શરયુ કાંઠે અયોધ્‍યા મનુનિર્મિત નગરી !

વર્ષ ૧૫૭૪માં સંત તુલસીદાસે પોતાના સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ આ ગ્રંથની રચનાનો આરંભ અયોધ્‍યામાં કર્યો. વર્ષ ૧૮૦૦માં ભગવાન શ્રી સ્‍વામીનારાયણે સ્‍વામીનારાયણ પંથની સ્‍થાપના કરી. તેમનું બાળપણ અયોધ્‍યામાં જ વ્યતીત થયું. આગળ જતાં ભગવાન સ્‍વામીનારાયણે પોતાની ૭ વર્ષોની ‘નીલકંઠ’ નામે યાત્રા અયોધ્‍યામાંથી ચાલુ કરી.

પ્રભુ શ્રીરામ સાથે સંબંધિત શ્રીલંકા અને ભારતમાંના વિવિધ સ્‍થાનોનું ભાવપૂર્ણ દર્શન લઈએ !

રામાયણ એટલે ભારતનો અમૂલ્‍ય વારસો અને ઇતિહાસ છે. આધુનિકો ભલે ગમે તેટલી ટીકા કરે અને તેનું અસ્‍તિત્‍વ નકારવાનો પ્રયત્ન કરે, તેમ છતાં રામાયણ કાળની વિવિધ ઘટનાઓનાં આ છાયાચિત્રો આ ઇતિહાસની સાક્ષી પુરાવે છે. રામાયણનો કાળ એ ત્રેતાયુગમાંનો એટલે કે લાખો વર્ષ પહેલાંનો છે.

લાખો વર્ષોનો ઇતિહાસ ધરાવતો અને ભારતથી શ્રીલંકા ખાતેના તલૈમન્‍નાર છેડા સુધી રહેલો રામસેતુ

રામઅવતાર થઈને લાખો વર્ષો ભલે વીતી ગયા, તો પણ રામસેતુ હજી પણ ‘રામ, રામ’, આ રીતે જપ કરી રહ્યો છે. આ રેતીમાં પણ જપ સાંભળવા મળે છે.’’