‘કોરોના’ મહામારીની પાર્શ્વભૂમિ પર શાસ્ત્રોક્ત પદ્ધતિથી પિતૃપક્ષમાંનો મહાલય શ્રાદ્ધવિધિ કેવી રીતે કરવો ?
‘આપત્કાળમાં અથવા ભાર્યાના અભાવથી તેમજ તીર્થક્ષેત્રમાં અને સંક્રાંતિના દિવસે આમશ્રાદ્ધ કરવું’, એવું કાત્યાયનનું વચન છે. કેટલાક કારણોસર પૂર્ણ શ્રાદ્ધવિધિ કરવાનું ન બને તો સંકલ્પપૂર્વક ‘આમશ્રાદ્ધ’ કરવું.