‘પોશાક આરામદાયક છે’, એવો ઉપરછલ્લો વિચાર કરીને તમોગુણ વધારનારી જીન્સ પૅન્ટ પહેરવાને બદલે સાત્ત્વિકતા વધારનારા પોશાક પહેરવા એ સર્વ રીતે વધારે લાભદાયક !
‘જેવો દેશ તેવો વેશ’ એવી એક કહેવત છે. આજે આપણો પહેરવેશ એ ‘ફેશન’ પ્રમાણે નક્કી થાય છે. ક્યારેક પરિવર્તન તરીકે કરવાની ‘ફૅશન’ એ જ રુચિ થઈ જાય, ત્યારે આરોગ્યની પરિસ્થિતિ કેવી ભીષણ થાય છે, એનું ઉદાહરણ એટલે જીન્સ.