કપડાં સીવવાની પદ્ધતિ

Article also available in :

અનુક્રમણિકા

સીવ્યા વિનાના (અખંડ) વસ્‍ત્રો પરિધાન કરવાથી ચૈતન્‍ય મળીને આધ્‍યાત્‍મિક ઉપાય થાય છે અને સીવેલાં વસ્‍ત્રોને કારણે ઓછા પ્રમાણમાં ચૈતન્‍ય મળે છે. કપડાંની સિલાઈ ગૂંચવણવાળી ન હોવી જોઈએ, ઉદા. કપડાં પર વધારે કલ્‍લી ન હોવી જોઈએ. આ વિશેનો ઊહાપોહ સદર લેખમાં કરવામાં આવ્‍યો છે.

 

૧. પહેલાંના કાળમાં ગાંઠ
મારેલાં કપડાં પહેરવાની યોગ્‍ય પદ્ધતિ

‘પહેલાંના કાળમાં સ્‍ત્રીઓ અથવા પુરુષો ગાંઠ બાંધવામાં આવતાં વસ્‍ત્રોનો ઉપયોગ કરતા હતા. સ્‍ત્રીઓ નવવારની સાડી અને ગાંઠ મારેલી ચોલી (પોલકું) પહેરતી હોવાથી ગાંઠના માધ્‍યમ દ્વારા સાત્ત્વિક લહેરો સંબંધિત ઠેકાણે વસ્‍ત્રમાં બદ્ધ થઈને આવશ્‍યકતા અનુસાર તે જીવ માટે કાર્ય કરતી હતી. તેમજ પુરુષો પણ ગાંઠ મારેલું ધોતિયું પરિધાન કરતા અથવા બંડી વાપરતા. બંડીને ગાંઠ ભલે ન હોય, તો પણ ઠેકઠેકાણે નાડીઓનાં રૂપમાં ગાંઠ જ મારેલી હોવાથી આ ગાંઠ પણ સાત્ત્વિક લહેરો પોતાનામાં ઘનીભૂત કરીને આ લહેરોનો તે જીવને આવશ્‍યકતા અનુસાર લાભ કરી દેતી હતી.’ – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

 

૨. કપડાં પર ન્‍યૂનતમ
(ઓછામાં ઓછી) સિલાઈ શા માટે હોવી ?

અ. સિલાઈને કારણે છિદ્રો પડીને તેમાંથી
વાતાવરણમાંની અથવા વાયુ-મંડળમાંની રજ-
તમયુક્ત લહેરો કપડાંમાં ઘૂસવાની શક્યતા વધારે હોવી

‘કપડાં સીવતી વેળાએ કપડાને પ્રત્‍યેક સમયે કાણું પાડીને તેમાંથી દોરો પરોવીને ટાંકા લેવામાં આવે છે. છેદ કરવો, અર્થાત્ વાયુમંડળમાંની રજ-તમયુક્ત લહેરોને આકર્ષિત કરી લેવી. ગાંઠ મારીને વાપરવાના વસ્‍ત્રોને બટન ઇત્‍યાદિ લગાડેલા ન હોવાથી વસ્‍ત્રો પર ન્‍યૂનતમ સિલાઈ થઈને સિલાઈ દ્વારા છિદ્રો પડીને તેમાંથી રજ-તમયુક્ત લહેરો વસ્‍ત્રમાં ઘૂસવાની સંભાવના ઘણી ઓછી હોય છે.’ – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

આ. સીવવાની પ્રક્રિયામાં નિર્માણ થનારાં અનિષ્‍ટ
શક્તિઓનાં સ્‍પંદનોને કારણે મોટાભાગના દરજીઓ ત્રસ્‍ત હોવા

સંકલક : કપડાં સીવતી વેળાએ કપડાને પ્રત્‍યેક સમયે છિદ્ર પાડીને તેમાં દોરો પરોવીને ટાંકા લેવામાં આવે છે. છેદ આપવો, અર્થાત્ જ વાયુમંડળમાંની રજ-તમયુક્ત લહેરોને આકર્ષિત કરી લેવી, એવું છે, તો પછી સર્વ દરજીઓને તેનો ત્રાસ થતો હશે ને ?

એક વિદ્વાન : હા. મોટાભાગે સર્વ દરજીઓ અનિષ્‍ટ શક્તિઓના ત્રાસથી ગ્રસ્‍ત હોઈ શકે. કપડાં સીવવા માટે વાપરવામાં આવતા યંત્ર દ્વારા ઉત્‍પન્‍ન થનારા ત્રાસદાયક નાદ ભણી વાયુમંડળમાંની અનિષ્‍ટ શક્તિઓ અને ત્રાસદાયક કંપનો આકર્ષિત થાય છે. કાપડ કાપતી વેળાએ થનારો કાતરનો ‘કરકર’ ધ્‍વનિ પણ ત્રાસદાયક સ્‍પંદનોને આમંત્રિત કરે છે. કપડાં સીવવાની પ્રક્રિયામાં સોયનો કપડા પર થનારો રજ-તમાત્‍મક આઘાતયુક્ત નાદ, તેમજ આ નાદથી ભારિત સોયના સ્‍પર્શથી કપડા પર થનારા છિદ્રો એ પણ સાહજિક રીતે જ રજ-તમયુક્ત લહેરોથી યુક્ત હોવાથી દરજીઓના ફરતેનું વાયુમંડળ, તેમજ દેહ પણ આ સ્‍પંદનોથી ભારિત થઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે સમયજતાં દરજીઓને શારીરિક અને માનસિક વ્‍યાધિઓનો ઓછા સમયગાળામાં જ સામનો કરવો પડે છે. – એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૩.૩.૨૦૦૮, સાંજે ૫.૫૩)

ઇ. સીવ્યા વિનાના (અખંડ) વસ્‍ત્ર પરિધાન
કરવાથી ચૈતન્‍ય મળીને આધ્‍યાત્‍મિક ઉપાય થવા

‘અખંડ વસ્‍ત્રમાંનો પ્રત્‍યેક દોરો અખંડ રહ્યો હોવાથી તેમાંથી વહેનારી ચૈતન્‍યલહેરોનું તે સંપૂર્ણ વસ્‍ત્રમાં વહન કરી શકે છે. તેને કારણે અખંડ વસ્‍ત્ર પરિધાન કરવાથી જીવના દેહમાં ચૈતન્‍ય ફેલાઈને તેના પર આધ્‍યાત્‍મિક ઉપાય થાય છે, ઉદા. સાડી પરિધાન કર્યા પછી વધારે પ્રમાણમાં આધ્‍યાત્‍મિક ઉપાય થાય છે. જ્‍યારે વસ્‍ત્ર કાપવામાં આવે છે, ત્‍યારે તેમાંના દોરાનું અખંડત્‍વ નષ્‍ટ થાય છે. તેને કારણે તેમાંથી વહેનારી ચૈતન્‍યલહેરોના પ્રવાહમાં અડચણો નિર્માણ થઈને દોરામાંનું ચૈતન્‍ય સંપૂર્ણ વસ્‍ત્રમાં ફેલાઈ શકતું નથી. તેને કારણે સીવેલાં વસ્‍ત્રો પરિધાન કર્યા પછી ચૈતન્‍યનો લાભ ઓછા પ્રમાણમાં થાય છે અને આધ્‍યાત્‍મિક ઉપાય પણ ઓછા પ્રમાણમાં થાય છે, ઉદા. સલવાર-કુરતું.’ – ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૨૮.૧૧.૨૦૦૭, સાંજે ૭.૧૦) કપડાની સિલાઈ ગૂંચવણભરી ન હોવી જોઈએ, ઉદા. કપડાં પર વધારે કલ્લી ન હોવી જોઈએ.

 

૩. કપડાં પરિધાન કર્યા હોય ત્‍યારે તે શા માટે ન સીવવા ?

‘સળંગ વસ્‍ત્ર સાત્ત્વિક હોય છે, જ્‍યારે અનેક છિદ્રો ધરાવનારું વસ્‍ત્ર ત્રાસદાયક સ્‍પંદનોથી યુક્ત હોય છે. કપડાં સીવવા આ ક્રિયા ફાટેલા છિદ્રોને સળંગતા ઉપલબ્‍ધ કરી દેવાની દૃષ્‍ટિએ ભલે મહત્ત્વની હોય, તો પણ ફાટેલા છિદ્રોને સીવતી વેળાએ કરવામાં આવતી પ્રક્રિયા મોટા પ્રમાણમાં ફાટેલા વસ્‍ત્ર પરના સંબંધિત ભાગમાંની રજ-તમયુક્ત લહેરોની ઉત્‍સર્જનાત્‍મક પ્રક્રિયાને પોષક પુરવાર થાય છે. કપડાં સીવતી વેળાએ મોટા પ્રમાણમાં રજ-તમાત્‍મક લહેરોનું ફુવારાના રૂપમાં વાયુમંડળમાં ઉત્‍સર્જન થતું હોવાથી આ પ્રક્રિયાનો દેહને સ્‍પર્શ થવો એ ટાળવું ઇષ્‍ટ જ પુરવાર થાય છે. અન્‍યથા આ રજ-તમાત્‍મક પ્રક્રિયાનો દેહને ત્રાસ થવાની જ શક્યતા વધારે હોવાથી બને ત્‍યાં સુધી દેહ પર, અર્થાત્ દેહની નજીક કપડાં સીવવાનું ટાળવું.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૩.૩.૨૦૦૮, સવારે ૧૧.૪૦)

 

૪. યંત્રનો ઉપયોગ કરીને કપડાં
સીવવાથી થનારો તોટો અને તેના પરના ઉપાય

અ. સિલાઈયંત્ર પર સીવેલાં કપડાં કરતાં હાથસિલાઈ
નાં કપડાંમાં કાળાં સ્‍થાનો ઓછા પ્રમાણમાં નિર્માણ થવાં

‘પહેલાં હાથથી કપડાં પર સિલાઈ કરવામાં આવતી હોવાથી વસ્‍ત્ર પર સ્‍પર્શના માધ્‍યમ દ્વારા ન્‍યૂનતમ આઘાત થતા હતા. તેને કારણે છિદ્રમાં રજ-તમાત્‍મક લહેરો ઘનીભૂત થવાનું પ્રમાણ પણ ઓછું હતું; પણ હવે સર્વત્ર સિલાઈયંત્ર આવ્‍યું હોવાથી તેની ત્રાસદાયક નાદ ઉત્‍પન્‍ન કરવાની પ્રક્રિયા દ્વારા તેના તાલ પર સોય દ્વારા વસ્‍ત્રો પર છિદ્રો પાડવાની આઘાતયુક્ત ક્રિયાને કારણે વસ્‍ત્રો પર પડેલાં સૂક્ષ્મ-છિદ્રોમાં રજ-તમાત્‍મક લહેરોનું સંક્રમણ થઈને તે છિદ્રો પૂર્ણ રીતે બંધ થઈને તે છિદ્રો કપડાંમાં પણ અનિષ્‍ટ શક્તિઓનાં ઘનીભૂત કાળાં સ્‍થાનો બનાવવામાં પોષક પુરવાર થાય છે. ટૂંકમાં કપડાં પર સિલાઈયંત્રથી કરેલા આઘાતદાયી સિલાઈનું પ્રમાણ જેટલું વધારે, તેટલાં કપડાંમાંથી ત્રાસદાયક સ્‍પંદનો બહાર પડવાનું પ્રમાણ વધારે હોય છે.

આ. પહેલાંના કાળમાં ચરખા પર સુતર
કાંતતી વેળાએ નામજપ કરવાથી કપડાં સાત્ત્વિક થવાં

પહેલાંના કાળમાં ચરખા પર હાથથી સુતર કાંતતા હતા. આ સુતર નામધારીએ કાંતેલું હોવાથી તે સુતર પર પણ નામનો સંસ્‍કાર થતો હતો. નામજપનો સંસ્‍કાર થવાથી કપડાં સાત્ત્વિક બનવામાં સહાયતા થતી હતી.

ઇ. આધુનિક યંત્રોને કારણે
માનવીદેહમાંના રજ-તમાત્‍મક સ્‍થાનોની જાગૃતિ થવી

વર્તમાન યુગમાં આવેલા મોટાભાગનાં યંત્રો વીજળી પર ચાલનારા હોય છે. આ યંત્રો મોટા પ્રમાણમાં માનવીદેહમાંના રજ-તમાત્‍મકરૂપી સ્‍થાનોને જાગૃત કરીને વાયુમંડળને દૂષિત કરવામાં મોટા પ્રમાણમાં સહાયતા કરતા હોય છે.

ઈ. કળિયુગમાં વિજ્ઞાનને કારણે થયેલી યાંત્રિક પદ્ધતિની
જીવનશૈલીના જોખમો ટાળવા માટે નામજપ અત્‍યાવશ્‍યક

હવે કળિયુગમાં સર્વ બાબતો યાંત્રિક પદ્ધતિથી અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિકોણ રાખીને ચાલુ હોવાથી માનવીને મહાભયંકર એવી અનિષ્‍ટ શક્તિઓના રજ-તમાત્‍મક પ્રકોપને બલિ ચડવું પડે છે. આ સર્વ સુધારીને પાછા પૂર્વવત્ સાત્ત્વિક આચાર સમાજમાં અંકિત કરવા, ઘણું અઘરું કામ છે; તેથી કળિયુગમાં આ બધામાંથી તરી જવા માટે નામસાધના વિશદ કરી છે. તેને કારણે યાંત્રિક પદ્ધતિથી પાર પડી રહેલાં કર્મો દ્વારા પણ અકર્મ કર્મ સાધ્‍ય થઈને તેમાંથી ઉત્‍પન્‍ન થયેલી પાપકારી રજ-તમાત્‍મક લહેરોનું વિઘટન થઈને પુણ્‍યપ્રાપ્‍તિ થાય છે.

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૨૯.૧૦.૨૦૦૭, સવારે ૯.૪૬)

(સૂત્ર ‘૨’માં કહ્યું તે પ્રમાણે હાથથી સુતર કાંતતી વેળાએ નામજપ કરવાથી કપડાં સાત્ત્વિક બનવામાં સહાયતા થાય છે. અહીં મર્યાદિત પ્રમાણમાં યંત્રનો ઉપયોગ કરવામાં આવ્‍યો હોવાથી મૂળમાં જ કાળી શક્તિ નિર્માણ થવાનું પ્રમાણ ઓછું હોય છે. આજકાલ વીજળી પર ચાલતી યંત્રસામગ્રીને કારણે મોટા પ્રમાણમાં નિર્માણ થનારી કાળી શક્તિનું પરિણામ નષ્‍ટ કરવા માટે સહેજે નામજપ પણ મોટા પ્રમાણમાં અને એકાગ્રતાથી કરવાની આવશ્‍યકતા હોય છે.)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘કપડાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ કેવા હોવા જોઈએ ?’

Leave a Comment