સાત્ત્વિક કપડાંનું મહત્ત્વ

Article also available in :

હિંદુ સંસ્‍કૃતિનું જતન અને બાળકો પર સંસ્‍કાર કેળવવા માટે સાત્ત્વિક કપડાં જ શ્રેયસ્‍કર છે. સાત્ત્વિક કપડાંનું મહત્ત્વ, સંતોની દૃષ્‍ટિએ બાહ્ય પહેરવેશનું મહત્ત્વ આ વિશેનો ઊહાપોહ સદર લેખમાં કર્યો છે.

 

૧. સર્વસામાન્‍ય માનવીજીવે
સાત્ત્વિક કપડાં જ શા માટે પહેરવાં ?

સાત્ત્વિક કપડાં પહેરવાથી સાત્ત્વિકતા ગ્રહણ થવા સાથે જ અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો સામે રક્ષણ થવામાં સહાયતા થાય છે; તેથી સર્વસામાન્‍ય માનવીજીવે સાત્ત્વિક કપડાં જ પરિધાન કરવા.

 

૨. ભાવ ધરાવતી વ્‍યક્તિએ
પહેરવેશને મહત્ત્વ દેવાની આવશ્‍યકતા નથી !

એકાદમાં જો ભાવ હોય, તો તેની વૃત્તિ સાત્ત્વિક બને છે. આ સાત્ત્વિક વૃત્તિને કારણે, તેમજ તેના દ્વારા થનારી ભાવપ્રધાન કૃતિઓને કારણે તેને ઈશ્‍વરી ચૈતન્‍ય સહેજે ગ્રહણ કરવાનું ફાવે છે. તેમજ ૫૦ ટકા કરતાં વધારે સ્‍તર ધરાવતા જીવને પોતાના ચૈતન્યના બળ પર અનિષ્ટ શક્તિના આક્રમણો પાછા ઠેલાવવા ફાવે છે. આવા જીવે સાત્ત્વિક કપડાં પરિધાન કરવાની તેટલી આવશ્‍યકતા હોતી નથી.

 

૩. સંતોની દૃષ્‍ટિએ બાહ્ય પહેરવેશને મહત્ત્વ ન હોવું !

૭૦ ટકા કરતાં વધુ આધ્‍યાત્‍મિક સ્‍તર ધરાવનારા ઉન્‍નતોની, અર્થાત્ જ સંતોની દૃષ્‍ટિએ બાહ્ય પહેરવેશને મહત્ત્વ હોતું નથી. સંતોની દેહબુદ્ધિ ન્‍યૂન થઈ હોવાથી અને તેઓ નિરંતર ઈશ્‍વરચિંતનમાં મગ્‍ન હોવાને લીધે તેઓ ગમે તે વેશ પરિધાન કરે, તો પણ કાંઈ ફેર પડતો નથી.

 

૪. ગુરુકૃપાયોગ અનુસાર
સાધના કરનારાઓએ પહેરવેશને
મહત્ત્વ આપવાની આવશ્‍યકતા ન હોવી !

‘ગુરુકૃપાયોગ’ સાધનામાર્ગ બાહ્ય પહેરવેશને મહત્ત્વ આપવાને બદલે અથવા કોઈપણ દંભ કરવાને બદલે આંતરિક શુદ્ધિકરણને, એટલેજ સ્‍વભાવદોષ-નિર્મૂલન પ્રક્રિયા તેમજ અહં-નિર્મૂલનને વધારે મહત્ત્વ આપતો હોવાથી સાધકોનો કર્મકાંડ કરવામાં સમય જતો નથી અને સમષ્‍ટિ સાધનાના બળ પર આ માર્ગ અનુસાર સાધના કરનારા સાધકોની આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થાય છે.’

– એક વિદ્વાન (શ્રીચિત્‌શક્તિ  (સૌ.) અંજલી મુકુલ ગાડગીળના માધ્યમ દ્વારા, ૧૭.૧૧.૨૦૦૪, રાત્રે ૯.૫૮)

એમ ભલે હોય, તો પણ ભાવ ધરાવતા, સારો સ્‍તર ધરાવતા ઇત્‍યાદિઓએ સાત્ત્વિક કપડાં પરિધાન કર્યા પછી તેમની પોતાની સાત્ત્વિકતા વૃદ્ધિંગત થાય છે જ, તેમજ તે સાત્ત્વિકતાનો સમષ્‍ટિને પણ મોટા પ્રમાણમાં લાભ થાય છે. સાત્ત્વિક કપડાંને કારણે હિંદુ સંસ્‍કૃતિનું જતન અને બાળકો પર સંસ્‍કાર કેળવવામાં પણ સહાયતા થાય છે. તે માટે સાત્ત્વિક કપડાં પરિધાન કરવાં એ ગમે ત્‍યારે શ્રેયસ્‍કર જ છે.

 

૫. કેટલાક સંપ્રદાયોમાં
વિશિષ્‍ટ પહેરવેશ શા માટે કહે છે ?

‘કેટલાક સંપ્રદાયોમાં વિશિષ્‍ટ પહેરવેશ (ઉદા. ભગવાં વસ્‍ત્રો, ગળામાં માળા, જટા) શા માટે કહે છે ?’, એવો પ્રશ્‍ન કેટલાક લોકોને ઉપસ્‍થિત થઈ શકે છે. તેનો ઉત્તર એમ કે, ‘સંપ્રદાયમાંની વ્‍યક્તિ ‘સાધક’ પંથની છે’ તેનું તેને નિરંતર ભાન રહે, એટલો જ તે પહેરવેશનો હેતુ હોય છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘કપડાં આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ કેવા હોવા જોઈએ ?’

Leave a Comment