મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર) કરતાં ધોતિયું શ્રેષ્‍ઠ હોવા પાછળનું શાસ્‍ત્ર

‘દક્ષિણ ભારતીઓને ‘મુંડૂ (લુંગી જેવું વસ્‍ત્ર)’ આ તેમના પારંપારિક પહેરવેશનું વિશેષ અભિમાન છે. ખરું જોતાં ઋષિ-મુનિઓના કાળથી ચાલી આવેલો હિંદુઓનો પહેરવેશ ‘ધોતિયું’ હિંદુઓની પ્રાચીન પરંપરા અને તે હિંદુ સંસ્‍કૃતિનું અવિભાજ્‍ય અંગ જ છે.

કપડાં સીવવાની પદ્ધતિ

હવે કળિયુગમાં સર્વ બાબતો યાંત્રિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ રાખીને ચાલુ હોવાથી માનવીને મહાભયંકર એવી અનિષ્‍ટ શક્તિઓના રજ-તમાત્‍મક પ્રકોપને બલિ ચડવું પડે છે. આ સર્વ સુધારીને પાછા પૂર્વવત્ સાત્ત્વિક આચાર સમાજમાં અંકિત કરવા, ઘણું અઘરું કામ છે; તેથી કળિયુગમાં આ બધામાંથી તરી જવા માટે નામસાધના વિશદ કરી છે.

સાત્ત્વિક કપડાંનું મહત્ત્વ

‘કેટલાક સંપ્રદાયોમાં વિશિષ્‍ટ પહેરવેશ (ઉદા. ભગવાં વસ્‍ત્રો, ગળામાં માળા, જટા) શા માટે કહે છે ?’, એવો પ્રશ્‍ન કેટલાક લોકોને ઉપસ્‍થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ કે, ‘સંપ્રદાયમાંની વ્‍યક્તિ ‘સાધક’ પંથની છે’ તેનું તેને નિરંતર ભાન રહે, એટલો જ તે પહેરવેશનો હેતુ હોય છે.

પ્રકૃતિ અનુસાર કપડાંનો રંગ

એકસરખા આધ્‍યાત્‍મિક રંગના વસ્‍ત્રો વધારે પ્રમાણમાં પારદર્શકતાના દર્શક હોવાથી તે આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ વધુ સત્ત્વગુણી માનવામાં આવ્‍યા છે.

નવું વસ્ત્ર પહેલી વાર પરિધાન કરવું

‘કપડાં ધોવાથી તેમાંની રજ-તમ લહેરો અને કાળી શક્તિ ઓછી થાય છે. ધોયેલા કપડાંને વિભૂતિ લગાડવાથી અથવા કપડાંમાં ઉદબત્તીના ટુકડા રાખવાથી તેમનામાંનું ચૈતન્‍ય અને સુગંધનું પરિણામ કપડાં પર થઈને કપડાંમાંની કાળી શક્તિ અને રજ-તમ નષ્‍ટ થવામાં સહાયતા થાય છે.

કપડાં પરની વેલ-બુટ્ટી (કોતરણી)

સર્વસામાન્‍ય માનવીની પ્રકૃતિ તારક હોવાથી તેને મારક તત્ત્વનો ત્રાસ થવાની શક્યતા હોય છે. કપડાં પરની આડી રેખાઓમાંથી મારક તત્ત્વ પ્રક્ષેપિત થતું હોવાથી તેના દ્વારા ત્રાસ થવાની સંભાવના હોવાથી આડી રેખા ધરાવતાં કપડાં પહેરવા નહીં.