કર્ણાટક રાજ્યમાં આવેલાં મંદિરોનો ઇતિહાસ
જનમેજય રાજાએ ચાલુ કરેલા સર્પયજ્ઞથી રક્ષણ થાય તે માટે વાસુકી કુક્કે ખાતે આવ્યો અને એક બખોલમાં જઈને બેઠો. વાસુકીને પકડવા માટે ગરુડ આવ્યા પછી વાસુકીએ બખોલમાં રહીને કાર્તિકેયની આરાધના કરી. કાર્તિકેયએ વાસુકીને અભય આપવાથી ગરુડથી કશું કરી શકાયું નહીં.