આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !

‘આજકાલ લોકોની પસંદગી વૈદ્યકીય કારણોસર શાકાહાર ભણી વળે છે. આ અનુષંગથી શાકાહાર અને માંસાહારનો તુલનાત્‍મક અભ્‍યાસ ઘણા લોકોએ કર્યો છે અને આજે પણ કરી રહ્યા છે. ભારતીય સંસ્‍કૃતિએ પ્રાચીનકાળથી જ શાકાહારનો પુરસ્‍કાર અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય આધાર પર કર્યો છે. ‘માંસાહારી અન્‍ન ગ્રહણ કરવું’ અને ‘શાકાહારી અન્‍ન ગ્રહણ કરવું’ આનું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વ્‍યક્તિ પર શું પરિણામ થાય છે, તેનો અભ્‍યાસ કરવા માટે ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયે’ ‘ઇલેક્‍ટ્રોસોમૅટોગ્રાફીક સ્‍કૅનિંગ’ આ તંત્રજ્ઞાનનો ઉપયોગ કરીને એક વૈજ્ઞાનિક કસોટી કરી.

તેમાં બે પ્રકારના આહારોમાં ‘અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકો અને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોની કુંડલિનીચક્રોની કાર્યરતતા વિશે થનારા પરિણામો’નો અભ્‍યાસ કરવામાં આવ્‍યો. તે માટે ‘ઇલેક્‍ટ્રોસોમૅટોગ્રાફીક સ્‍કૅનિંગ’ આ તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્‍યો. દિનાંક ૪.૧.૨૦૦૯ થી ૨૨.૧.૨૦૦૯ના સમયગાળામાં રામનાથી, ગોવા સ્‍થિત સનાતનના આશ્રમમાં સદર કસોટી કરવામાં આવી.

સદર કસોટીનું સ્‍વરૂપ, પ્રાપ્‍ત નિરીક્ષણોનું વિવેચન અને તેનું વિશ્‍લેષણ આગળ જણાવ્‍યું છે.

 

૧. કસોટીનું સ્‍વરૂપ

આરંભમાં પ્રયોગમાં સહભાગી થયેલા સર્વ સાધકોનું ‘સ્‍કૅનિંગ’ કરીને કુંડલિનીચક્રોની સ્‍થિતિના માપનની નોંધ કરવામાં આવી. આ તેમની ‘મૂળભૂત નોંધ’, અર્થાત્ મૂળ સ્‍થિતિ છે. ત્‍યાર પછી સર્વ સાધકોએ માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યું. ત્‍યાર પછી ૧ કલાક રહીને સાધકોની કુંડલિનીચક્રોની સ્‍થિતિની પ્રથમ માપન નોંધ કરવામાં આવી. ત્‍યાર પછી ચોક્કસ સમયગાળા પછી સાધકોની પ્રત્‍યેક સમયે ‘સ્‍કૅનિંગ’ કરીને તેમની કુંડલિનીચક્રોની સ્‍થિતિના કરેલા માપનની નોંધ કરવામાં આવી.

સાધકોની કુંડલિનીચક્રોની સ્‍થિતિ તેમની ‘મૂળભૂત નોંધ’ જેટલી (મૂળ સ્‍થિતિ જેટલી) આવ્‍યા પછી, અર્થાત્ માંસાહારી અન્‍ન ગ્રહણ કરવાનું પરિણામ દૂર થયા પછી કુંડલિનીચક્રોની સ્‍થિતિની નોંધ કરવાનું રોકવામાં આવ્‍યું. ત્‍યાર પછી સર્વ સાધકોએ શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ઉપર પ્રમાણે જ તેમની કુંડલિનીચક્રોની સ્‍થિતિની ચોક્કસ સમયગાળા પછી કરેલા માપનની નોંધ કરવામાં આવી. આ સમયે પણ સાધકોની કુંડલિનીચક્રોની મૂળ સ્‍થિતિ આવ્‍યા પછી નોંધ કરવાનું રોકવામાં આવ્‍યું. કરેલા માપનની નોંધનો તુલનાત્‍મક અભ્‍યાસ કરવામાં આવ્‍યો.

 

૨. કરેલા માપનની નોંધ વિશેનું વિવેચન

૨ અ. માંસાહારી અને શાકાહારી અન્‍ન સેવન કરવાથી કુંડલિનીચક્રોના કાર્યરતતામાં
વૃદ્ધિ અનુભવ કરનારા સાધકોનું પ્રમાણ (ટકા) અને તે સાધકો પર પરિણામ ટકવાનો અધિકતમ સમયગાળો

નિરીક્ષણોનાં સૂત્રો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ  ધરાવનારા સાધકો
માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ઉપરના (સહસ્રાર, આજ્ઞા, વિશુદ્ધ અને અનાહત આ) ૪ ચક્રોની કાર્યરતતતામાં વૃદ્ધિ અનુભવનારા સાધકોનું પ્રમાણ (ટકા) ૧૦૦ ૮૦
નીચેના (મણિપુર, સ્‍વાધિષ્‍ઠાન અને મૂલાધાર) ૩ ચક્રોની કાર્યરતતામાં વૃદ્ધિ અનુભવનારા સાધકોનું પ્રમાણ (ટકા) ૪૦
સપ્‍તચક્રો પર થનારા પરિણામ ટકવાનો અધિકતમ સમયગાળો ૨૬ કલાક ૫૬ મિ. ૨૨ કલાક ૪૫ મિ.
શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ઉપરના ૪ ચક્રોની કાર્યરતતતામાં વૃદ્ધિ અનુભવનારા સાધકોનું પ્રમાણ (ટકા) ૬૦ ૬૦
નીચેના ૩ ચક્રોની કાર્યરતતામાં વૃદ્ધિ અનુભવનારા સાધકોનું પ્રમાણ (ટકા) ૨૦ ૬૦
સપ્‍તચક્રો પર થનારા પરિણામ ટકવાનો અધિકતમ સમયગાળો ૪૪ કલાક ૩૧ મિ. ૩૧ કલાક ૧૦ મિ.

 

૩. કરેલા માપનની નોંધનું અધ્‍યાત્‍મશાસ્‍ત્રીય વિશ્‍લેષણ

૩ અ. માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન
ધરાવનારા ૧૦૦ ટકા (૫ માંથી ૫) સાધકોના ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા વધવા પાછળનું શાસ્‍ત્ર

૩ અ ૧. માંસાહારી અન્‍નની વિશિષ્‍ટતા

માંસાહારી અન્‍ન એ તમોગુણી આહાર છે. તીવ્ર તમોગુણ ધરાવનારા ઘટકોને પ્રતિસાદ આપવાનું કાર્ય નીચેના ૩ ચક્રો કરતાં આપણા દેહમાંના ઉપરના ૪ ચક્રો અધિક સંવેદનશીલ હોય છે.

૩ અ ૨. માંસાહારનું અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોના ૪ ચક્રો પર થનારું પરિણામ અને તેની પાછળનું શાસ્‍ત્ર

માંસાહારથી ઉત્પન્ન થનારાં ત્રાસદાયક સ્‍પંદનો સાથે લડવા માટે, અર્થાત્ આ સ્‍પંદનોનો પ્રતિકાર કરવા માટે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોના ઉપરના ૪ ચક્રો જાગૃત થયાં. તેથી તે ચક્રોની કાર્યરતતા વધી.

૩ આ. માંસાહારનું અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા ૮૦ ટકા
(૫ માંથી ૪) સાધકોના ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા વધી હોવાનું શાસ્‍ત્ર

અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોમાં ઉપરોક્ત ૪ ચક્રોમાં બનાવેલાં સ્‍થાનો માંસાહારમાંનો તમોગુણ લેવા માટે સતર્ક બન્‍યાં. તેથી જુદા કારણસર આ સાધકોમાં ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા વધી હોવાનું જોવા મળ્યું. અર્થાત્ અહીં જોવા મળેલી ઉપરના ૪ ચક્રોમાંની કાર્યરતતામાંની વૃદ્ધિ તે સાધકોની માનસિક અને આધ્‍યાત્‍મિક કાર્યોમાં વૃદ્ધિ કરશે નહીં. તેનું કારણ આ ચક્રો તમોગુણ ગ્રહણ કરવાની દૃષ્‍ટિએ કાર્યરત થયા છે. આ દૃષ્‍ટિએ ઉપકરણના માધ્‍યમ દ્વારા જોવામાં આવેલી ચક્રોની કાર્યરતતામાંની આ વૃદ્ધિ ‘ભ્રામક’ છે.

૩ ઇ. માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ
ધરાવનારા ૨૦ ટકા (૫ માંથી ૧) સાધકના ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા ઓછી થવી

માંસાહારમાંનો તમોગુણ દેહને ચૈતન્‍ય ગ્રહણ કરવાની પ્રક્રિયાની દૃષ્‍ટિએ નિષ્‍ક્રિય બનાવે છે. માંસાહારમાંના તમોગુણને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના દેહમાં તમોગુણનું ઘનીકરણ થયું. તેને કારણે તેમનો દેહ થોડા જ સમયગાળામાં અસાત્વિકતાને બલિ ચડવા લાગ્‍યો. તેથી આ સાધકોના ઉપરના ૪ ચક્રોના કાર્યનું હનન થઈને આ ચક્રોની કાર્યરતતા ઘટી.

૩ ઈ. માંસાહારી અન્‍ન ગ્રહણ કરવાથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ
ન ધરાવનારા ૧૦૦ ટકા (૫ માંથી ૫) સાધકોના અને ત્રાસ ધરાવનારા ૬૦ ટકા
(૫ માંથી ૩) સાધકોના દેહમાંના નીચેના ૩ ચક્રોની કાર્યરતતા ઓછી થવા પાછળનું શાસ્ત્ર

આ સાધકોનાં નીચેનાં ૩ ચક્રોએ માંસાહારને કોઈપણ પ્રતિસાદ આપ્‍યો નહીં અને તે નિષ્‍ક્રિય રહ્યાં. તેનું કારણ એટલે તે સમયે તેમનાં ઉપરના ૪ ચક્રો કાર્યરત થયા હતા. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોના ઉપરનાં ૪ ચક્રો માંસાહારમાંના તમોગુણ સાથે લડવા માટે કાર્યરત થયાં હતાં, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના ઉપરનાં ૪ ચક્રો માંસાહારમાંનો તમોગુણ લેવા માટે કાર્યરત થયા હતા.

૩ ઉ. માંસાહારને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા
૪૦ ટકા (૫ માંથી ૨) સાધકોની બાબતમાં નીચેનાં ૩ ચક્રોની કાર્યરતતા વધવી

અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોની બાબતમાં તેમના દેહમાંની ત્રાસદાયક શક્તિના આવરણ નીચે રહેલાં ચક્રો વધારે પ્રમાણમાં વાયુમંડળમાંના ત્રાસદાયક સ્‍પંદનોને ગ્રહણ કરીને, તે સ્‍પંદનો દેહમાં ઘનીભૂત કરી રાખવા માટે વિશેષ પ્રયત્નરત હોય છે. આ રીતે અનિષ્‍ટ શક્તિ દેહમાં બનાવી રાખેલું સ્‍થાન બળશાળી કરવા માટે રજ-તમ પ્રક્ષેપિત કરનારા પરિબળોનો પૂરેપૂરો ઉપયોગ કરી લે છે. તેવું જ આ બનાવમાં બન્‍યું. જે સાધકોના શરીરમાં અનિષ્‍ટ શક્તિ (*)નું વાસ્‍તવ્‍ય હોય છે, તેમના દેહમાંના નીચેના ૩ ચક્રો કાર્ય કરવા માટે વિશેષ દક્ષ હોય છે. તેથી આ પ્રક્રિયાના પરિણામ તરીકે  અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના નીચેના ૩ ચક્રોની કાર્યરતતા વધી ગઈ.

૩ ઊ. શાકાહારી અન્‍ન ગ્રહણ કરવાથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા, તેમજ
અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા ૬૦ ટકા (૫ માંથી ૩) સાધકોના ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા વધવી

 ૩ ઊ ૧. શાકાહારી અન્‍ન ગ્રહણ કરવાથી લાભ થવાની પ્રક્રિયા

શાકાહારી અન્‍ન એ સાત્વિક હોવાથી તેમાંના સાત્વિક સ્‍પંદનોને કારણે દેહમાંના પંચપ્રાણો જાગૃત થાય છે. તેથી સાધકોના દેહમાંની ચેતનાને સજગતા આવી અને તેનું પ્રવાહજન્‍ય કાર્ય વધારે સારી રીતે થવા લાગવાથી દેહમાં સર્વત્ર સત્વગુણનો ઓછા સમયગાળામાં વૃદ્ધિંગત થવામાં સહાયતા થઈ.

૩ ઊ ૨. નીચેના ૩ ચક્રોની તુલનામાં સત્વગુણને પ્રતિસાદ આપવામાં ઉપરનાં ૪ ચક્રો વધારે સંવેદનશીલ હોવાં

નીચેના ૩ ચક્રોની તુલનામાં સત્વગુણને પ્રતિસાદ આપવામાં ઉપરનાં ૪ ચક્રો વધારે સંવેદનશીલ હોય છે. તેથી આ ચક્રો ઓછા સમયગાળામાં સત્વગુણ ગ્રહણ કરીને તેનું દેહમાં સંવર્ધન કરવાનો આરંભ કરે છે. સત્વગુણના ઘનીકરણની સહાયતાથી ઉપરનાં ચક્રોના કાર્યને ચાલના મળવાથી આ ચક્રોની કાર્યરતતા વધી. તેના પરથી આહારમાંની સાત્વિકતાનું મહત્વ ધ્‍યાનમાં આવે છે અને આહારના પ્રકાર પરથી દેહમાંની વૃત્તિ પણ પલટાઈ શકે છે, એ પણ ધ્‍યાનમાં આવે છે.

૩ એ. શાકાહારી અન્‍ન ગ્રહણ કરવાથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા,
તેમજ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા ૪૦ ટકા સાધકોના ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા ઘટવી

૩ એ ૧. સાત્વિક આહારને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોની ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા ઓછી થવા પાછળનું કારણ

જે સાધકોને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ હોતો નથી, તે સાધકોના શરીરમાં મળેલી સત્વગુણાત્‍મક ઊર્જા દેહમાંના ત્રાસદાયક સ્‍પંદનો સાથે લડવામાં વ્‍યય (ખર્ચ) થવાને બદલે, તે દેહમાં ઘનીભૂત થાય છે. શાકાહારમાંથી સત્વગુણ મળે છે. તેથી પ્રયોગમાંના સાધકોના દેહમાં સત્વગુણની વૃદ્ધિ થવાથી આ સાધકોમાંના ઉપરનાં ૪ ચક્રોએ પોતાનામાંનું સગુણત્‍વ ત્‍યજી દઈને નિષ્‍ક્રિયતા ભણી એટલે જ નિર્ગુણજન્‍યતા ભણી દોટ મૂકી; તેથી શાકાહાર કર્યા પછી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા ૪૦ ટકા સાધકોની ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા ઓછી થઈ હોવાનું જોવા મળ્યું.

૩ એ ૨. સાત્વિક આહારને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોની ઉપરના ૪ ચક્રોની કાર્યરતતા ઓછી થવા પાછળનું કારણ

સત્વગુણી પરિબળોનાં પરિણામોને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારી વ્‍યક્તિઓ પર આધ્‍યાત્‍મિક ઉપાય થઈને તેમનું આવરણ ઓછું થાય છે. સામાન્‍ય રીતે જે ચક્રોની સહાયતાથી અનિષ્‍ટ શક્તિઓએ દેહમાં સ્‍થાનો બનાવેલાં હોય છે, તે ઠેકાણેથી અનિષ્‍ટ શક્તિઓનું ત્રાસદાયક શક્તિ દ્વારા કાર્ય કરવાનું પ્રમાણ અન્‍ય ચક્રોની તુલનામાં વધારે હોય છે. સત્વગુણી ઘટકોના ઉપયોગથી દેહમાં સારી શક્તિનું સંક્રમણ થયું હોવાના પરિણામ તરીકે તે તે સાધકના દેહમાંનાં ત્રાસદાયક શક્તિયુક્ત સ્‍થાનો વિશેષ જાગૃત થઈને દેહમાં આવનારી સારી શક્તિના વિરોધમાં યુદ્ધ કરવા લાગે છે. જે સમયે તે સ્‍થાનોની તાકાત ઓછી થાય છે, તે સમયે તેમની ત્રાસદાયક સ્‍પંદનો દ્વારા કાર્ય કરવાની ક્ષમતા ઓછી થવાથી તે ચક્રો નિષ્‍ક્રિયતા દર્શાવે છે. આ પ્રયોગમાં બરાબર આ પ્રમાણે જ થયું.

૩ ઐ. શાકાહારી અન્‍ન સેવન કર્યા પછી અનિષ્‍ટ શક્તિઓનો
ત્રાસ ન ધરાવતા ૨૦ ટકા (૫ માંથી ૧) સાધકોની, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓનો
ત્રાસ ધરાવતા ૬૦ ટકા (૫ માંથી ૩) સાધકોમાંની નીચેના ત્રણ ચક્રોની કાર્યરતતા વધવી

પ્રત્‍યેક જીવ તેના પ્રકૃતિદર્શક યોગમાર્ગ પ્રમાણે સાધના કરતો હોય છે. તેથી વિશિષ્ટ સાધના માર્ગને અનુસરીને તેના વિશિષ્‍ટ કાર્ય વિશે પ્રક્રિયા અનુસાર વિશિષ્ટ ચક્ર તેના કાર્ય માટે અનુકૂળ, અર્થાત્ પોષક પુરવાર થાય છે. નીચેનાં ચક્ર મનુષ્યને તેની કૃતિવાચક પ્રક્રિયામાં સહાયતા કરે છે.   આ ૩ સાધકો કર્મમાર્ગી છે, તેથી શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેમાંથી પ્રક્ષેપિત થનારી સત્વગુણી લહેરોનું પરિણામ થઈને આ ચક્રોની કાર્યરતતા વધી.

૩ ઓ. શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન
ધરાવનારા ૮૦ ટકા (૫ માંથી ૪) સાધકોના, તેમજ અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા
૪૦ ટકા (૫ માંથી ૨) સાધકોના નીચેના ૩ ચક્રોની કાર્યરતતા ઘટવી, અર્થાત્ નિષ્‍ક્રિયતા વધવી

તેનાં કારણો આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૧. સ્‍થૂળદેહ સાથે સંબંધિત ઇંદ્રિયો, પ્રાણમયકોષ અને પ્રાણદેહની સ્‍થિતિ જો સારી હોય, તો નીચેનાં ચક્રો વધારે સારી શક્તિના સંદર્ભમાં કાર્યરત થતા નથી.

૨. કેટલીકવાર શાકાહારી અન્‍ન દ્વારા મળનારી સારી શક્તિ સાધકો ફરતે રહેલું ત્રાસદાયક બાહ્યમંડળ શુદ્ધ કરવામાં વ્‍યય (ખર્ચ) થાય છે. તે સમયે નીચેનાં ચક્રો કાર્યમાં સહભાગી થયા ન હોવાથી તેમની કાર્યરતતા વધતી નથી.

૩. કેટલાક સાધકોની પ્રકૃતિ પ્રમાણે નીચેના ચક્રોની સંવેદનશીલતા ઉપરના ચક્રોની સંવેદનશીલતા કરતાં ઓછી હોય છે.

૩ ઔ. શાકાહારી અન્‍ન સાત્વિક હોવાથી અનિષ્‍ટ શક્તિઓનો
ત્રાસ ન ધરાવનારા સાધકો પર તેનું પરિણામ ટકવાનો સમયગાળો માંસાહારી
અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનું પરિણામ ટકવાના સમયગાળા કરતાં વધારે જોવા મળવું

શાકાહારી અન્‍ન માંસાહારી અન્‍નની તુલનામાં પુષ્‍કળ પ્રમાણમાં સાત્ત્વિક છે. સત્ત્વગુણ દ્વારા સાધ્‍ય થનારું પરિણામ ગહન હોવાને કારણે તેનું વધારે સમય ટકવાનું પ્રમાણ તમોગુણની તુલનામાં વધારે હોય છે. તેનું કારણ ‘તમોગુણી પ્રકૃતિ લય ભણી જતી હોવાથી અને તેમાં સત્વગુણની તુલનામાં જડત્‍વ વધારે હોવાથી તેનું પરિણામ સત્વગુણની તુલનામાં ઓછા સમય સુધી ટકે છે’, એમ છે.

સત્વગુણ એ તમોગુણ કરતાં વધારે ક્ષમતાથી સૂક્ષ્મ સ્‍તર પર તે તે સપ્‍તચક્રો પર પરિણામ કરવામાં અથવા પરિણામ ટકાવી રાખવામાં અગ્રેસર હોય છે. તેથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોએ શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેમના સપ્‍તચક્રો પરનું પરિણામ ટકવાનો અધિકતમ સમયગાળો ૪૪ કલાક ૩૧ મિ. જેટલો દીર્ઘ હતો, જ્‍યારે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનો સપ્‍તચક્રો પરનું પરિણામ ટકવાનો અધિકતમ સમયગાળો ૨૬ કલાક ૫૬ મિ. જેટલો ઓછો હતો.

૩ અં. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોની તુલનામાં ત્રાસ ન
ધરાવનારા સાધકો પર શાકાહારી અન્‍નનું પરિણામ ટકવાનો કમાલ સમયગાળો વધારે હોવો

અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના દેહ પર સાત્વિક ઘટકનું યુદ્ધજન્‍ય પરિણામ થાય છે. જો તે આ પરિબળમાંની સારી શક્તિ સાથે સંબંધિત સ્‍પંદનો ગ્રહણ કરે, તો પણ તે દેહમાંની અનિષ્‍ટ શક્તિઓના ત્રાસદાયક સ્‍થાનોને નષ્‍ટ કરવામાં વ્‍યય (ખર્ચ) થઈ જાય છે. તેથી તેમના પર સાત્વિક ઘટકનું પરિણામ ઓછા સમય માટે ટકે છે. એમ હોવાથી અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોએ શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી આ સાત્વિક અન્‍નનું અધિકતમ પરિણામ ૩૧ કલાક ૧૦ મિ. ટક્યું. આનાથી ઊલટું અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોમાં ત્રાસદાયક શક્તિનાં સ્‍થાનો ન હોવાથી તે સાધકો પર શાકાહારનું કમાલ પરિણામ ૪૪ કલાક ૩૧ મિ. જેટલું વધારે ટક્યું.

૩ ક. સાત્વિક અને તામસિક ઘટકોનું ચક્રો પરનું પરિણામ ટકવાનો સમયગાળો
સાધકોને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ છે કે નહીં અને તેમના આધ્‍યાત્‍મિક સ્‍તર પર આધારિત હોવો

પ્રયોગમાં સહભાગી થયેલા અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા ૫ સાધકોમાંથી એક સાધકે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનાં સર્વ ચક્રો મૂળ સ્‍થિતિમાં આવવા માટે ૨૬ કલાક ૫૬ મિ. લાગી અને શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ૪૪ કલાક ૩૧ મિ. લાગી. આ જ જૂથમાંના બીજા સાધકે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનાં સર્વ ચક્રો મૂળ સ્‍થિતિમાં આવવા માટે ૬ કલાક ૪૫ મિ. લાગી અને શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ૨ કલાક ૨૫ મિ. લાગી. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા આ બન્‍ને સાધકો પરનું માંસાહાર અને શાકાહારનું પરિણામ ટકવાના અધિકતમ સમયગાળામાં ભેદ હોવાનાં કારણો નીચે પ્રમાણે છે.

૩ ક ૧. સાત્વિક અને તામસિક પરિબળોનું પરિણામ ટકવાનો સમયગાળો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ છે કે નથી તેના પર આધારિત હોવો

પહેલા સાધકને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ નથી તેથી તેનામાં સત્વગુણ વધારે પ્રમાણમાં હોવાથી શાકાહારી અન્‍ન જેવા સાત્વિક ઘટકનું પરિણામ થઈને તેનામાંનો સત્ત્વગુણ વધ્‍યા પછી તે સાત્વિકતા વધારે સમય માટે ટકી. આનાથી ઊલટું તેણે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી માંસાહારી અન્‍ન જેવા તામસિક ઘટકથી તેની સાત્વિકતા થોડા પ્રમાણમાં ન્‍યૂન થઈ હોય, તો પણ તેની મૂળ પ્રકૃતિ સાત્ત્વિક હોવાથી તે શાકાહારની તુલનામાં તેની મૂળ સ્‍થિતિમાં વહેલો આવી શક્યો; તેથી તેના પર તામસિક પરિબળ કરતાં સાત્વિક પરિબળનું પરિણામ વધારે સમય સુધી ટક્યું.

૩ ક ૨. સાત્વિક અને તામસિક પરિબળોનું પરિણામ ટકવાનો સમયગાળો આધ્‍યાત્‍મિક સ્‍તર પર પણ આધારિત હોવો

બીજા સાધક પર અન્‍નગ્રહણનું કુલ પરિણામ ઓછા સમય માટે ટક્યું. તેનું કારણ એટલે તેનો આધ્‍યાત્‍મિક સ્‍તર(નોંધ) ૬૨ ટકા છે, જ્‍યારે પહેલા સાધકનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૫૧ ટકા છે. ૬૦ ટકા કરતાં વધારે આધ્‍યાત્‍મિક સ્‍તર થયા પછી મનોલય થવાનો આરંભ થતો હોવાથી ખાવું-પીવું, કપડાં ઇત્‍યાદિ માયામાંની બાબતોનું મન પર ઓછું પરિણામ થાય છે અને તેથી તેનો પરિણામ ટકવાનો સમયગાળો ઓછો હોય છે.

 નોંધ – આધ્‍યાત્‍મિક સ્‍તર

નિર્જીવ વસ્‍તુનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૧ ટકો તેમજ ઈશ્‍વરનો ૧૦૦ ટકા ધારી લઈને, તેની તુલનામાં વ્‍યક્તિની આધ્‍યાત્‍મિક પ્રગતિ પ્રમાણે તેનો વર્તમાન આધ્‍યાત્‍મિક સ્‍તર નક્કી કરવામાં આવે છે. એક સંતને સમષ્‍ટિ કાર્યની આવશ્‍યકતા અનુસાર સાધકોના આધ્‍યાત્‍મિક સ્‍તર વિશે ધ્‍યાનના માધ્‍યમ દ્વારા ઉત્તર મળે છે. આ વિશે સનાતન પ્રભાત નિયતકાલિકમાં વખતોવખત લેખ પ્રકાશિત કરવામાં આવે છે.

૩ ખ. સાત્વિક અને તામસિક પરિબળોનું ચક્રો પરનું પરિણામ
સાધકોના અનિષ્‍ટ શક્તિઓના ત્રાસના પ્રમાણ પર આધારિત હોવું

પ્રયોગમાં સહભાગી રહેલા અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા ૫ સાધકોમાંથી એક સાધકે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનાં સર્વ ચક્રો મૂળ સ્‍થિતિમાં આવવા માટે ૨ કલાક ૨૦ મિ, લાગી અને શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ૩૧ કલાક ૧૦ મિ. લાગી. એ જ જૂથમાંના અન્‍ય સાધકે માંસાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી તેનાં સર્વ ચક્રો મૂળ સ્‍થિતિમાં આવવા માટે ૨૨ કલાક લાગ્યા અને શાકાહારી અન્‍ન ગ્રહણ કર્યા પછી ૨ કલાક ૪૧ મિ. લાગી. અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા આ બન્‍ને સાધકો પરનું માંસાહાર અને શાકાહારનું પરિણામ ટકવાના અધિકતમ સમયગાળામાં ભેદ (ફેર) હોવાનાં કારણો આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૩ ખ ૧. વ્‍યક્તિને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ઓછા પ્રમાણમાં હોય, તો તેના પર તામસિક બાબતોનું પરિણામ ઓછા સમયગાળા સુધી ટકવું અને સાત્વિક પરિબળોનું પરિણામ વધારે સમયગાળા માટે ટકવું

વ્‍યક્તિને કેટલા પ્રમાણમાં અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ છે, તેના પર પણ સાત્વિક અને તામસિક ઘટકોનું પરિણામ ટકવાનો સમયગાળો આધારિત હોય છે. વ્‍યક્તિને જો અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ઓછા પ્રમાણમાં હોય, તો તેના પર તામસિક બાબતોનું પરિણામ ઓછા સમયગાળા સુધી ટકે છે અને સાત્વિક ઘટકનું પરિણામ વધારે સમયગાળા સુધી ટકે છે. તે તામસિક પરિબળમાંના તમોગુણ પર માત કરી શકે છે, તેમજ મળેલો સત્વગુણ ટકાવી રાખી શકે છે.

૩ ખ ૨. જો વ્‍યક્તિને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ તીવ્ર પ્રમાણમાં હોય, તો તેના પર તામસિક બાબતોનું પરિણામ દીર્ઘ સમયગાળા સુધી ટકવું અને સાત્વિક પરિબળોનું પરિણામ ઓછા સમયગાળા માટે ટકવું

અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ જો તીવ્ર પ્રમાણમાં હોય, તો તામસિક બાબતોમાંનો તમોગુણ વધે છે અને સાત્વિક બાબતોમાંનો સત્વગુણ અનિષ્‍ટ શક્તિ સાથે લડવામાં વહેલો વપરાઈ જાય છે; તેથી તે વ્‍યક્તિ પર સત્ત્વગુણનું પરિણામ ઓછા સમય માટે ટકે છે.

પહેલા સાધકને બીજા સાધકની તુલનામાં અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ઓછા પ્રમાણમાં છે. તેથી તેના પર માંસાહારનું અનિષ્‍ટ પરિણામ સાવ થોડા સમય માટે ટક્યું. તેની તુલનામાં શાકાહારનું પરિણામ ઘણા સમય સુધી ટક્યું. આનાથી ઊલટું બીજા સાધકને અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ તીવ્ર પ્રમાણમાં હોવાથી તેનાં શરીરમાં માંસાહારને કારણે તમોગુણ વધી ગયું અને એનું અનિષ્‍ટ પરિણામ દીર્ઘ કાળ (૨૨ કલાક) ટક્યું, જ્‍યારે શાકાહારનું પરિણામ સાવ ઓછા સમય માટે (૨ કલાક ૪૧ મિ.) ટક્યું.

 

૪. નિષ્‍કર્ષ

૪ અ. માંસાહારી અન્‍નમાંના તમોગુણનું ઘાતક પરિણામ

માંસાહારી અન્‍નમાંના તમોગુણને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોનો સત્વગુણ ઘટી જાય છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના ત્રાસ વધી જાય છે. આનાથી ઊલટું શાકાહારી અન્‍નમાંની સાત્વિકતાને કારણે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ન ધરાવનારા સાધકોનો સત્વગુણ વધી જાય છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓનો ત્રાસ ધરાવનારા સાધકોના ત્રાસ ઘટી જાય છે.

ડૉ. (સૌ.) નંદિની સામંત, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા.
ઈ-મેલ : [email protected]

1 thought on “આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ માંસાહાર હાનિકારક અને શાકાહાર લાભદાયક, આ વાત સ્‍પષ્‍ટ !”

Leave a Comment