અરેયૂરુ (કર્ણાટક) સ્‍થિત શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવજીના દર્શન કર્યા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને થયેલી અનુભૂતિઓ !

Article also available in :

અનુક્રમણિકા

૧. શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવ મંદિરનો ઇતિહાસ

૧ અ. અરેયૂરુ ખાતેના શિવનું ‘શ્રી વૈદ્યનાથેશ્‍વર’ એવું નામકરણ થવા પાછળનું કારણ

સહસ્રો વર્ષો પહેલાં હિમાલયમાંથી આવેલા દધીચિઋષિએ આ સ્‍થાન પર એક આશ્રમ બાંધ્‍યો હતો. તે આશ્રમમાં તેમણે એક જ્‍યોતિર્લિંગની સ્‍થાપના કરી હતી. આ આશ્રમમાં દધીચિઋષિ અન્‍ય ઋષિઓની સાથે દૈવી વનસ્‍પતિઓમાંથી ઔષધિઓ સિદ્ધ (તૈયાર) કરતા હતા. તેથી અહીંના શિવનું ‘શ્રી વૈદ્યનાથેશ્‍વર’ એવું નામ પડ્યું.

 

૨. એક સહસ્ર વર્ષોથી અધિક પ્રાચીન કાળનું ચોલ રાજાઓના સમયનું મંદિર !

આ મંદિર કર્ણાટકની રાજધાની બેંગળુરૂથી ૯૦ કિ.મી. દૂર તુમકુરૂ જિલ્‍લાના ‘અરેયૂરુ’ એવા નિસર્ગરમ્‍ય ગામમાં આવેલું છે. હાલનું મંદિર ચોલ રાજાઓના સમયગાળાનું છે અને તે એક સહસ્ર વર્ષો કરતા પણ અધિક પ્રાચીન છે. અત્રેના શિવલિંગની વિશિષ્‍ટતા એટલે તેના સામે દીવો મૂક્યા પછી તે દીવાની જ્‍યોત શિવલિંગ પર દેખાય છે. એ અર્થે પણ સ્‍થાનિક લોકો આ શિવલિંગને ‘જ્‍યોતિર્લિંગ’ એમ કહેતા હોવા જોઈએ.

 

૩. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે શ્રી વૈદ્યનાથેશ્‍વર મંદિરની ભેટ લીધી !

‘સપ્‍તર્ષિએ જીવનાડીપટ્ટી દ્વારા કહ્યું હતું કે, ‘ગુરુપૂર્ણિમાના દિવસે (૨૩.૭.૨૦૨૧ ના દિવસે) શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ રામનાથી (ગોવા) ખાતેના સનાતનના આશ્રમમાં મહર્ષિની આજ્ઞાથી બનાવેલી પ્રતિમાનું પૂજન કરશે. તે જ સમયે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કર્ણાટક રાજ્‍યના તુમકુરૂ જિલ્‍લાના અરેયૂરુ ગામમાં આવેલા શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવના દર્શન કરવા. તે સમયે તેમણે શિવલિંગ પર અભિષેક કરવો અને તેની પૂજા કરવી તથા વેદોમાંના ‘ચમકમ્’ મંત્રોનું શ્રવણ કરવું, તેમજ સર્વત્રના સનાતનના સાધકોના આરોગ્‍ય માટે શિવજીને પ્રાર્થના કરવી’.

શ્રી વૈદ્યનાથેશ્‍વર ખાતેનું શિવલિંગ અને શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને સપ્‍તર્ષિએ આપેલું સ્‍ફટિકનું શિવલિંગ (વર્તુળમાં મોટું કરીને બતાવ્‍યું છે.)

 

૪. ગુરુપૂર્ણિમાના દિવસે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે કરેલું શ્રી વૈદ્યનાથેશ્‍વરનું દર્શન એ દૈવી નિયોજન હોવાની અનુભૂતિ થવી

સપ્‍તર્ષિની આજ્ઞા પ્રમાણે ૨૩.૭.૨૦૨૧ ની ગુરુપૂર્ણિમાના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ શ્રી વૈદ્યનાથેશ્‍વર મંદિરમાં પહોંચ્‍યા. તે વેળા શિવલિંગ પર અભિષેક થઈ રહ્યો હતો. થોડા સમય પછી પૂજારીએ વેદોમાંના ‘ચમકમ્’ મંત્રોનું પઠન કર્યું. ત્‍યારે ‘આ સર્વ દૈવી યોજના પ્રમાણે ચાલી રહ્યું છે’, એવી અનુભૂતિ અમને સાધકોને થઈ.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ

 

૫. ‘કોરોના જેવા જંતુઓથી સાધકોનું રક્ષણ થાય’ તે માટે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે વૈદ્યનાથેશ્‍વર શિવને પ્રાર્થના કરવી

‘આપત્‍કાળનો આરંભ થયો હોવાથી સાધકોને વૈદ્યનાથ શિવના આશીર્વાદ આવશ્‍યક છે; તેથી સપ્‍તર્ષિએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી વૈદ્યનાથેશ્‍વર મંદિરમાં મોકલ્‍યા’, એવું મને જણાયું. ‘કોરોના જેવાં જંતુઓથી સર્વ સાધકોનું રક્ષણ થાય’ એ માટે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવને પ્રાર્થના કરી.

શ્રી વિનાયક શાનભાગ

 

૬. મંદિરના ન્‍યાસીઓએ (ટ્રસ્‍ટીઓએ) શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને શાલ અર્પણ કરીને અને હાર પહેરાવીને તેમનો સત્‍કાર કર્યો.

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને શાલ અર્પણ કરીને અને હાર પહેરાવીને સત્‍કાર કરતી વેળાએ મંદિરના ન્‍યાસીઓ
ન્‍યાસીઓએ સત્‍કાર કર્યા પછીની શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળની એક ભાવમુદ્રા

 

૭. ક્ષણચિત્રો

૭ અ. વરુણ દેવતાના આશીર્વાદ

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ ચાર પૈડાવાળા વાહન દ્વારા મંદિર સામે આવ્‍યા પછી પુષ્‍પવૃષ્‍ટિ થઈ હોય એવો વરસાદ પડ્યો. આ વિશે મહર્ષિને જાણ કર્યા પછી તેઓ બોલ્‍યા, ‘આ વરુણ દેવતાના આશીર્વાદ જ હતા.’

૭ આ. ન્‍યાસીઓએ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને સપ્‍તર્ષિએ આપેલું સ્‍ફટિકનું શિવલિંગ શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવલિંગની બાજુમાં મૂકવા માટે અને તેના પર અભિષેક કરવા માટે પૂજારીને કહેવું

તે વેળા મંદિરના સર્વ ન્‍યાસીઓ ઉપસ્‍થિત હતા. તેમણે શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને ભગવાન સમક્ષ બેસી શકાય તે માટે સર્વ વ્‍યવસ્‍થા કરી. શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને સપ્‍તર્ષિએ સ્‍ફટિકનું શિવલિંગ આપ્‍યું છે. એ શિવલિંગ ગત ૬ પેઢીથી પૂ. ડો. ૐ ઉલગનાથનના કુળની પૂજામાં હતું. શિવલિંગ ન્‍યાસીઓને દેખાડ્યા પછી તેમણે તે શિવલિંગ શ્રી વૈદ્યનાથેશ્‍વર શિવલિંગની પાસે મૂકીને પૂજારીને શિવલિંગ પર અભિષેક કરવા કહ્યું.

 

૮. અનુભૂતિ

૮ અ. મંદિરમાં ભગવાન સામે બેઠા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને એ શિવલિંગમાં લીલમના રંગમાં નૃત્‍ય કરનારા શિવના દર્શન થવા અને ‘આ મંદિરથી ૩૦ કિ.મી. દૂર આવેલું ‘કુણિગલ’ નામનું ગામ એ શિવનું નૃત્‍યક્ષેત્ર છે’, એવું સહસાધકે કહેવું

મંદિરમાં ભગવાન શિવ સામે બેઠા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને શિવલિંગમાં સાક્ષાત નૃત્‍ય કરનારા શિવના પ્રથમવાર દર્શન થયા. તેમને શિવનો રંગ લીલમ જેવો દેખાયો. તેમણે કહ્યું, ‘‘શિવની આરતી થઈ રહી હતી ત્‍યારે  શિવ નૃત્‍ય કરી રહ્યા છે અને હું પાર્વતી બનીને તે નૃત્‍ય જોઈ રહી છું’, એમ જણાયું. થોડી વાર પછી ‘હું કાલી માતા છું’, એમ જણાયું. કાલી માતા નૃત્‍ય કરતી વેળાએ તેમના ગળામાં રહેલી રુંડમાળ (ખોપરીઓની માળા) ઝૂલતી હોવાનું જણાતું હતું. ‘મારું એક રૂપ કાલીમાતાના રૂપમાં નૃત્‍ય કરી રહ્યું છે અને એક રૂપ તે નૃત્‍ય જોઈ રહ્યું છે’, એવું કેટલીક સેકન્ડ માટે  જણાયું.’’ શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે આ અનુભૂતિ અમને કહી. ત્‍યારે સહસાધક શ્રી. વિનીત દેસાઈએ કહયું, ‘મંદિરથી ૩૦ કિ.મી. દૂર કુણિગલ નામનું ગામ છે.

કુણિગલ એ શિવનું નૃત્‍યક્ષેત્ર છે. કન્‍નડ ભાષામાં ‘કુણિ’ એટલે નૃત્‍ય અને ‘ગલ’ એટલે ‘પત્‍થર’. પ્રાચીન કાળમાં એકવાર શિવ અને પાર્વતી અહીં આવ્‍યા હતા. તેમણે આ ક્ષેત્રમાં નૃત્‍ય કર્યું હોવાથી ગામનું નામ ‘નર્તનપુરી’ એવું પડ્યું. ગામના તળાવના પાણીનો સ્‍તર વધ્‍યો હોય ત્‍યારે તળાવના પત્‍થર ઉપર-નીચે થઈ રહ્યા હોવાનું દેખાતું. આ વાત પરથી લોકોએ ‘કુણિગલ’ એટલે ‘નૃત્‍ય કરનારા પત્‍થર’ એવું ગામનું નામ રાખ્‍યું.’’ ત્‍યાર પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને શિવલિંગમાં નૃત્‍ય કરનારા શિવના દર્શન કેમ થયા, એની પાછળ રહેલો કાર્યકારણભાવ ધ્‍યાનમાં આવ્‍યો.

૮ આ. મંદિરમાં ગયા પછી શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળને સુક્ષ્મ સ્‍વરૂપે સહસ્રો નાગદેવતાઓના દર્શન થવા, વાસ્‍તવમાં પણ ત્‍યાં એક દૈવી નાગનું અસ્‍તિત્‍વ હોવું અને મંદિરમાં પવિત્રતા-અપવિત્રતાનું પાલન નહીં કરવાથી નાગદેવતાએ મંદિરમાં આવીને કોઈને પણ અંદર નહીં જવા દેવું

શ્રીચિત્‌શક્તિ (સૌ.) અંજલી ગાડગીળ શ્રી વૈદ્યનાથેશ્‍વર મંદિરમાં ગયા પછી તેમને સૂક્ષ્મમાંથી આજુબાજુ સહસ્રો નાગદેવતાઓના દર્શન થયા. ન્‍યાસીઓએ કહ્યું, ‘‘મંદિરની પાસે જ ભૂમિની નીચે શિવલિંગ (‘હાલુ રામેશ્‍વર’) છે. ત્‍યાંના એક દૈવી નાગ પ્રસંગોપાત શ્રી વૈદ્યનાથેશ્‍વરના દર્શન માટે આવે છે. મંદિરમાં પવિત્રતા-અપવિત્રતાનું પાલન નહીં થઈ શકવાથી કોઈ ભૂલ થઈ હોય, તો તે નાગદેવતા મંદિરના મુખ્‍ય પ્રવેશદ્વાર પર આવીને બેસે છે અને કોઈને પણ અંદર જવા દેતા નથી.’’

શ્રી વિનાયક શાનભાગ, બેંગળુરૂ, કર્ણાટક. (૨૬.૭.૨૦૨૧)

સૂક્ષ્મ : વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દ્રશ્‍યમાન થનારા અવયવો નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલેપારનું એટલે સૂક્ષ્મ. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્‍યક્તિઓને આ સૂક્ષ્મ સંવેદનાઓ જણાય છે. આ સૂક્ષ્મના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

આ લેખમાં પ્રકાશિત કરવામાં આવેલી અનુભૂતિઓ એ ‘ભાવ ત્‍યાં દેવ’ એ ઉક્તિ અનુસાર સાધકોની/સદ્‌ગુરુઓની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તેવી અનુભૂતિઓ સહુને થાય એવું નથી. – સંપાદક

Leave a Comment