૫૧ શક્તિપીઠોમાંના એક રહેલા પાટલીપુત્ર (પટના) ખાતેનાં બડી અને છોટી પટન દેવીનાં મંદિરો !
દેવતાઓની વિનંતિને માન આપીને ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્રથી સતીના શરીરને ૫૧ ભાગોમાં ધીમે ધીમે ખંડિત કર્યું. આ રીતે દેવી સતીના શરીરના ૫૧ ભાગ થયા. જે જે સ્થાન પર દેવીના શરીરનો અંશ પડતો ગયો, ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ.