આધ્યાત્મિક દૃષ્ટિએ ચૈતન્યમય રહેલા ગોમૂત્રથી વાળ ધોવા
વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો.
વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો.
પુરુષત્વરૂપી ક્રિયાધારકતા સ્વયં-ક્રિયાનું પ્રતીક હોવાથી પુરુષ જમણી નાડીનું પ્રતિનિધિત્વ કરનારી જમણા હાથની અનામિકામાં વીંટી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ કર્મપ્રધાન સ્વરૂપનું પ્રતીક હોવાથી ડાબી નાડીનું પ્રતિનિધિત્વ કરનારી ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરે છે.
તહેવાર, યજ્ઞ, જનોઈ, વિવાહ, વાસ્તુશાંતિ જેવી ધાર્મિક વિધિના સમયે દેવતા અને આસુરી શક્તિ વચ્ચે સૂક્ષ્મ-યુદ્ધ ક્રમવાર બ્રહ્માંડ, વાયુમંડળ અને વાસ્તુમાં ચાલતું હોય છે. તેથી તહેવાર ઊજવનારી અને ધાર્મિક વિધિને સ્થાને ઉપસ્થિત રહેનારી વ્યક્તિ પર આ સૂક્ષ્મ-યુદ્ધનું પરિણામ થઈને તેમને અનિષ્ટ શક્તિઓનો ત્રાસ થઈ શકે.
ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્યક્તિગત સ્તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્યાદિનો ઉપયોગ કરવો. અંત્યેષ્ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્મનો ઉપયોગ કરવો.
હવે કળિયુગમાં સર્વ બાબતો યાંત્રિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ રાખીને ચાલુ હોવાથી માનવીને મહાભયંકર એવી અનિષ્ટ શક્તિઓના રજ-તમાત્મક પ્રકોપને બલિ ચડવું પડે છે. આ સર્વ સુધારીને પાછા પૂર્વવત્ સાત્ત્વિક આચાર સમાજમાં અંકિત કરવા, ઘણું અઘરું કામ છે; તેથી કળિયુગમાં આ બધામાંથી તરી જવા માટે નામસાધના વિશદ કરી છે.
‘કેટલાક સંપ્રદાયોમાં વિશિષ્ટ પહેરવેશ (ઉદા. ભગવાં વસ્ત્રો, ગળામાં માળા, જટા) શા માટે કહે છે ?’, એવો પ્રશ્ન કેટલાક લોકોને ઉપસ્થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ કે, ‘સંપ્રદાયમાંની વ્યક્તિ ‘સાધક’ પંથની છે’ તેનું તેને નિરંતર ભાન રહે, એટલો જ તે પહેરવેશનો હેતુ હોય છે.
એકસરખા આધ્યાત્મિક રંગના વસ્ત્રો વધારે પ્રમાણમાં પારદર્શકતાના દર્શક હોવાથી તે આધ્યાત્મિક દૃષ્ટિએ વધુ સત્ત્વગુણી માનવામાં આવ્યા છે.
‘કપડાં ધોવાથી તેમાંની રજ-તમ લહેરો અને કાળી શક્તિ ઓછી થાય છે. ધોયેલા કપડાંને વિભૂતિ લગાડવાથી અથવા કપડાંમાં ઉદબત્તીના ટુકડા રાખવાથી તેમનામાંનું ચૈતન્ય અને સુગંધનું પરિણામ કપડાં પર થઈને કપડાંમાંની કાળી શક્તિ અને રજ-તમ નષ્ટ થવામાં સહાયતા થાય છે.
સર્વસામાન્ય માનવીની પ્રકૃતિ તારક હોવાથી તેને મારક તત્ત્વનો ત્રાસ થવાની શક્યતા હોય છે. કપડાં પરની આડી રેખાઓમાંથી મારક તત્ત્વ પ્રક્ષેપિત થતું હોવાથી તેના દ્વારા ત્રાસ થવાની સંભાવના હોવાથી આડી રેખા ધરાવતાં કપડાં પહેરવા નહીં.
પથારી ભૂમિ સાથે સંલગ્ન હોવાથી પાતાળમાંથી પ્રક્ષેપિત થનારી ત્રાસદાયક લહેરોને કારણે પથારી ભારિત થાય છે. એકાદ જીવ જ્યારે તેના પર બેસે છે, ત્યારે તેના મનમાં ચાલી રહેલા અસંખ્ય વિચારોના માધ્યમ દ્વારા પ્રક્ષેપિત થનારા રજ-તમયુક્ત લહેરોનું આવરણ તેના દેહ ફરતે બને છે.