની વિશેષતા એમ છે કે, આ બધા સાધનામાર્ગોને સમાવી લેનારો ઈશ્‍વરપ્રાપ્‍તિનો સરળ માર્ગ છે.

અલગ અલગ યોગમાર્ગો દ્વારા સાધના કરવામાં અનેક વર્ષો વેડફવા કરતાં અન્‍ય બધા માર્ગોને છોડી દઈને કેવી રીતે ઝડપથી ગુરુકૃપા પ્રાપ્‍ત કરી શકાય છે, એ ગુરુકૃપાયોગ શીખવે છે.

ગુરુકૃપાયોગ દ્વારા કરવામાં આવનારી સાધનાનો એકજ નિયમ છે અને તે એમ છે કે જેટલી વ્‍યક્તિ તેટલી પ્રકૃતિઓ, તેટલા સાધનામાર્ગ. પૃથ્‍વીની જનસંખ્‍યા ૭૦૦ કરોડથી વધુ છે, તેથી ઈશ્‍વરપ્રાપ્‍તિના ૭૦૦ કરોડથી વધુ માર્ગ છે. ૭૦૦ કરોડમાંથી કોઈપણ બે વ્‍યક્તિ એક સરખી હોતી નથી. પ્રત્‍યેક વ્‍યક્તિના શરીર, મન, પસંદ-નાપસંદ, ગુણ-દોષ, આશા-આકાંક્ષાઓ, વાસનાઓ બધું અલગ અલગ છે; પ્રત્‍યેકની બુદ્ધિ અલગ છે; સંચિત, પ્રારબ્‍ધ અલગ છે, પૃથ્‍વી, આપ, તેજ, વાયુ અને આકાશ આ તત્ત્વો (માનવી આ પાંચ તત્ત્વોથી બન્‍યો છે.) અલગ છે; સત્ત્વ, રજ, તમ આ ત્રિગુણ અલગ અલગ છે. ટૂંકમાં પ્રત્‍યેક વ્‍યક્તિની પ્રકૃતિ અને યોગ્‍યતા અલગ છે. તેથી ઈશ્‍વરપ્રાપ્‍તિના સાધનામાર્ગો પણ અનેક છે. પોતાની પ્રકૃતિ અને યોગ્‍યતા અનુસાર સાધના કરવાથી ઝડપથી ઈશ્‍વરપ્રાપ્‍તિ થવામાં સહાયતા મળે છે.

વધુ વાંચો…..

સાધના સંવાદ : અધ્‍યાત્‍મનો પ્રાથમિક સત્‍સંગ

સાધના સંવાદ સત્‍સંગ આપના જીવનને આનંદી બનાવવાનારું આધ્‍યાત્‍મિક દ્વાર છે ! આવો, આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ કરીને આનંદી જીવન પામવા માટે આ સત્‍સંગ સાથે અવશ્‍ય જોડાવ. આ સંવાદમાં સહભાગી થઈને ‘સનાતન સત્‍સંગ’ સાથે જોડાવા માટે કૃપા કરીને નીચે નોંધણી કરો.

સાધના સંવાદમાં તમે મન-મોકળાશથી સાધના વિશે થયેલી અનુભૂતિઓ કથન કરી શકો છો. સદર અનુભૂતિઓનું આધ્‍યાત્‍મિક વિશ્‍લેષણ કરવામાં આવશે, સાથે જ તમે સાધના કરતી સમયે મનમાં આવનારા પ્રશ્‍નો અને અડચણો પણ પૂછી શકો છો.

આ સાધના સંવાદ સત્‍સંગ તમારી સમયની સગવડ પ્રમાણે અઠવાડિયામાં એકવાર આયોજિત કરવામાં આવે છે.

આ સાધના સંવાદ GOOGLE MEET પર આયોજિત કરવામાં આવે છે.

એકવાર જ્‍યારે તમે આ સાધના સંવાદ સત્‍સંગમાં સહભાગી થશો, ત્‍યાર પછી અમે તમને અલગ અલગ ક્ષેત્રોના અમારા સત્‍સંગ સેવકો સાથે સંપર્કમાં જોડીશું, જેના દ્વારા તમે અમારા વિનામૂલ્‍ય ઑનલાઈન આધ્‍યાત્‍મિક સત્‍સંગોમાં સહભાગી થઈ શકો. આ તમારી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે અર્થાત્ આનંદી જીવન માટે સૌથી ઉપયોગી છે.

સનાતન સત્‍સંગની વિશેષતાઓ

* આપની પ્રકૃતિ અને ક્ષમતા અનુસાર ઉપયુક્ત અને સુલભ સાધનાનું માર્ગદર્શન !

* જીવનની આધ્‍યાત્‍મિક સમસ્‍યાઓ પર આધ્‍યાત્‍મિક ઉપચારો વિશે દિશાદર્શન !

* અધ્‍યાત્‍મ અને સાધના સંબંધી શંકાઓનો ઉકેલ !

જો તમે પહેલેથી જ સનાતન સંસ્‍થાના સાધના સત્‍સંગમાં જોડાયેલા છો, તો તમારે સાધના સંવાદ સત્‍સંગમાં સહભાગી થવાની આવશ્‍યકતા નથી.
આ સંવાદ અંગ્રેજી, મરાઠી, કન્‍નડ અને હિંદી ભાષાઓમાં ઉપલબ્‍ધ છે. આ ઉપલબ્‍ધ ભાષાઓમાંથી તમે તમારા માટે ઉપયુક્ત ભાષાના સાધના સંવાદ સત્‍સંગ માટે નોંધણી કરી શકો છો.

સનાતન સંસ્‍થાના ઑનલાઈન સાધના સંવાદ સત્‍સંગ માટે નોંધણી કરો.

વધુ વાંચો…..