આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ ચૈતન્‍યમય રહેલા ગોમૂત્રથી વાળ ધોવા

Article also available in :

વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્‍યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો. આ લેખમાં આપણે આ વિશે થયેલી વિવિધ અનુભૂતિઓ જોઈશું. આ વાંચીને ગોમૂત્રની અને પર્યાયથી હિંદુ ધર્મની મહાનતા પણ વાચકોના ધ્‍યાનમાં આવશે.

વાળ ખરવા, ખોડો, વાળમાં ગૂંચ થવા જેવી વાળની વિવિધ સમસ્‍યાઓ પર એક પ્રભાવી ઉપાય એટલે વાળ ધોવા માટે ગોમૂત્રનો ઉપયોગ કરવો. આ લેખમાં આપણે આ વિશે થયેલી વિવિધ અનુભૂતિઓ જોઈશું. આ વાંચીને ગોમૂત્રની અને પર્યાયથી હિંદુ ધર્મની મહાનતા પણ વાચકોના ધ્‍યાનમાં આવશે.

 

ગોમૂત્રમિશ્રિત પાણીથી સ્‍નાન
કરવું, વાળને ગોમૂત્ર લગાડવું અને વાળને
ગોમૂત્ર લગાડીને સ્‍નાન કરવાથી થયેલી અનુભૂતિઓ

૧. ગોમૂત્રમિશ્રિત પાણીથી સ્‍નાન કરવું

‘વાળને રસાયણિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડ્યા પછી સાદા પાણીથી સ્‍નાન કર્યા પછી અંતે મેં પાણીમાં થોડું ગોમૂત્ર નાખ્‍યું અને તેમાંથી બે લોટા પાણી માથા પર રેડ્યું. ત્‍યારે મને ત્રાસ આપનારા માંત્રિકનું પ્રકટીકરણ ઓછું થયું, તેમજ રસાયણિક દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડ્યા પછી નિર્માણ થયેલું કાળી શક્તિનું આવરણ કેટલાક પ્રમાણમાં ઓછું થઈને મારો નામજપ પણ થવા લાગ્‍યો.

 

૨. વાળને ગોમૂત્ર લગાડવું અને સાદા પાણીથી સ્‍નાન કરવું

અ. માથા ફરતે, તેમજ શરીર પર નિર્માણ થયેલા સાંપની કાંચળી જેવી કાળી શક્તિનું કઠણ આવરણ દૂર થયું.

આ. માથા પરનો દાબ અને શરીર પર જણાતી ઉષ્‍ણતા ઓછી થઈ.

ઇ. માથા પર સારી સંવેદના જણાઈને ‘માથામાંની પ્રત્‍યેક પેશી (સૅલ) શ્‍વાસ લઈ રહી છે’, એવું જણાયું.

ઈ. માથાની જડતા ઓછી થઈને મોઢા પરનું માંત્રિકનું પ્રકટીકરણ ઓછું થયું અને મોઢા પર સારું પરિવર્તન જણાયું.

ઉ. મોઢા પરની કાળી શક્તિ ઓછી થઈ અને તેમાંની માયાવી મોહકતા ઓછી થઈ.’

– સૌ. રજની, ગોવા.

 

૩. વાળને ગોમૂત્ર લગાડીને નહાવાથી થયેલી અનુભૂતિ

૩ અ. ‘દૈનિક સનાતન પ્રભાત’માં આવેલી સૂચના પ્રમાણે પ્રયોગ કરવો

‘૧.૪.૨૦૦૭ના દિવસે ‘દૈનિક સનાતન પ્રભાત’માં વાળને ગોમૂત્ર લગાડવાના સંદર્ભમાં સાધકો માટે સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તે સૂચના અનુસાર ‘વાળને ગોમૂત્ર લગાડીને સ્‍નાન કરવાથી શું જણાય છે’, આ પ્રયોગ એક મહિનો કરીને જણાયેલાં સૂત્રો (મુદ્દા) અને થયેલી અનુભૂતિ લખીને મોકલાવવાની હતી. તે સૂચના પ્રમાણે ૨.૪.૨૦૦૭ થી હું વાળને ગોમૂત્ર લગાડીને સ્‍નાન કરવા લાગી. સ્‍નાન કરતા પહેલાં હું નીચે આપ્‍યા પ્રમાણે પ્રાર્થના કરતી હતી. ‘હે ભગવાન શ્રીકૃષ્‍ણ, હે ગુરુમાવડી, ગોમૂત્ર તો સર્વ દેવતાનું તીર્થ છે. આ તીર્થથી હું – સનાતનની સાધિકા સૌ. ઉષા શરદ મ્‍હાત્રે – માથા પરથી સ્‍નાન કરી રહી છું. આ તીર્થમાં રહેલા ચૈતન્‍યનો લાભ મારા શરીરની પ્રત્‍યેક પેશીને થવા દેજો અને આ દેહ ચૈતન્‍યમય થવા દેજો !’ આ પ્રયોગ સમયે જણાયેલાં સૂત્રો અહીં આપી રહી છું.

૩ અ ૧. ગોમૂત્ર વાળને લગાડવાથી પ્રથમ થયેલો ત્રાસ

પહેલા આઠ દિવસ વાળના મૂળિયામાં ગોમૂત્ર લગાડવાથી ભોંકવા જેવું લાગીને માથામાં બળતરા થતી હતી. આઠ દિવસો પછી આ બળતરા ઓછી થઈને બંધ થઈ.

૩ અ ૨. વાળને ગોમૂત્ર લગાડીને નહાવાથી થયેલા લાભ

અ. શારીરિક

૧. વાળમાં થયેલો ખોડો ઘણો ઓછો થઈને વાળનું ખરવું ઓછું થયું છે.

૨. મારી આંખો ફરતે કાળા પડ જામી ગયા હતા. તે પૂર્ણ રીતે મટી ગયા છે.

૩. પહેલાં મને માથા પર ભાર જણાતો અને ચાલતી વેળાએ ચક્કર આવ્‍યા જેવું લાગતું. વાળને ગોમૂત્ર લગાડીને સ્‍નાન કરવાથી મને થનારો આ ત્રાસ પૂર્ણ રીતે બંધ થયો છે.

આ. આધ્‍યાત્‍મિક

૧. શરીર, મન અને બુદ્ધિ પરનું કાળી શક્તિનું આવરણ ઓછું થયું.

૨. સ્‍નાન કરતી વેળાએ ‘મને સર્વ દેવતા નવડાવી રહ્યા છે’, એવું લાગે છે.

૩. સ્‍નાન કરી લીધા પછી શરીર હલકું થયું હોય તેમ જણાય છે.

૪.  પહેલાં બેસીને નામજપ કરતી સમયે મને ઘણો ત્રાસ થતો હતો. ગોમૂત્ર લગાડીને સ્‍નાન કરવા લાગ્‍યા પછી મારો નામજપ એક ઠેકાણે બેસીને સહજતાથી થવા લાગ્‍યો.

૫. હવે મારો નામજપ શ્‍વાસ સાથે થવા લાગ્‍યો છે, તેમ જ મનને પ્રસન્‍નતા અને શાંતિ જણાય છે.

પ્રયોગ કરવાનું કહ્યું તે માટે પ.પૂ. ડૉક્‍ટરજી પ્રત્‍યે કૃતજ્ઞતા લાગીને ડૂમો ભરાઈ આવે છે.’

– સૌ. ઉષા શરદ મ્‍હાત્રે, ડોંબિવલી, જિલ્‍લો ઠાણે.

૩ આ. વાળને ગોમૂત્ર ચોળીને પછી સ્‍નાન કરવાથી કેશમાં ગૂંચ ન થવી અને વાળ  ખરવાનું બંધ થવું

‘૨૦૦૩ ની ગુરુપૂર્ણિમાના બે દિવસ અગાઉથી જ મને અનિષ્‍ટ શક્તિનો ત્રાસ થઈ રહ્યો હતો. ગુરુપૂર્ણિમાને દિવસે ઘણી સેવા કરવાની હતી. તેની ઉતાવળમાં મેં માથાના વાળમાં પીનો ભરાવીને વાળ કસીને બાંધી દીધા. બે દિવસ ઉપર-ઉપરથી જ ઓળી લેતી હતી. ત્રીજે દિવસે વાળ ઓળવા માટે મે છૂટા મૂક્યા, ત્‍યારે તે જટા પ્રમાણે કઠણ બની ગયા હતા. વાળમાં થયેલી ગૂંચ કાઢવા માટે મે વાળને તેલ લગાડ્યું, વાળ ભીના પણ કરી જોયા; પણ કેમે કરીને ગૂંચ નીકળતી નહોતી. રુગ્‍ણાવસ્‍થામાં કેટલાક દિવસ સુધી વાળ ઓળતા ફાવતું નથી, તેમ છતાં વાળની ગૂંચ કાઢી શકાય છે. મે તો કેવળ બે દિવસ જ માથું ઓળ્‍યું નહોતું; તો પણ મારા વાળમાં પુષ્‍કળ જટા થઈ હતી.

ધર્મશાસ્‍ત્ર અનુસાર ‘વાળ કાપવા ન જોઈએ’, એની મને જાણ હતી; પણ વાળ કાપ્‍યા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો, તેવી સ્‍થિતિ થઈ હતી. તેને કારણે મારે ૧૫ ઇંચ લાંબા વાળ કાપવા પડ્યા. ત્‍યાર પછી ત્રણ વર્ષો ઉપરાંત મારા વાળ પહેલાં જેવા વધ્‍યા. હું સેવા કરવા માટે બહાર જવા લાગી. ફરી મારા માથામાં ગૂંચ થઈને મારા વાળ ખરવા લાગ્‍યા. ‘ચહેરા પર ઘણાં કાળા ડાઘ પડ્યા અને માથા પરના વાળ ખરવા લાગ્‍યા. હું સમાજમાં જઈને સેવા કેવી રીતે કરું’, એમ લાગીને મે ભગવાનને ભાવપૂર્ણ પ્રાર્થના કરી. બીજા દિવસે સ્‍નાન કરવા ગઈ ત્‍યારે મને વાળને ગોમૂત્ર ચોળવાનું મન થયું. વાળને ગોમૂત્ર ચોળીને મે સ્‍નાન કર્યું. તે દિવસથી મારા વાળમાં ગૂંચ થઈ નથી અને વાળ પણ ખરતાં અટકી ગયા છે.’

– સૌ. મીનાક્ષી શેખર ઇચલકરંજીકર, દેવગડ, જિલ્‍લો સિંધુદુર્ગ.

૩ ઇ. વાળને ગોમૂત્ર લગાડ્યા પછી વાળ ખરવાનું પ્રમાણ ઓછું થઈને ગૂંચ ન થવી

‘પહેલેથી જ મારા માથાની જમણી બાજુએ એક વિશિષ્‍ટ ઠેકાણે જાળું વીણાયું હોય તેમ વાળ ભેગા થઈ જતા અને તેમાં ઘણી જ ગૂંચ થતી. લગ્‍ન પહેલાં મારાં બા મારા વાળમાંથી ગૂંચ કાઢી આપતાં હતાં. કેટલાક દિવસ પછી વાળ ખરવા લાગ્‍યા અને શ્‍વેત પણ થયા. વિવિધ પ્રકારના તેલ અને દ્રવરૂપ સાબુ (શૅમ્‍પુ) લગાડી જોયા; પણ તેને લીધે કેવળ ૧ ટકો જ પલટો જણાયો. ‘દૈનિક સનાતન પ્રભાત’માં ગોમૂત્રના ઉપાયો વિશે સૂચના વાંચીને મે પ્રાર્થના કરીને તે પ્રમાણે વાળને ગોમૂત્ર લગાડ્યું અને શિકાકઈથી વાળ ધોયા. ત્‍યાર પછી તરત જ વાળ ખરવાનું પ્રમાણ ૧૦ ટકા પર આવ્‍યું. ગોમૂત્ર લગાડ્યા પછી હવે ક્યાંયે ગૂંચ થતી નથી. ગોમૂત્રનો ઉપયોગ કરવાથી વાળ સુંવાળા થયા.’ – સૌ. નિલીમા સુશીલ કુલકર્ણી, નિફાડ, નાશિક.

(જ્‍યાં પ્રતિદિન ગોમૂત્ર ઉપલબ્‍ધ થઈ શકતું નથી, ત્‍યાં ગોમૂત્ર-અર્ક પાણીમાં ભેળવીને ઉપયોગ કરવાથી તેનો ગોમૂત્રની જેમ જ પ્રભાવ પડે છે.)

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘વાળની લેવાની કાળજી’

Leave a Comment