અલંકારમાં દેવતાનાં ચિત્રો મઢાવવા યોગ્‍ય કે અયોગ્‍ય ?

૧. સર્વસામાન્‍ય રીતે અલંકારમાં દેવતાનાં ચિત્રો હોવા અયોગ્‍ય શા માટે છે ?

(પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

‘કેટલાક અલંકારમાં દેવતાનું, ઉદા. શ્રી. લક્ષ્મીદેવીનું પદક (પેંડેંટ) હોય છે. એમ હોવું અયોગ્‍ય છે. તેનું કારણ આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

આજકાલ મોટાભાગના દેવતાઓનાં ચિત્રો સાત્વિક હોતા નથી. તેથી જો દેવતાનાં ચિત્રો રહેલા અલંકારો પરિધાન કરીએ, તો પણ તેમાંથી તે દેવતાના તત્વનો લાભ થતો નથી. તેનાથી ઊલટું આગળ જણાવેલાં કારણોસર તોટો તો થાય છે જ – દેવતાનું સ્‍થાન હંમેશાં પૂજાઘરમાં હોય છે. અલંકાર કબાટમાં ઇત્‍યાદિ સ્‍થાન પર બંધિયાર જગ્‍યામાં મૂકવામાં આવે છે. તેથી એક રીતે દેવતાનું વિડંબન થાય છે; એમ ભલે હોય, તો પણ દેવતાનું ચિત્ર ધરાવનારા અલંકાર પહેરવાથી થનારો લાભ પરિધાન કરનારાનો ઉદ્દેશ, ભાવ, સાધના ઇત્‍યાદિ પર આધારિત હોય છે.

અધ્‍યાત્‍મમાં ઉદ્દેશને વધારે મહત્વ આપ્‍યું છે. તેથી જો એકાદ ‘અલંકારમાંથી ચૈતન્‍ય મળે અથવા અલંકાર પરિધાન કરવાથી પોતાના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય’, આ ભાવ રાખીને દેવતાનું ચિત્ર ધરાવનારા અલંકાર પહેરે, તો તેને કારણે દેવતાનું વિડંબન થશે નહીં; પણ વર્તમાન કળિયુગમાં આવો ભાવ ધરાવનારા અથવા સારી સાધના કરનારા ઘણાં ઓછા છે. તેથી સર્વસામાન્‍ય રીતે દેવતાનું ચિત્ર ધરાવનારા અલંકાર પરિધાન ન કરવા, તે જ ઇષ્‍ટ પુરવાર થાય છે.

 

૨. અલંકારમાં સનાતન-નિર્મિત
દેવતાઓનાં સાત્વિક ચિત્રો હોવાનું યોગ્‍ય શા માટે છે ?

સનાતન-નિર્મિત દેવતાઓના ચિત્રોમાં સરેરાશ ૨૭ થી ૩૨ ટકા જેટલી સાત્વિકતા છે. (કળિયુગમાં સર્વસામાન્‍ય રીતે દેવતાના ચિત્ર અથવા મૂર્તિમાં વધારેમાં વધારે ૩૦ ટકા તે તે દેવતાનું તત્ત્વ આવી શકે છે.) ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલયે’ ‘યુ.એ.એસ્. (યુનિવર્સલ ઑરા સ્‍કૅનર)’ ઉપકરણ દ્વારા અને ‘પિપ (પૉલીકૉન્ટ્‍રાસ્ટ ઇંટરફરન્‍સ ફોટોગ્રાફી)’ આ તંત્રજ્ઞાન દ્વારા અન્‍યત્ર ઉપલબ્‍ધ રહેનારા દેવતાનાં ચિત્રો અને કેટલાંક સનાતન-નિર્મિત દેવતાનાં સાત્વિક ચિત્રો વિશે તુલનાત્‍મક પ્રયોગો કર્યા છે.

તેમાં ‘અન્‍યત્ર ઉપલબ્‍ધ રહેનારા દેવતાનાં ચિત્રોની તુલનામાં સનાતન-નિર્મિત દેવતાઓનાં  ચિત્રોમાં વધારે સાત્વિકતા હોવાથી અને તેને કારણે લાભ થયો હોવાનું અનેક લોકોએ અનુભવ્‍યું છે. તેથી સનાતન-નિર્મિત દેવતાઓનાં સાત્વિક ચિત્રો ધરાવનારા અલંકાર પરિધાન કરવાથી તે પરિધાન કરનારાને સાત્વિકતાનો લાભ મળે છે. આવા અલંકાર ભાવપૂર્ણ રીતે ધારણ કરીને સાત્વિકતાનો વધારેમાં વધારે લાભ મેળવી શકાય છે !’

 (પરાત્‍પર ગુરુ) ડૉ. આઠવલે

Leave a Comment