શ્રદ્ધા અને અશ્રદ્ધા

૧. ભગવાન પર દૃઢ શ્રદ્ધા શા માટે હોવી જોઈએ ?

જ્યારે મનુષ્યમાં, ભગવાન છે, એવી શ્રદ્ધા રહેશે, ત્યારે તેને કોઈપણ અનિષ્ટ, નકારાત્મક શક્તિ ત્રાસ આપી શકશે નહીં. દૃઢ શ્રદ્ધા ધરાવનારાઓને કોઈ નિયમનું બંધન હોતું નથી. ત્યાં સુધી કે પૂર્ણિમા અને અમાસનું પણ બંધન રહેતું નથી ! શ્રદ્ધાવાન માટે બધા દિવસો શુભ હોય છે !

૨. અશ્રદ્ધા ઉપજે નહીં, તે માટે શું કરવું ?

અ. મનમાં વિકલ્પ આવવાથી અશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તેથી સેવા પૂર્ણ રીતે સમર્પિત થઈને કરવી જોઈએ.

આ. હું તરી જઈશ કે નહીં, આ વિચાર કરીને જે કિનારે જ રહી જશે, તે કદીપણ તરી શકશે નહીં. પરંતુ ભગવાન અને પ્રશિક્ષક

પર વિશ્વાસ રાખીને તરવા માટે પાણીમાં ઝંપલાવી શકાય છે.

૩. શ્રદ્ધા રાખવાથી કયા લાભ થાય છે ?

શ્રદ્ધાવાન્ લતે જ્ઞાનમ્ , અર્થાત્ શ્રદ્ધાયુક્ત વ્યક્તિને જ્ઞાન મળે છે. જ્ઞાન દ્વારા શ્રદ્ધા અને પરિપૂર્ણ વ્યક્તિ પર શ્રદ્ધા રાખવાથી જ વધારે લાભ થાય છે.

૪. ભગવાન પર દૃઢ શ્રદ્ધા રાખનારા શ્રેષ્ઠ ભક્ત સંત ગોરા કુંભારનું ઉદાહરણ જુઓ ! પગથી માટી ગૂંદતી વેળાએ તે ભગવાનના સ્મરણમાં એટલા તલ્લીન બની ગયા કે પગ નીચે તેમનું બાળક કચડાઈ રહ્યું છે, તેનું પણ તેમને ભાન ન રહ્યું ! તેથી ભગવાનને તેમના મૃત બાળકને જીવિત કરવાની ફરજ પડી. શ્રદ્ધા આવી હોવી જોઈએ ! ભક્ત પ્રહ્ લાદની શ્રદ્ધાને કારણે ભગવાનને પ્રગટ થવું પડ્યું.

– (પરમ પૂજ્ય) પરશરામ પાંડે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ