‘ઇ ૨’ સ્વયંસૂસૂચના પદ્ધતિથી પોતાને શિક્ષા કરીને (ચીટીયો ભરીને) પ્રબળ સ્વભાવદોષ અને અહમ્ ઓછા કરી શકીએ !

અનુક્રમણિકા

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર ‘સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલન પ્રક્રિયા’ માટે પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્ત્વ છે.  પ્રક્રિયા પ્રભાવશાળી બનાવવા માટે નિયમિત પ્રયત્નો અંતર્ગત મહત્ત્વપૂર્ણ પરિબળ અર્થાત્ ‘સ્‍વયંસૂચના’ બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ અનુસાર આપવાથી સાધકોના સ્‍વભાવદોષ અને અહંની તીવ્રતામાં લક્ષણીય રીતે ઘટાડો થાય છે. પરિણામે તેમના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. તેથી વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિની વિગતવાર જાણકારી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે સ્‍વયંસૂચના પદ્ધતિ ‘ઇ ૨’ જોઈશું.

‘અયોગ્‍ય વિચારપ્રક્રિયા, કાર્ય, ભાવના અથવા પ્રતિક્રિયા માટે ૧ માસ સુધી સ્‍વયંસૂચના આપીને પણ જોઈએ એવો સુધારો ન થતો હોય, ત્‍યારે ‘ચીટીયો ભરવો’ , અર્થાત ‘ઇ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધૂમ્રપાન, મદ્યપાન ઇત્‍યાદિ માદક પદાર્થોનું સેવન કરવું; દાંતથી નખ કોતરવા, તોતડું બોલવું, ૮ વર્ષના થયા પછી પથારીમાં ભીનું કરવું ઇત્‍યાદિમાં સુધારો ન થાય, ત્‍યારે આ સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે.

 

૧. આ સ્‍વયંસૂચના પદ્ધતિમાં કયા
કયા લક્ષણો માટે સ્‍વયંસૂચના આપી શકાય ?

નિરર્થક વિચાર કરવા (Obsession), નિરર્થક કૃતિ (Compulsions), બીજા લોકો વિશે મનમાં ગાઢો સંદેહ (Suspiciousness) કે ભ્રમ (Delusions), ભાસ (Hallucinations) (વિચિત્ર અવાજો સંભળાવા, પાસે કોઈ ન હોય તો પણ ભાસ થાય કે કોઈ છે), આત્‍મહત્‍યાના વિચાર (Suicidal thoughts) ઇત્‍યાદિ પર પણ આ સ્‍વયંસૂચના પદ્ધતિથી મનને સૂચના આપી શકાય છે.

 

૨. આ પદ્ધતિ અનુસાર
બનાવેલી સ્‍વયંસૂચનાઓનાં કેટલાંક ઉદાહરણો

૨ અ. મનોરાજ્‍ય (કલ્‍પનાલોક)માં વિચરવું

‘જ્‍યારે હું ઘરે જઈને વિનોદ કરીને બધાને કેવા ચકિત કરીશ, આ વાતની કલ્‍પના કરી રહ્યો હોઉં, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ આ. અનાવશ્‍યક વિચાર કરવા

જ્‍યારે આરતી કરતી સમયે હું આરતી પછીના કરવાના કાર્યો અથવા સેવા વિશે વિચાર કરતો હોઈશ, ત્‍યારે પેાતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ ઇ. નિરર્થક કૃતિ કરવી

જ્‍યારે હું બેઠકમાં બોલતી સમયે ખુરશી ઉપર બેસીને પગ હલાવતો હોઈશ, ત્‍યારે પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ ઈ. સંદેહ કરવો

જ્‍યારે બે સાધકો પોતપોતામાં વાતો કરી રહ્યા હશે અને એ સમયે મને લાગશે કે એ લોકો મારી ટીકા જ કરતા હશે, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ ઉ. આભાસ થવો

જ્‍યારે હું એકલો હોઈશ અને તે સમયે મને લાગશે કે મારી આજુબાજુ કોઈ છે, ત્‍યારે હું પોતાને ચીટીયો ભરીશ.

૨ ઊ. નકારાત્‍મક વિચારો કરવા

જ્‍યારે મારા મનમાં નકારાત્‍મક વિચારો આવતા હશે કે ‘પરાત્‍પર ગુરુદેવ મારા માટે કેટલું કરે છે; પણ એના માટે હું લાયક જ નથી’, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ એ. અન્‍યો સાથે તુલના કરીને પોતાને તુચ્‍છ સમજવું

જ્‍યારે ‘….. આ સાધક કેટલો ગુણવાન છે, પરંતુ મારામાં કંઈજ ગુણ નથી’, એવો વિચાર મારા મનમાં આવશે, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ ઐ. સાધકો પ્રત્‍યે મનમાં નકારાત્‍મક વિચાર આવવા

‘જ્‍યારે એક સેવામાં મારી ભૂલ ન હોવા છતાં પણ સહસાધકોએ ખોટું કહ્યું કે એ મારી ભૂલ છે’, આ વિચાર મારા મનમાં આવશે, ત્‍યારે હું પોતાને ચીટીયો ભરીશ.

૨ ઓ. કોઈ જગ્‍યાએ ભાગી જવાનો મનમાં વિચાર આવવો

જ્‍યારે મારા મનમાં વિચાર આવશે કે ‘આ સંસારમાં મારું કોઈ નથી; મને કોઈ પ્રેમ કરતું નથી,’ ત્‍યારે હું પોતાને ચીટીયો ભરીશ.

૨ ઔ. આત્‍મહત્‍યાના વિચારો મનમાં આવવા

જ્‍યારે મનમાં નકારાત્મક વિચારો આવી રહ્યા હશે કે  ‘આજ સુધી મેં જીવનમાં કંઈજ કર્યું નથી, બધાજ પ્રયત્નોમાં હું અસફળ રહ્યો, આગળ કંઈ કરવાની ઇચ્‍છા જ નથી’ અને એથી આત્‍મહત્‍યા કરવાની ઇચ્‍છા થશે, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

૨ અં. કામવાસનાના વિચાર આવવા

જ્‍યારે મારા મનમાં અયોગ્‍ય સમયે કામવાસનાના વિચાર આવશે, ત્‍યારે હું પોતાને જોરથી ચીટીયો ભરીશ.

 

૩. આ સ્‍વયંસૂચના પદ્ધતિ અનુસાર પ્રત્‍યક્ષ કરવાના પ્રયત્નો

૩ અ. આ સ્‍વયંસૂચના પદ્ધતિ અનુસાર પ્રયત્નો કરતી સમયે સ્‍વયંથી જ્‍યારે-જ્‍યારે અયોગ્‍ય કૃતિ થઈ રહી હોય અથવા મનમાં અયોગ્‍ય વિચાર આવે, ત્‍યારે-ત્‍યારે પોતાને ચીટીયો ભરવો જોઈએ, અર્થાત્ શિક્ષા કરવી જોઈએ. એમ કરવાથી જ લાભ થાય છે.

૩ આ. વર્તમાનમાં તમે જે સ્‍વભાવદોષો અથવા અહમ્‌ના જે પ્રકાર માટે મનને સૂચનાઓ આપી રહ્યા છો, એમાંથી કેવળ એકના બદલે જ આ સ્‍વયંસૂચના આપવી.

૩ ઇ. આ સ્‍વયંસૂચના ઓછામાં ઓછા ૮ દિવસ સુધી આપવી આવશ્‍યક છે. ત્‍યાર પછી વ્‍યષ્‍ટિ-સાધનાના માર્ગદર્શક સાધકને પૂછવું કે હજી કેટલા દિવસ આ સ્‍વયંસૂચના આપવાની છે.

ઉપર્યુક્ત પ્રયત્નો તાલાવેલીથી કરતા રહેવાથી લગભગ ૮ દિવસમાં જ અનુભવ થવા લાગશે કે સંબંધિત સ્‍વભાવદોષ અથવા અહમ્ ઘટવા લાગ્‍યા છે.

 

૪. આ સ્‍વયંસૂચના પદ્ધતિથી
ઓછા સમયગાળામાં અયોગ્‍ય વિચારપ્રક્રિયા
અથવા અયોગ્‍ય આચરણમાં સુધાર થવાના કારણો

આ પદ્ધતિમાં આપણે જ્‍યારે-જ્‍યારે અયોગ્‍ય વિચાર અથવા અયોગ્‍ય આચરણ કરીએ છીએ, ત્‍યારે-ત્‍યારે પોતાને તરત જ ચીટીયો ભરીએ છીએ. એમ કરવાથી શરીરને વેદના થાય છે. આ વેદના સહન ન કરવી પડે એ માટે મન તે અયોગ્‍ય આચરણ અથવા વિચાર છોડતું જાય છે. ‘અયોગ્‍ય આચરણ અથવા અયોગ્‍ય વિચાર = વેદના’, આ સમીકરણ મનમાં પાકું થવાથી યોગ્‍ય કૃતિ અથવા યોગ્‍ય વિચારપ્રક્રિયાનો આરંભ થાય છે અને સ્‍વભાવમાં પરિવર્તન થવા લાગે છે. આને જ ‘લૉ ઑફ અસોસિએશન’ કહે છે.

(આ વિષયની વધુ જાણકારી ‘સ્‍વયંસૂચનાઓ દ્વારા સ્‍વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)

 શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment