હાથની આંગરીઓમાં વીંટી પહેરવાનું મહત્ત્વ

Article also available in :

અનુક્રમણિકા

હાથની આંગરીઓમાં વીંટી પહેરવાનું મહત્ત્વ, તેમજ સ્‍ત્રીઓએ તેમજ પુરુષોએ કયા આંગરીઓમાં વીંટી પહેરવી, એ વિશેનું વિવેચન આ લેખ દ્વારા સમજી લઈએ.

 

૧. ઇતિહાસ

હાથની એક આંગળીમાં અથવા અનેક આંગળીઓમાં વીંટી પહેરવાની પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવતી હોવાનું વર્તાય છે. વીંટી પર પોતાનું નામ કોતરીને તેનો મુદ્રા તરીકે ઉપયોગ કરવાની પદ્ધતિ રામાયણ જેટલી પ્રાચીન (ત્રેતાયુગથી પ્રચલિત) છે. હનુમાનજી જ્‍યારે સીતાજીના શોધમાં નીકળ્‍યા હતા, ત્‍યારે શ્રીરામે પોતાના નામની વીંટી ‘નિશાની’ તરીકે સીતાજીને આપવા માટે તેમની પાસે આપી હતી.

 

૨. ઉપયોગ

અ. રાજમુદ્રા

પહેલાના સમયમાં રાજાઓ પોતાનું ચિહ્‌ન વીંટી પર કોતરીને તેનો છાપ (સિક્કો) અને નિશાની (રાજમુદ્રા) તરીકે ઉપયોગ કરતા. એને લીધે વીંટીને ‘મુદ્રિકા’ પણ કહેવામાં આવે છે.

આ. સંરક્ષણ

‘વીંટી એ કેવળ હાથની આંગળીઓનું સૌંદર્ય વધારનારો એક અલંકાર હોવાને બદલે તેની પાછળ સંરક્ષણની કલ્‍પના પણ છે.

૧. મંત્રેલી વીંટી (મંત્રથી સિદ્ધ કરેલી) આંગળીમાં પહેરવાથી પિશાચ ઇત્‍યાદિની બાધા થતી નથી.

૨. વીંટી પહેરવાથી આંગળીનું અનિષ્‍ટ શક્તિઓના આક્રમણો સામે સંરક્ષણ થાય છે.’

– ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૮.૧૫)

ઇ. સાધના માટે પૂરક

૧. ‘વીંટી’ના માધ્‍યમ દ્વારા જીવ ઇચ્‍છાશક્તિને અધીન થવાને બદલે નિયંત્રણમાં રહે છે. આ માધ્‍યમને કારણે જીવને પંચજ્ઞાનેંદ્રિયો પર નિયંત્રણ રાખતા આવડે છે.’ – શ્રીકૃષ્‍ણ (સૌ. પ્રાર્થના બુવાના માધ્‍યમ દ્વારા, ૩.૯.૨૦૦૫, રાત્રે ૧૧.૪૦)

૨. ‘વીંટીના ચૈતન્‍યને લીધે આંગળીના નરમ ભાગ પર દબાણ આવીને બિંદુ-દબાણના (ઍક્યુપ્રેશરના) ઉપાય થાય છે અને ત્‍યાં રહેલી કાળી શક્તિની અડચણ દૂર થઈને પ્રત્‍યેક આંગળીમાં ચૈતન્‍ય પહોંચે છે.’ – ઈશ્‍વર (કુ. મધુરા ભોસલેના માધ્‍યમ દ્વારા, ૧૨.૧૧.૨૦૦૭, રાત્રે ૮.૧૫)

 

૩. ચાંદીની અને સોનાની વીંટી

 

ચાંદીની વીંટી સોનાની વીંટી
૧. ‘વ્‍યક્ત થતો  ઘટક રજોગુણપ્રધાનતા તેજની કાર્યવાહકતા
૨. પરિણામ ચાંદીના રજોગુણી ધર્મ અનુસાર સતત ક્રિયાશીલ રહેતા આવડવું સોનામાં રહેલા તેજના પ્રવાહીપણાના સ્‍પર્શથી જમણી નાડી કાર્યશીલ સ્‍થિતિમાં રહીને સતત કાર્યપ્રવણ રહેતા આવડવું
૩. લાભ ચાંદીમાં રહેલા રજોધર્મને લીધે ક્રિયાશીલતા વધવી સોનામાં રહેલા તેજથી દેહનું રક્ષણ થવું

– સૂક્ષ્મ જગત્‌ના ‘એક વિદ્વાન’ (શ્રીચિતશક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૩૧.૧૨.૨૦૦૭, બપોરે ૪.૪૯)

 

૪. વીંટીના વિવિધ ધાતુ અનુસાર મળનારા ચૈતન્‍યનું પ્રમાણ

ધાતુ ચૈતન્‍યનું પ્રમાણ (ટકા)
૧. ‘સોનું ૭0
૨. ચાંદી ૩૫
૩. તાંબું ૧૫
૪. પંચધાતુ ૨૫
૫. અન્‍ય

૫. વીંટીના આકાર અનુસાર તેમાંથી કાર્યરત થનારા ચૈતન્‍યનું પ્રમાણ

વીંટીના વિવિધ આકારો ચૈતન્‍યનું પ્રમાણ (ટકા)
૧. નાગાકૃતિ 0.૫
૨. ચોરસ ૨૫
૩. લંબચોરસ આકૃતિ ૪૫
૪. વર્તુળાકાર આકૃતિ ૩0
૫. ત્રિકોણ આકૃતિ ૫0

૬. વિવિધ ચિહ્‌નો દ્વારા અંકિત કરેલી
વીંટીઓમાંથી મળનારા ચૈતન્‍યનું પ્રમાણ

 

અંગ્રેજી શબ્‍દ સ્‍વસ્‍તિક ગુરુકૃપાયોગનું  બોધચિહ્‌ન (નોંધ ૧)
૧. સ્‍ત્રીને મળનારા ચૈતન્‍યનું પ્રમાણ (ટકા) 0.૫ ૨૫ ૩0 ૫0
૨. પુરુષને મળનારા ચૈતન્‍યનું પ્રમાણ (ટકા) 0.૩ ૪0 ૨0 ૫0

નોંધ ૧ – ગુરુકૃપાયોગનું ચિહ્‌ન એ સનાતન સંસ્‍થાનું બોધચિહ્‌ન છે. ‘શિષ્‍યને મોક્ષપ્રાપ્‍તિ કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે’, એવો આ બોધ ચિહ્‌નનો અર્થ છે.

 

૭. વીંટી વિવિધ આંગળીઓમાં
પહેર્યા પછી ગ્રહણ થનારા ચૈતન્‍યનું પ્રમાણ

 

આંગળી ચૈતન્‍યનું પ્રમાણ (ટકા)
૧. અંગૂઠો ૧૫
૨. તર્જની ૨૫
૩. વચલી આંગળી ૪0
૪. અનામિકા
(નોંધ ૧)
 ૫0
૫. ટચલી આંગળી ૧૦’

નોંધ ૧ – અલંકાર એ શ્રીવિષ્‍ણુની ક્રિયાશક્તિનું પ્રતીક છે, તેમ જ અનામિકા એ જીવના કર્મયોગનું પ્રતીક છે. એટલે જીવે યોગ્‍ય કર્મ કરવું, એ અર્થથી તે આંગળીમાં વીંટી પહેરવા પાછળનો ઉદ્દેશ હોઈ શકે.

– એક અજ્ઞાત શક્તિ

 

૮. વીંટી અનામિકામાં શા માટે પહેરવી ?

અ. વીંટી અનામિકામાં પહેરવાથી ચૈતન્‍ય ગ્રહણ થવાનું પ્રમાણ સૌથી વધારે હોય છે.

આ. ‘વીંટી પ્રવાહીપણાની પ્રબળતા દર્શાવનારા આપતત્ત્વનું દર્શક રહેલી અનામિકામાં પહેરવામાં આવે છે; કારણકે જીવનો દેહ પણ પૃથ્‍વી અને આપ તત્ત્વની પ્રબળતાથી બનેલો હોવાથી જીવને વીંટીના પ્રવાહીપણાના સ્‍તર પર લાભ મળી શકે છે.

ઇ. જીવની મૂળ પ્રકૃતિદર્શક પૃથ્‍વી-આપતત્ત્વધારકતાને જાળવી રાખીને આંગળીઓની આપતત્ત્વધારકતાના સંયોગથી કાર્ય કરનારી અનામિકામાં જ સોના અથવા ચાંદીની વીંટી પહેરવામાં આવે, તો વધારે લાભદાયક બને છે.

ઈ. આપતત્ત્વના પ્રક્ષેપણ અને સંવર્ધનનું પ્રતીક રહેલી અનામિકામાં સોના-ચાંદીમાંથી બનાવેલી વીંટીઓ પહેરવી લાભદાયક છે.

 

૯. પુરુષોએ જમણા હાથની, જ્‍યારે સ્‍ત્રીઓએ
ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરવી યોગ્‍ય

પુરુષત્‍વરૂપી ક્રિયાધારકતા સ્‍વયં-ક્રિયાનું પ્રતીક હોવાથી પુરુષ જમણી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી જમણા હાથની અનામિકામાં વીંટી પહેરે છે, જ્‍યારે સ્‍ત્રીઓ કર્મપ્રધાન સ્‍વરૂપનું પ્રતીક હોવાથી ડાબી નાડીનું પ્રતિનિધિત્‍વ કરનારી ડાબા હાથની અનામિકામાં વીંટી પહેરે છે. ડાબી નાડી તારક, એટલે કે કર્મપ્રધાન છે, જ્‍યારે જમણી નાડી મારક, એટલે કે કૃતિપ્રધાન છે.’

– સૂક્ષ્મ જગત્‌ના એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્‍યમ દ્વારા, ૩૧.૧૨.૨૦૦૭, બપોરે ૪.૪૯)

 

૧૦. ઉદ્દેશ અનુસાર વીંટી વિવિધ આંગળીઓમાં પહેરવી

ગ્રહપીડા ટાળવા માટે જ્‍યોતિષો જુદા-જુદા ગ્રહોની વીંટીઓ પહેરવા માટે કહે છે. આ વીંટીઓ તે તે ગ્રહ સાથે સંબંધિત આંગળીઓમાં પહેરવાની હોય છે.

 

૧૧. સોનાની વીંટી
(સાત્ત્વિકતા : ૨ ટકા) પહેરીને કરેલા સૂક્ષ્મમાંના પ્રયોગ

એક સાધિકાની સોનાની વીંટી અનિષ્‍ટ શક્તિઓનો તીવ્ર ત્રાસ રહેલી સાધિકાએ પહેરીને આ પ્રયોગ કર્યો છે.

અ. વીંટી હાથમાં લીધા પછી

‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ ચાલુ થયો.

આ. વીંટી આંગળીમાં પહેર્યા પછી

આંગળીથી ખભા સુધી સારી શક્તિનો પ્રવાહ જઈ રહ્યો છે’, એવું લાગવું

વીંટી ડાબા હાથની અનામિકામાં પહેર્યા પછી મને ઓડકાર આવ્‍યા. તે પછી જીભ પર અને આંગળીના સ્‍થાને સારી સંવેદના જણાવા લાગી. ‘આંગળીથી ખભા સુધી સારી શક્તિનો પ્રવાહ જઈ રહ્યો છે’, એવું લાગ્‍યું. એ ગળા સુધી જઈને ‘અનિષ્‍ટ શક્તિએ ત્‍યાં સંઘરેલી કાળી શક્તિ બહાર પડી રહી છે’, એમ લાગ્‍યું.

૨. વીંટીમાંથી સારી શક્તિ સંક્રમિત થઈને તે શ્‍વાસનળી સાથે જોડાઈ જવી અને તેને લીધે તે જગ્‍યાએ પણ ચૈતન્‍ય ફેલાઈને ગળામાં આવેલું સૂકાપણું ઓછું થવું

વીંટીમાંથી સારી શક્તિ સંક્રમિત થઈને તે હાથમાંથી ઉપરની દિશામાં શ્‍વાસનળી સાથે જોડાઈ ગઈ. તેથી તે જગ્‍યાએ પણ ચૈતન્‍ય ફેલાઈને ગળાનું સૂકાપણું ઓછું થયું અને ગળા પાસેનો ભાગ પણ સારી શક્તિયુક્ત થયો હોય એમ લાગવા માંડ્યું. ત્‍યારે ગળા પર આવેલો તણાવ ઓછો થઈને તે ઠેકાણે મોકળાશ લાગવા માંડી.

ઇ. અનુભૂતિ

લેખ ટંકલેખન કરતી સમયે આંગળીઓની હિલચાલ વેગે થવી અને હાથમાં જીવંતપણું લાગીને હાથનું અસ્‍તિત્‍વ જુદું લાગવું

ઉપર આપેલો લેખ ટંકલેખન કરતી સમયે મારી આંગળીઓની હિલચાલ વેગે થતી હતી. ત્‍યારે હાથમાં જીવંતપણું લાગીને હાથનું અસ્‍તિત્‍વ જુદું લાગતું હતું. ‘વીંટીને લીધે મારી પ્રાણશક્તિ વધી રહી છે’, એમ લાગ્‍યું.

નમસ્‍કારની મુદ્રા કરતી સમયે વીંટી પહેરેલા હાથમાંથી શ્‍વેત પ્રકાશ બહાર પડતો હોય એમ દેખાયું.’ – એક સાધિકા

ઈ. પ્રયોગનો નિષ્‍કર્ષ

સારો આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવતી વ્‍યક્તિની વીંટી સાત્ત્વિક સ્‍પંદનયુક્ત થયેલી હોય છે. એવી સાત્ત્વિક વીંટીને લીધે સાધિકાને સારી સંવેદનાઓ જણાવવી, નામજપ ચાલુ થવા જેવી અનુભૂતિઓ થઈ, તેમ જ શરીરમાં રહેલી કાળી શક્તિ બહાર પડીને તેને હલકું જણાયું.’

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘અલંકારશાસ્‍ત્ર’

Leave a Comment