કંકુ અથવા ગંધ (ચંદન) લગાડવાની કેટલીક પદ્ધતિઓ અને તેમનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ

Article also available in :

અનુક્રમણિકા

‘મોટાભાગની હિંદુ સ્‍ત્રીઓ અને કેટલાક પુરુષો કપાળે કંકુ (ચાંલ્‍લો) અથવા ગંધ લગાડે છે. તેમની પદ્ધતિઓ પ્રાંત અનુસાર અથવા સંપ્રદાય અનુસાર જુદી જુદી છે. સ્‍ત્રીઓએ અને કેટલાક પુરુષોએ કપાળે કંકુ અથવા ગંધ લગાડવાનું આધ્‍યાત્‍મિક મહત્ત્વ નીચે પ્રમાણે છે.

 

૧. કપાળે કંકુ અને ગંધ લગાડવાની પદ્ધતિ

૧ અ. આજ્ઞાચક્રની જાગૃતિ થવા
માટે કપાળે શક્તિવર્ધક ગોળ (વર્તુળાકાર)
અથવા ઊભું કંકુ લગાડવું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય હોવું

જેમનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૭૦ ટકાથી ઓછો છે, તેમણે ભ્રૂમધ્‍યના ઠેકાણે રહેલા આજ્ઞાચક્રની જાગૃતિ થવા માટે કપાળના ભ્રૂમધ્‍ય પર શક્તિવર્ધક કંકુ લગાડવું યોગ્‍ય છે. સ્‍ત્રીઓએ શ્રીદુર્ગાદેવીની શક્તિનું પ્રતીક રહેલું ગોળાકારમાંનું કંકુ કપાળ પર લગાડવું અને પુરુષોએ શિવજ્‍યોતના પ્રતીક તરીકે જ્‍યોતિ પ્રમાણે રહેલા કંકુનું ઊભું તિલક કપાળ પર લગાડવું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય છે.

૧ આ. સંતોનું ક્રમણ ઈશ્‍વરના
નિર્ગુણ રૂપ ભણી ચાલુ થવાથી તેમણે પોતાના કપાળ
પર કંકુ લગાડવાને બદલે ગોળ અથવા ઊભું ગંધ  લગાડવું યોગ્‍ય હોવું

ગંધ બે ભમ્મર વચ્‍ચે અડધો સેં.મી. ઉપર લગાડવું. આજ્ઞાચક્રથી સહસ્રારચક્ર ભણી કુંડલિની પ્રવાસ ચાલુ હોય ત્‍યારે તેમાંનું તેજતત્ત્વ પ્રગટ અવસ્‍થામાં હોય ત્‍યારે તે ગોળાકાર બિંદુ પ્રમાણે અને અપ્રગટ અવસ્‍થામાં હોય ત્‍યારે જ્‍યોતિ પ્રમાણે રૂપ ધારણ કરે છે. ઉન્‍નતોનું ક્રમણ ઈશ્‍વરના નિર્ગુણ રૂપ ભણી ચાલુ થવાથી તેમણે જ્‍યોતિર્મય તેજનું પૂજન કરવા માટે પોતાના કપાળ પર કંકુ લગાડવાને બદલે ગોળ અથવા ઊભું ગંધ લગાડવું યોગ્‍ય છે. ગંધમાં કંકુની તુલનામાં વધારે પ્રમાણમાં નિર્ગુણ ચૈતન્‍ય ધારણ અને પ્રક્ષેપિત કરવાની ક્ષમતા હોવાથી, સંતોએ (૭૦ ટકા અને તેના કરતાં વધુ સ્‍તર રહેલાઓએ) કપાળે ચંદન, ગોપીચંદન, રક્તચંદન, અષ્‍ટગંધ ઇત્‍યાદિનું ગંધ લગાડવું આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ યોગ્‍ય છે.

કુ. મધુરા ભોસલે

 

૨. કપાળે કંકુ અને ગંધ ઊભું
લગાડતી વેળાએ તેમની રાખવાની ઊંચાઈ

૨ અ. કંકુના ઊભા તિલકની ઉપરની ટોચ
કપાળની ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈની રાખવી યોગ્‍ય હોવું

૭૦ ટકા કરતાં ઓછો સ્‍તર ધરાવતા આધ્‍યાત્‍મિક સ્‍તર પર સક્રિય થવા માટે આધ્‍યાત્‍મિક શક્તિ મળવી વધારે મહત્ત્વનું હોય છે. કંકુમાં પુષ્‍કળ આધ્‍યાત્‍મિક ઊર્જા છે. તેને કારણે આવી વ્‍યક્તિઓએ પોતાના કપાળ પર ઊભું તિલક લગાડવું. કંકુના ઊભા તિલકની ઊંચાઈ કપાળની ઊંચાઈ કરતાં અડધી રાખવી યોગ્‍ય છે. એમ કરવાથી કંકુના તિલકમાં ક્રિયાશક્તિ કાર્યરત થાય છે અને કંકુનું તિલક કરનારી વ્‍યક્તિ આધ્‍યાત્‍મિક સ્‍તર પર વધારે પ્રમાણમાં સક્રિય બને છે.

૨ આ. ગંધની ઉપરની ટોચ કપાળની
ઊંચાઈ કરતાં અડધી ઊંચાઈની હોવી યોગ્‍ય હોવું

‘ગંધની ઉપરની ટોચ કપાળની ઊંચાઈના સંદર્ભમાં ક્યાં સુધી હોવી ?’, એવો પ્રશ્‍ન બધાને જ ઉપસ્‍થિત થાય છે. ગંધની ઊંચાઈ સામાન્‍ય રીતે એક ઇંચ હોવી. ગંધ આત્‍મજ્‍યોતિનું પ્રતીક હોવાથી તેની ઊંચાઈ કપાળની ઊંચાઈ કરતાં અડધી હોય તો તેમાં જ્ઞાનશક્તિ વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે. ગંધની ઊંચાઈ એક ઇંચ કરતાં ઓછી હોય, તો ઇચ્‍છાશક્તિ અને એક ઇંચ કરતાં વધારે હોય, તો ક્રિયાશક્તિ કાર્યરત થાય છે.

 

૩. કંકુ અને ગંધ લગાડવાની પદ્ધતિ

૩ અ. કંકુ લગાડવાની પદ્ધતિ કંકુ
લગાડવાની આગળ જણાવેલી બે મુખ્‍ય પદ્ધતિઓ છે.

૩ અ ૧. ગોળાકાર કંકુ લગાડવું

આને કારણે સ્‍ત્રીઓમાં શ્રીદુર્ગાદેવીનું તત્ત્વ વધારે પ્રમાણમાં કાર્યરત થાય છે અને તેની શક્તિ વાતાવરણમાં પુષ્‍કળ પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે. આવી સ્‍ત્રીઓને ધર્માચરણ અને સાધના કરવા માટે શ્રીદુર્ગાદેવીની સગુણ શક્તિ અને ચૈતન્‍ય વધારે પ્રમાણમાં મળે છે.

૩ અ ૨. જ્‍યોતિ પ્રમાણે કંકુનું ઊભું તિલક લગાડવું

આને કારણે પુરુષોમાં શિવજ્‍યોતિસ્‍વરૂપ શક્તિ અને ચૈતન્‍ય વધારે પ્રમાણમાં કાર્યરત થઈને તેમને ધર્માચરણ તેમજ સાધના કરવા માટે શિવની નિર્ગુણ શક્તિ અને ચૈતન્‍ય વધારે પ્રમાણમાં મળે છે.

૩ આ. ગંધ લગાડવાની પદ્ધતિ

ગંધ લગાડવાની નીચે જણાવ્‍યા પ્રમાણે બે મુખ્‍ય પદ્ધતિઓ છે.

૩ આ ૧. વર્તુળાકારમાં ગંધ લગાડવું

તેને કારણે જ્ઞાનશક્તિ સાથે સંબંધિત શક્તિ કાર્યરત થાય છે. તેને કારણે બૌદ્ધિક સ્‍તર પરની સેવા, ઉદા. ગ્રંથલેખન કરવું સુલભ બને છે.

૩ આ ૨. અંગ્રેજીના ‘U’ આકાર પ્રમાણે (U ની બન્‍ને બાજુ સરખી જાડાઈ ધરાવતું) ઊભું ગંધ લગાડવું

આને કારણે ગંધ ભણી વિષ્‍ણુતત્ત્વ વધારે પ્રમાણમાં આકર્ષિત થઈને કાર્યરત થાય છે. તેને કારણે પૂજકમાં શ્રીવિષ્‍ણુ પ્રત્‍યેનો ભક્તિભાવ વહેલો જાગૃત થાય છે.

 

૪. પૂજા માટે કપાળ પર અને
શરીર પર અન્‍યત્ર લગાડવાના વિવિધ પ્રકારના
તિલકોમાં આકર્ષિત થનારી દેવતાઓની લહેરો

હળદર કંકુ અષ્‍ટગંધ ચંદન ભસ્‍મ
૧. કાર્યરત ક્રિયાશક્તિ ઇચ્‍છા ક્રિયા ક્રિયા + જ્ઞાન જ્ઞાન + ક્રિયા જ્ઞાન
૨. વિશિષ્‍ટતા કામનાદાયી (ઇચ્‍છાપૂર્તિ કરનારી) સૌભાગ્‍યદાયી સર્વસિદ્ધિદાયી આનંદદાયી વૈરાગ્‍યદાયી

નોંધ : ધાર્મિક કાર્ય સમયે હળદર અથવા કંકુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો. વ્‍યક્તિગત સ્‍તર પર દેવતાની ઉપાસના કરતી વેળાએ અષ્‍ટગંધ, ચંદન, ગોપીચંદન, રક્તચંદન ઇત્‍યાદિનો ઉપયોગ કરવો. અંત્‍યેષ્‍ટી અથવા શ્રાદ્ધાદિ કર્મો કરતી વેળાએ ભસ્‍મનો ઉપયોગ કરવો. એમ કરવાથી સંબંધિત ધાર્મિક કાર્ય કરવા માટે આવશ્‍યક તે દેવતાનું તત્ત્વ અને શક્તિ ઉપાસકને મળીને તેના દ્વારા પ્રત્‍યેક ધાર્મિક કર્મ અચૂક અને પરિપૂર્ણ થવામાં સહાયતા થાય છે.

કૃતજ્ઞતા : હે ભગવાન, તમે જ અમને કંકુ અને ગંધ વિશેનું જ્ઞાન પ્રદાન કરીને તેમનું મહત્ત્વ ધ્‍યાનમાં લાવી આપ્‍યું, એ માટે અમે આપનાં ચરણોમાં કૃતજ્ઞ છીએ.’

– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧.૫. ૨૦૧૯, રાત્રે ૧૦.૪૦)

* અનિષ્ટ શક્તિ : વાતાવરણમાં સારી અને અનિષ્ટ શક્તિઓ કાર્યરત હોય છે.  સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્યને સહાયતા કરે છે, જ્યારે અનિષ્ટ  શક્તિઓ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્નો નાખ્યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં ઘણે ઠેકાણે અનિષ્ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્યા છે.’ અનિષ્ટ શક્તિના ત્રાસના નિવારણ માટે વિવિધ આધ્યાત્મિક ઉપાય વેદ ઇત્યાદિ ધર્મગ્રંથોમાં કહ્યા છે.

* સૂક્ષ્મ : વ્યક્તિના સ્થૂળ એટલે પ્રત્યક્ષ દેખાનારાં અવયવ નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલે પાર એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરેલી કેટલીક વ્યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ સમજાય છે. આ ‘સૂક્ષ્મ’ના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.

* સૂક્ષ્મમાંનું દેખાવું, સંભળાવું ઇત્યાદિ (પંચ સૂક્ષ્મજ્ઞાનેંદ્રિયો દ્વારા જ્ઞાનપ્રાપ્તિ થવી) : કેટલાક સાધકોની અંતરદૃષ્ટિ જાગૃત થાય છે, એટલે તેમને આંખોથી જોઈ ન શકાય એવું દેખાય છે, જ્યારે કેટલાકને સૂક્ષ્મમાંનો નાદ અથવા શબ્દો સંભળાય છે.

* સૂક્ષ્મ-પરીક્ષણ : એકાદ ઘટના વિશે અથવા પ્રક્રિયા વિશે ચિત્તને (અંતરમનને) જે જણાય છે, તેને ‘સૂક્ષ્મ-પરીક્ષણ’ કહેવાય છે.

* અત્રે પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ ‘ભાવ ત્યાં ભગવાન’ આ ઉક્તિ અનુસાર સાધકોની વ્યક્તિગત અનુભૂતિઓ છે. તે સહુકોઈને થશે જ એમ નથી. – સંપાદક

Leave a Comment