સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

Article also available in :

અનુક્રમણિકા

ગૌતમ ઋષિ અને પ.પૂ. ભગવાનદાસ મહારાજ એ બન્‍નેની સાધના અને  કઠોર તપશ્‍ચર્યાને કારણે પાવન થયેલા સિંધુદુર્ગ જિલ્‍લાના પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમનું મહત્ત્વ

પાનવળ, બાંદા સ્‍થિત ગૌતમારણ્‍ય આશ્રમ

 

૧. ગૌતમારણ્‍ય આશ્રમ અને પ.પૂ. ભગવાનદાસ મહારાજની મહાનતા વિશે સાંભળીને તેમના દર્શન માટે આવેલા પહેલા સંત પ. પૂ. નાંદોડકર મહારાજ અને બીજા સંત, એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી !

‘માણગાવ સ્‍થિત સંત પ.પૂ. ટેંબ્‍યે સ્‍વામીના શિષ્‍ય પ.પૂ. નાંદોડકર મહારાજ એ સૌથી પહેલા સંત છે કે, જેઓ ગૌતમારણ્‍ય આશ્રમનું અને પ.પૂ. ભગવાનદાસ મહારાજનું મહત્ત્વ જાણીને આશ્રમમાં પધાર્યા. તેઓ પ.પૂ. ભગવાનદાસ મહારાજના દર્શન હેતુ ગૌતમારણ્‍ય આશ્રમમાં આવ્‍યા. ત્‍યાર પછીના બીજા સંત, એટલે પરાત્‍પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલેજી કે જેમણે વર્ષ ૨૦૦૪માં ગૌતમારણ્‍ય આશ્રમમાં આવીને અમને દર્શન દીધાં.

પ.પૂ. ભગવાનદાસ મહારાજ

 

ર. ગૌતમારણ્‍ય આશ્રમમાં ગૌતમઋષિ અને પ.પૂ. ભગવાનદાસ મહારાજે કરેલી સાધના અને તેઓના ચૈતન્‍યને કારણે પવિત્ર થયેલું  આશ્રમમાનું ઝરણું !

૨ અ. એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે હોવાનું જાણ્‍યા પછી પ.પૂ. નાંદોડકર મહારાજે  તેમના આશ્રમમાં ગાય અને વાછરડું અર્પણ કરવા માટે તેમના ભક્તગણોને સોંપીને બાંદા ખાતે મોકલવા

પ.પૂ. નાંદોડકર મહારાજને કોઈ કારણોસર એક ગાય અને વાછરડું અર્પણ કરવા હતા. તેમણે જાણ્‍યું કે, ‘પ.પૂ. ભગવાનદાસ મહારાજ આ એક મોટા તપસ્‍વી સંત બાંદા ખાતે છે.’  ત્‍યારે પ.પૂ. નાંદોડકર મહારાજે પ.પૂ. ભગવાનદાસ મહારાજના આશ્રમમાં જ ગાય અર્પણ કરવાનું નક્કી કર્યું. તે અનુસાર તેમણે વર્ષ ૧૯૭૦માં શ્રી માણગાવકર અને શ્રી. વામનને માણગાવથી ગાય અને વાછરડું આપીને બાંદા ખાતે મોકલ્‍યા.

પૂ. રુક્‍મિણી માતા

૨ આ. શ્રી. માણગાવકર અને શ્રી. વામને ગાય અને વાછરડું લઈને બાંદા ખાતેના મહારાજના આશ્રમમાં આવવું અને હાથ-પગ ધોવા માટે આશ્રમ નજીકના ઝરણામાં ઉતરવું

વર્ષ ૧૯૭૦માં વાહનોની સગવડ ન હોવાથી શ્રી. માણગાવકર અને શ્રી. વામન એ બન્‍ને ગાય અને વાછરડું લઈને પગપાળા બાંદા સ્થિત મહારાજના આશ્રમમાં આવ્‍યા. ગૌતમારણ્‍ય આશ્રમના પરિસરમાં એક વહેતા પાણીનુ ઝરણું છે. બહારગામથી આવવાને કારણે ગાય અને વાછરડું બન્‍નેને પાણી પીવડાવવા માટે તેઓ તે ઝરણામાં ઊતર્યા. શ્રી. માણગાવકર અને શ્રી. વામને પણ ઝરણામાં હાથ-પગ ધોયા.

૨ ઇ. ગૌતમારણ્‍ય આશ્રમમાં આવેલા વહેતા પાણીના ઝરણામાં હાથ-પગ ધોયા પછી શ્રી. વામનના શરીર પરના સર્વ ઘા દૂર થઈ જવા અને ગુરુકૃપાથી તેમનું હૈયુ ભરાઈ આવવું

શ્રી વામનને કુષ્‍ઠરોગ થયો હોવાથી તેમના હાથ અને પગ પર ઘા થયા હોવાથી તેમાંથી લોહી અને પરુ આવતું હતું. શ્રી. વામન પાણીમાં ડૂબકી મારીને ઉપર આવ્‍યા. ત્‍યારે શ્રી. માણગાવકરે તેમને જોયા. તે વેળા શ્રી. વામનના શરીર પરના સર્વ ડાઘ દૂર થઈ જઈને તેમની ત્‍વચા એકદમ સ્‍વચ્‍છ થઈ ગઈ હતી. શરીર પરના સર્વ ઘા દૂર થઈ ગયા હતા. શ્રી. વામનને પણ પોતાના ભણી જોઈને પુષ્‍કળ આશ્‍ચર્ય પામીને આનંદ થયો. શ્રી. વામનને તેમના ગુરુ પ.પૂ. નાંદોડકર મહારાજ અને પ.પૂ. ભગવાનદાસ મહારાજે કરેલી કૃપા થકી હૈયું ભરાઈ આવ્‍યું.

પ.પૂ. દાસ મહારાજ

૨ ઈ. પ.પૂ. ભગવાનદાસ મહારાજની કઠોર તપશ્‍ચર્યાને કારણે ગાઢ જંગલમાં આવેલી જમીન ચૈતન્‍યમય થવી, ત્‍યાંના ઝરણાનું પાણી પણ નિર્મળ થવું, પ.પૂ. મહારાજના ચૈતન્‍યનો અનુભવ શ્રી. માણગાવકર અને શ્રી. વામનને થવો

પ.પૂ. ભગવાનદાસ મહારાજની કઠોર તપશ્‍ચર્યાને કારણે ગાઢ જંગલ અને સ્‍મશાન ભૂમિ ધરાવતી જગ્‍યામાં હવે આશ્રમના પરિસરની સંપૂર્ણ ભૂમિ પણ ચૈતન્‍યમય, પવિત્ર અને પ્રકાશમય બની છે. તે ભૂમિમાં ઊગનારા ફૂલો, પાંદડાં અને ફળો પણ મધુર અને રસદાર થયા છે. પાણી પણ નિર્મળ અને પવિત્ર થવાને કારણે તે તીર્થક્ષેત્ર બન્‍યું છે. તે કારણસર પ.પૂ. ભગવાનદાસ મહારાજની તપસાધના અને ચૈતન્‍યનો અનુભવ શ્રી. માણગાવકર અને શ્રી. વામનને થયો.

પૂ. (સૌ.) લક્ષ્મી નાઈક

૨ ઉ. ગૌતમારણ્‍ય આશ્રમમાંના ઝરણાંનું પાણી પવિત્ર થવા પાછળની પાર્શ્‍વભૂમિ

૨ ઉ ૧. પ.પૂ. ભગવાનદાસ મહારાજે ‘સીતેમની’ ડુંગર પર કૃષ્‍ણાકાંઠે સાધના કરવી

ગૌતમારણ્‍ય આશ્રમના ભૂમિનો અનુભવ થવા પાછળનું મુખ્‍ય કારણ, એટલે અગાઉ પ. પૂ. ભગવાનદાસ મહારાજ કર્ણાટકના વિજાપુર જિલ્‍લાના બાગલકોટ ખાતે ‘સીતેમની’ (હાલનો ‘અલમટ્ટી’ બાંધ જ્‍યાં બાંધવામાં આવ્‍યો છે, તે જગ્‍યા) ડુંગર પર કૃષ્‍ણાકાંઠે સાધના કરતા હતા. તે જ ઠેકાણે કૃષ્‍ણાકાંઠે એક ડુંગર પર વાલ્‍મીકિ ઋષિનો આશ્રમ છે. ‘રામાયણમાં જે વેળાં સીતામાતા ગર્ભવતી હતાં ત્‍યારે શ્રીરામની આજ્ઞા અનુસાર લક્ષ્મણે જે ડુંગર પરના જંગલમાં સીતામાતાને છોડી દીધાં હતાં, તે જગ્‍યાનું ‘સીતેમની ડુંગર’, એવું નામ છે. ‘સીતેમની’ એટલે ગુજરાતીમાં ‘સીતામાતાનું ઘર’, એવો અર્થ થાય છે.

૨ ઉ ૨. કર્ણાટકમાં આવેલું સીતેમની નામક સ્‍થાન પ.પૂ. ભગવાનદાસ મહારાજને કોઈ કારણસર છોડવું પડવું અને પ.પ. શ્રીધર સ્‍વામીએ બાંદા ખાતે જઈને આગળની શેષ  સાધના પૂર્ણ કરવા માટે કહેવું

સીતેમની ડુંગર પર પ.પૂ. ભગવાનદાસ મહારાજ, પૂ. રુક્‍મિણી માતા અને પ.પૂ. દાસ મહારાજે અગાઉ સાધના કરવા માટે વાસ્‍તવ્‍ય કર્યું હતું. તે ઠેકાણે પ.પૂ. ભગવાનદાસ મહારાજે શ્રીરામનું મંદિર બાંધવાનો આરંભ કર્યો; પરંતુ તેમને કોઈ કારણસર શ્રીરામ મંદિરનું બાંધકામ અધૂરું છોડીને કર્ણાટક ખાતેનું સીતેમની સ્‍થાન છોડવું પડે તેમ હતું. તેથી પ.પૂ. ભગવાનદાસ મહારાજને પ.પ. શ્રીધરસ્‍વામીએ પાનવળ, બાંદા કે જે ઠેકાણે ગૌતમ ઋષિએ રહીને સાધના કરી, ત્‍યાં જ રહીને આગળની સાધના કરવા માટે કહ્યું.

૨ ઉ ૩. બાંદા સ્‍થિત પાણીના ઝરણા પાસે અગાઉ ગૌતમ ઋષિએ સાધના કરી હોવી  અને ત્‍યારપછી પ.પૂ. ભગવાનદાસ મહારાજે પણ ત્‍યાં જ કઠોર તપસ્‍યા કરી હોવાથી તે ઝરણાને ચૈતન્‍ય પ્રાપ્‍ત થવું

હાલમાં જે પાણીનું ઝરણું છે, ત્‍યાં અગાઉ ગૌતમ ઋષિએ રહીને સાધના અને તપશ્‍ચર્યા કરી છે. આગળ જતાં પ.પ. શ્રીધરસ્‍વામીની આજ્ઞાથી પ.પૂ. ભગવાનદાસ મહારાજે પણ પાનવળ, બાંદા ખાતે રહીને સાધના અને કઠોર તપશ્‍ચર્યા કરી. તેથી જ પાણીના ઝરણાને આટલું ચૈતન્‍ય પ્રાપ્‍ત થયું અને તેથી કરીને લોકો ત્‍યાં આવીને ઝરણાનું પાણી તીર્થ તરીકે લઈ જાય છે. કોઈને બહારની કોઈ બાધા થઈ હોય અથવા શારીરિક ત્રાસ, ત્‍વચા વિકાર અને માનસિક ત્રાસ થતા હોય, તો આ ઝરણાના પાણીનો તીર્થ તરીકે ઉપયોગ કરે છે અને લોકોને તેની પ્રતીતિ પણ થાય છે.’

આપનો ચરણસેવક દાસ,

પ.પૂ. દાસ મહારાજ, સનાતન આશ્રમ, રામનાથી ગોવા. (૨૩.૬.૨૦૨૨)

આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ એ ‘ભાવ ત્‍યાં દેવ’ એ વચન અનુસાર સાધકોની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તેવી સહુકોઈને થશે એવું નથી. – સંપાદક

Leave a Comment