ત્ર્યંબકેશ્‍વર જ્યોતિર્લિંગ

Article also available in :

 

શ્રી ત્ર્યંબકેશ્‍વર, નાસિક

‘દક્ષિણ કાશી’ તરીકે પ્રખ્‍યાત એવું નાસિક પાસે આવેલું ‘ત્ર્યંબકેશ્‍વર’ એ જ્‍યોતિર્લિંગ છે. આ જ્‍યોતિર્લિંગ પર ૩ ટેકરાઓ છે અને તે બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશનાં પ્રતીક છે. નારાયણ-નાગબળી, ત્રિપિંડી શ્રાદ્ધ જેવી વિધિઓ અહીં વહેલા ફળદાયી થાય છે. અહીં સંત નિવૃત્તિનાથની સમાધિ  છે.

૧. ત્ર્યંબકેશ્‍વર દેવાલયના ગર્ભગૃહમાં નિર્માણ થનારી ઊર્જા, ચૈતન્‍ય સહન કરવાની તાકાત જેમના શરીરમાં છે, તેવાજ માણસોને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવે છે. એનું શાસ્‍ત્રીય કારણ એવું છે કે, જ્‍વાળામુખીમાંથી જેમ ઊર્જાનો ઉદ્રેક થાય છે અને તેમાંથી ગૅમા, અલ્‍ફા, ક્ષ કિરણ, તેમજ અન્‍ય ધન, ઋણ જેવા ઝીણા વિદ્યુત કણોનો વર્ષાવ થાય છે, તેવો જ (વર્ષાવ) જ્‍યોતિર્લિંગમાંથી થાય છે. ત્ર્યંબકેશ્‍વરમાં આ સર્વ બને છે; તેથી જ ‘અત્‍યાર સુધી કેટલીક વાર ત્રણ દિવસ, સાત દિવસ આ ત્ર્યંબકેશ્‍વર મંદિર બંધ રાખવામાં આવેલું છે,’ એવું ત્‍યાંના સ્‍થાનિક વૃદ્ધ પુરોહિતોએ કહ્યું.

૨. પ્રાચીન સમયગાળામાં ભારતમાં જે જે ઠેકાણે જ્‍વાળામુખીનો ઉદ્રેક થયો તે તે ઠેકાણે  જ્‍યોતિર્લિંગ નિર્માણ કરવામાં આવ્‍યાં, એવું જાણકાર લોકોએ કહ્યું. નિયત દિવસે, નિયત પ્રહરમાં નૈસર્ગિક રીતે જો જ્‍વાળામુખીનો ઉદ્રેક થાય, તો ત્‍યાંનું ચૈતન્‍ય, ઊર્જા, સ્‍પંદનો જે હંમેશાંના સમયે હોય છે, તેનાથી અધિક ઉષ્‍ણતામાન નિર્માણ કરનારાં હોય છે. આ સ્‍થિતિ ત્ર્યંબકેશ્‍વર ખાતેના જ્‍યોતિર્લિંગના સ્‍થાને જોવા મળે છે.

૩. જે જે સમયે પૃથ્‍વી પર, વિશેષતઃ ભારત પર વૈશ્‍વિક ઊર્જા સાથે સંબંધિત વાતાવરણને લગતા પ્રકોપ થયા (ઉદા. ભારત-ચીન યુદ્ધ, પાકિસ્‍તાન સાથેનું યુદ્ધ), તે તે સમયે ઓછામાં ઓછું એક દિવસ આ દેવાલય બંધ રાખવું પડ્યું હતું.

૪. ત્ર્યંબકેશ્‍વર એ શિવયોગયુક્ત પ્રાચીન શિવયોગમાં વર્ણન કરવામાં આવેલું તીર્થસ્‍થળ છે. અહીં બ્રહ્મા, વિષ્‍ણુ અને મહેશયુક્ત જળલિંગ છે.

(સંદર્ભ : ‘વિશ્‍વચૈતન્‍યનું વિજ્ઞાન’, પૂ. ડૉ. રઘુનાથ શુક્લ, વરિષ્‍ઠ શાસ્‍ત્રજ્ઞ, રાષ્‍ટ્રીય રાસાયણિક પ્રયોગશાળા)

Leave a Comment