‘કોરોના’ મહામારીની પાર્શ્‍વભૂમિ પર શાસ્‍ત્રોક્ત પદ્ધતિથી પિતૃપક્ષમાંનો મહાલય શ્રાદ્ધવિધિ કેવી રીતે કરવો ?

‘ભાદરવો વદ પક્ષ પ્રતિપદાથી ભાદરવો અમાસ આ સમયગાળામાં પિતૃપક્ષ છે. ‘સર્વ પિતર તૃપ્‍ત થાય અને સાધના માટે તેમના આશીર્વાદ મળે’, એ માટે પિતૃપક્ષમાં સહુકોઈએ મહાલય શ્રાદ્ધ કરવાનું હિંદુ ધર્મશાસ્‍ત્રમાં કહ્યું છે.

પિતૃપક્ષ કાળમાં કુળના સર્વ પિતર અન્‍ન અને ઉદક (પાણી)ની અપેક્ષાથી પોતાના વંશજો પાસે આવે છે. પિતૃપક્ષમાં પિતૃલોક પૃથ્‍વીલોકની સૌથી વધારે નજીક આવતો હોવાથી પિતરોને આપેલું અન્‍ન, ઉદક (પાણી) અને પિંડદાન તેમને વહેલા પહોંચે છે. તેથી તેઓ સંતુષ્‍ટ થાય છે અને કુટુંબને આશીર્વાદ આપે છે. શ્રાદ્ધવિધિ કરવાથી પિતૃદોષને કારણે સાધનામાં આવનારી અડચણો દૂર થઈને સાધના માટે સહાયતા થાય છે. એમ ભલે હોય, તો પણ વર્તમાનમાં શ્રાદ્ધવિધિ કેવી રીતે કરી શકાય, આ લોકો સામેનો યક્ષ પ્રશ્‍ન છે. આ અનુષંગથી સદર લેખપ્રપંચ !

 

   ‘કોરોના’ મહામારીની પાર્શ્‍વભૂમિ પર પિતૃપક્ષમાં
શાસ્‍ત્રોક્ત મહાલય શ્રાદ્ધવિધિ કરવાનું સંભવ ન હોય, તો શું કરવું ?

વર્તમાનમાં વિશ્‍વભરમાં કોરોના મહામારીને કારણે સર્વત્ર જ લોકોની અવર-જવર પર અનેક બંધનો આવ્‍યા છે. ભારતમાં પણ વિવિધ રાજ્‍યોમાં હવે ઠેકઠેકાણે અવર-જવર પ્રતિબંધ (લૉકડાઊન) છે. કેટલાક ઠેકાણે કોરોનાનો પ્રાદુર્ભાવ ભલે ઓછો હોય, તો પણ ત્‍યાં લોકોને ઘરની બહાર નીકળવા પર, તેમજ એકત્ર આવવા પર અનેક બંધનો છે જ. તેથી હિંદુઓના વિવિધ તહેવાર, ઉત્‍સવ અને વ્રતો હંમેશાંની જેમ સામૂહિક રીતે કરવા પર બંધનો મૂકાયા છે. કોરોના જેવી આપત્‍કાળની પાશર્વભૂમિ પર હિંદુ ધર્મએ ધર્માચરણમાં કેટલાક પર્યાય કહ્યા છે. તેને ‘આપદ્‌ધર્મ’ કહે છે. ‘આપદ્‌ધર્મ’ અર્થાત્ ‘आपदि कर्तव्‍यो धर्मः ।’  અર્થાત્ ‘આપત્‍કાળમાં ધર્મશાસ્‍ત્રને માન્‍ય રહેલી કૃતિ.’

આ કાળમાં જ ‘પિતૃપક્ષ’ આવતો હોવાથી સંપત્‍કાળમાં કહેલી પદ્ધતિથી આ વેળાએ તે હંમેશાંની જેમ કરવામાં મર્યાદા આવી શકે છે. આવી સ્‍થિતિમાં ‘શ્રાદ્ધ કરવા વિશે શાસ્‍ત્રવિધાન શું છે ?’, એ આગળ જણાવ્‍યું છે. અહીં મહત્વનું સૂત્ર એમ કે, ‘હિંદુ ધર્મમાં કયા સ્‍તર પર જઈને માનવીનો વિચાર કર્યો છે ?’, આ વાત આમાંથી શીખવા મળે છે. આમાંથી હિંદુ ધર્મનું એકમેવાદ્વિતીયત્‍વ રેખાંકિત થાય છે.

 

          ૧. આમશ્રાદ્ધ કરવું

‘આપત્‍કાળમાં અથવા ભાર્યાના અભાવથી તેમજ તીર્થક્ષેત્રમાં અને સંક્રાંતિના દિવસે આમશ્રાદ્ધ કરવું’, એવું કાત્‍યાયનનું વચન છે. કેટલાક કારણોસર પૂર્ણ શ્રાદ્ધવિધિ કરવાનું ન બને તો સંકલ્‍પપૂર્વક ‘આમશ્રાદ્ધ’ કરવું. પોતાની ક્ષમતા અનુસાર અનાજ, ચોખા, તેલ, ઘી, ખાંડ, બટાટા, નારિયેળ, ૧ સોપારી, ૨ નાગરવેલનાં પાન, ૧ નાણું ઇત્‍યાદિ સામગ્રી તબકમાં મૂકવી. ‘आमान्‍नस्थित श्री महाविष्‍णवे नमः ।’  આ નામમંત્ર બોલતા બોલતા તેના પર ચંદન, અક્ષત, ફૂલ અને તુલસીપત્ર એકત્રિત ચઢાવવા. તે સામગ્રી એકાદ પુરોહિતને આપવી. પુરોહિત ઉપલબ્‍ધ ન હોય તો વેદપાઠશાળા, ગોશાળા અથવા દેવસ્‍થાનને દાન આપવી.

 

૨. ‘હિરણ્‍ય શ્રાદ્ધ’ કરવું

જો ઉપરોક્ત કરવાનું સંભવ ન હોય તો સંકલ્‍પપૂર્વક ‘હિરણ્‍ય શ્રાદ્ધ’ કરવું, અર્થાત્ પોતાની ક્ષમતા અનુસાર વ્‍યાવહારિક દ્રવ્‍ય (પૈસા) એક તબકમાં મૂકવું. ‘हिरण्‍यस्‍थित श्री महाविष्‍णवे नमः ।’ અથવા ‘द्रव्‍यस्‍थित श्री महाविष्‍णवे नमः ।’ એમ બોલીને તેના પર ચંદન, અક્ષત, ફૂલ અને તુલસીપત્ર એકત્રિત ચઢાવવા. તે ધન એકાદ પુરોહિતને આપવું. પુરોહિત ઉપલબ્‍ધ ન હોય તો વેદપાઠશાળા, ગોશાળા અથવા દેવસ્‍થાનને દાન આપવું.

 

૩. ગોગ્રાસ આપવો

જેમને આમશ્રાદ્ધ કરવાનું સંભવ નથી, તેમણે ગોગ્રાસ આપવો. જ્‍યાં ગોગ્રાસ આપવાનું સંભવ થતું નથી, તેમણે પાસેની ગોશાળાનો સંપર્ક કરીને ગોગ્રાસ તરીકે થોડા પૈસા અર્પણ કરવા.

ઉપરોક્ત આમશ્રાદ્ધ, હિરણ્‍યશ્રાદ્ધ અથવા ગોગ્રાસ સમર્પણ કર્યા પછી તલ તર્પણ કરવું. પંચપાત્રમાં (પવાલામાં) પાણી લેવું. તેમાં થોડા કાળા તલ નાખવા. આ રીતે તીલોદક સિદ્ધ થાય છે. તીલોદક સિદ્ધ થયા પછી હયાત ન રહેલા પિતરોનાં નામ લઈને જમણા હાથનો અંગૂઠો અને તર્જનીમાંથી તીલોદક સમર્પણ કરવું. મૃત વ્‍યક્તિનું નામ જાણતા ન હોવ; પણ તે વ્‍યક્તિ જ્ઞાત હોય તો તે વ્‍યક્તિનું સ્‍મરણ કરીને તીલોદક સમર્પણ કરવું. અમસ્‍તા પણ આ સર્વ વિધિ સમયે પુરોહિત મંત્ર બોલે છે અને આપણે કૃતિ કરીએ છીએ. પુરોહિત ઉપલબ્‍ધ હોય તો તેમને બોલાવીને ઉપર જણાવ્‍યા પ્રમાણે વિધિ કરવા. પુરોહિત જો ઉપલબ્‍ધ ન હોય તો આ લેખમાં આપેલી જાણકારી અનુસાર ભાવ રાખીને વિધિ કરવો.

એકાદને જો કોઈપણ વિધિ કરવાનું સંભવ ન હોય, તો તેણે ઓછામાં ઓછું તલતર્પણ કરવું.

 

૪. જેમને ઉપર જણાવ્‍યામાંથી કાંઈ જ કરવાનું શક્ય ન હોય,
તેમણે ધર્મકાર્ય માટે સમર્પિત એકાદ આધ્‍યાત્‍મિક સંસ્‍થાને અર્પણ કરવું

શ્રાદ્ધવિધિ કરતી વેળાએ કરવાની પ્રાર્થના !

‘આવી પડેલી પરિસ્‍થિતિમાં શાસ્‍ત્રમાર્ગને અનુસરીને આમશ્રાદ્ધ, હિરણ્‍ય શ્રાદ્ધ અથવા તર્પણ વિધિ (ઉપર જણાવેલામાંથી જે કાંઈ કર્યું હોય, તેનો ઉલ્‍લેખ કરવો) કર્યો છે. તેના દ્વારા પિતરોને અન્‍ન અને જળ મળવા દો. આ દાનથી સર્વ પિતરો તૃપ્‍ત થાય. તેમની કૃપાદૃષ્‍ટિ અમારા પર રહેવા દો. અમારી આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ માટે તેમના આશીર્વાદ પ્રાપ્‍ત થવા દો. દત્તગુરુની કૃપાથી તેમને આગળની ગતિ મળવા દો’, એવી શ્રી દત્તગુરુનાં ચરણોમાં પ્રાર્થના કરવી.

પિતૃપક્ષ પછી અધિકમાસ આવતો હોવાથી તે કાળમાં અર્થાત્ ૧૮.૯.૨૦૨૦ થી ૧૬.૧૦.૨૦૨૦ આ કાળમાં શ્રાદ્ધ કરવું નહીં. ત્‍યાર પછી મહાલય સમાપ્‍તિ સુધી અર્થાત્ ૧૭.૧૦.૨૦૨૦ થી ૧૫.૧૧.૨૦૨૦ આ કાળમાં શ્રાદ્ધ કરી શકાશે.

કોરોના મહામારીને કારણે વર્તમાન સ્‍થિતિમાં પાલટ થઈને તે પૂર્વવત્ થાય તો વિધિપૂર્વક પિંડદાન કરીને શ્રાદ્ધ કરવું.’

સૌજન્‍ય : સનાતન સંસ્‍થા

Leave a Comment