ફટાકડા શા માટે ન ફોડવા ?

દિવાળીમાં નાના-મોટા, બધાજ લોકો ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરતા જોવા મળે છે; પણ વાસ્તવમાં શું ફટાકડા ફોડવા યોગ્ય છે ખરું ? ફટાકડા ફોડવાનો અર્થ છે, આતશબાજીના માધ્યમ દ્વારા ઉત્સવની શોભા વધારવી ! આની તુલનામાં, તેનાથી થતી હાનિ કાંઈક ગણી વધારે છે. ફટાકડા ફોડવાથી પ્રદુષણને કારણે આરોગ્યની હાનિ થવાની સાથે જ આર્થિક હાનિ પણ થાય છે.

આજકાલ ફટાકડાઓ પર દેવતા અને રાષ્ટ્રપુરુષોના ચિત્રો હોય છે, ઉદા. લક્ષ્મી છાપ બૉંબ, કૃષ્ણછાપ ફૂલઝર, નેતાજી છાપ ફટાકડા ઇત્યાદિ. આવા ફટાકડાઓ ફોડીને દેવતાઓનાં ચીંથરાં કરીને, આપણે આપણી જ શ્રદ્ધાને પગ નીચે રગદોળીએ છીએ. આને કારણે આપણી આધ્યાત્મિક હાનિ પણ થાય છે.

હિંદુ જનજાગૃતિ સમિતિ, સનાતન સંસ્થા જેવી અન્ય સમવિચારી સંગઠનાઓ સાથે મળીને સન ૨૦૦૦થી ફટાકડાઓને કારણે થતી હાનિ રોકવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તમે પણ તેમાં સહભાગી બનીને પોતાનું ધર્મકર્તવ્ય નિભાવો.

 

આર્થિક દૃષ્ટિએ

રાષ્ટ્ર પર અબજો રૂપિયાનું દેવું હોવા છતાં અને ૨૦ ટકા જનતાને બે સમયનું પૂરતું અન્ન પણ મળતું ન હોવાથી ફટાકડા ફોડવા એ અનુચિત છે.

 

આધ્યાત્મિક દૃષ્ટિએ

ધાર્મિક વિધિ / તહેવારના સમય દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડા તે વખતે ભૂતલ પર આગમન કરનારી દેવતાઓના માર્ગમાં બાધા ઉત્પન્ન કરીને આસુરી શક્તિઓને આકર્ષિત કરે છે.

 

વિજળીની રોષણાઈ શા માટે ટાળવી જોઈએ ?

આર્થિક દૃષ્ટિએ

ઝગમગ થતાં અથવા વિચિત્ર આકારના વિદ્યુત ઝગમગાટ કરવાથી પ્રકાશના સ્વરૂપમાં તમોગુણી શક્તિનું પ્રક્ષેપણ થાય છે. જેથી અનિષ્ટ શક્તિઓ વાતાવરણમાં કાળી શક્તિ છોડી શકે છે. આ ઝગમગાટ જોનારા પર પણ કાળી શક્તિનું આવરણ આવે છે.

 

પ્રદૂષણમુક્ત દિવાળી ઊજવો ! ફટાકડાને કારણે થનારું પ્રદૂષણ

૧. વાયુપ્રદૂષણ

‘ફટાકડા મોટા પ્રમાણમાં ઝેરીલા ઘટકો ધરાવે છે. તેમાં તાંબું, કૅડનિયમ, સીસું, મૅગ્નેશિયમ, જસત, સોડિયમ ઇત્યાદિ ઘટકોને કારણે ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ઝેરીલા વાયુઓ ઉત્સર્જિત થાય છે.

૨. ધ્વનિપ્રદૂષણ

દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલ સુધી ધ્વનિનો સ્તર હોવો, એવો નિયમ છે. માનવી ૭૦ ડેસિબલ સુધી ધ્વનિ સહન કરી શકે છે. રાત્રે દસથી સવારે છ વાગ્યા સુધીના સમયગાળામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.

 

પ્રદૂષણને કારણે થનારી હાનિ

આરોગ્ય પર થનારું દુષ્પરિણામ

ફટાકડા પરની ધાતુ અને રસાયણિક સંયોજનથી નિર્માણ થનારા વાયુનું પ્રદૂષણ માનવી આરોગ્ય માટે ઘાતક હોય છે. તેમજ ફટાકડા ફોડતી વેળાએ થનારી જખમ અથવા અપઘાત નાના બાળકો માટે ચિંતાજનક છે.

૧. કાર્બન મોનૉક્સાઈડ અને નાયટ્રોજન ડાયૉક્સાઈડ જેવા ઝેરીલા વાયુઓ શોભાના ફટાકડામાંથી નિર્માણ થાય છે, જે માનવી જીવન માટે અતિશય ઘાતક હોય છે.

૨. માથાનો દુખાવો, બહેરાશ અને માનસિક અશાંતિ જેવી વ્યાધિ ઉદ્વે છે.

૩. હૃદયરોગ, રક્તદાબ, અસ્થમા, ક્રૉનિક બ્રાઁકાયટિસ ઇત્યાદિ ધરાવતા રોગીઓ માટે આ બાબત અધિક ઘાતક નીવડે છે. ગર્ભવતી સ્ત્રીઓ, વયોવૃદ્ધ અને નાના બાળકો માટે પણ અધિક ધોખાની સંભાવના છે.

૪. ફટાકડા ફોડતી વેળાએ સર્વસામાન્ય નિરોગી વ્યક્તિઓને પણ અપચો, સળેખમ-ઉધરસ, માનસિક અશાંતિ, માથાનો દુખાવો, છાતીમાં ધડધડવા જેવી વ્યાધિ થાય છે.

૫. માનવીને જેટલો પ્રદૂષણનો ત્રાસ થાય છે, તેનાં કરતાં સો ગણો વધારે ત્રાસ કૂતરાં, બિલાડા, પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવ-જીવાતને થાય છે.

 

ઉપાય

મોટા અવાજે ફૂટનારા તેમજ જીવની અને પૈસાની હાનિ થઈને વિવિધ પ્રકારે થનારું પ્રદૂષણ રોકવા માટે નિયમોની કાર્યવાહી કરવી પડશે. મોટા અવાજે ફૂટનારા ફટાકડાઓ પર પ્રતિબંધ મૂકાવો જ જોઈએ.’

 

દિવાળીનું નિમિત્ત કરીને થનારી ધર્મહાનિ ટાળજો !

દિવાળીમાં ભેટસ્વરૂપ આપવામાં આવતા મીઠાઈના ડબ્બાઓ પર દેવતાઓના ચિત્રો અથવા નામ હોય છે. ઘણીવાર આ ડબ્બાઓ ખાલી થયા પછી કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. દેવી-દેવતાઓના ચિત્રો અથવા નામવાળી લૉટરીના ટિકીટનો ઉપયોગ થઈ ગયા પછી તેમને ફેકી  દેવામાં આવે છે.

દેવી-દેવતાઓના ચિત્રોને વ્યવસાયિક હેતુની પૂર્તિ માટે પ્રયોગ કરનારા આવા ઉત્પાદકોનાં ઉત્પાદનો/યોજનાઓનો બહિષ્કાર કરવો !

Leave a Comment