વ્યક્ત થનારી અથવા મનમાં ઊમટનારી અયોગ્ય પ્રતિક્રિયા પર યોગ્ય પ્રતિક્રિયા નિર્માણ થવા માટે સ્વયંસૂચના પદ્ધતિ ‘અ ૨’ !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર સ્‍વભાવદોષ અને અહમ્ નિર્મૂલન પ્રક્રિયાના પ્રયત્નોને અનન્‍યસાધારણ મહત્વ છે.  પ્રક્રિયા પ્રભાવીપણે હાથ ધરવા માટે, કરવાના નિયમિત પ્રયત્નોમાંથી  મહત્વનું પાસું  એટલે સ્‍વયંસૂચના બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ પ્રમાણે આપવાથી સાધકોમાંના સ્‍વભાવદોષ અને અહમ્‌ની તીવ્રતા લાક્ષણિક રીતે ઓછી થાય છે. પરિણામસ્‍વરૂપ તેમના આનંદમાં વૃદ્ધિ થાય છે. આ માટે વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિઓની વિગતવાર માહિતી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે સ્વયંસૂચના પદ્ધતિ ‘અ ૨’  વિશે જાણી લઈશું.

દૈનંદિન જીવનમાં થનારા વિવિધ પ્રસંગોમાં પ્રત્‍યેક વ્‍યક્તિના મનમાં કોઈક પ્રતિક્રિયા ઉમટતી હોય છે અથવા તો વ્‍યક્ત થતી હોય છે. અયોગ્‍ય પ્રતિક્રિયા સ્‍વભાદોષ અને અહમ્‌ને કારણે, જ્‍યારે યોગ્‍ય પ્રતિક્રિયા ગુણોને કારણે નિર્માણ થાય છે. ‘મનમાંની અયોગ્‍ય પ્રતિક્રિયાને કારણે નિર્માણ થનારી અસ્‍વસ્‍થતા દૂર થઈને યોગ્‍ય પ્રતિક્રિયા નિર્માણ થાય’, તે માટે ‘અ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.

 

૧. સ્‍વયંસૂચનાનું સ્‍વરૂપ

પ્રસંગ – યોગ્‍ય દૃષ્‍ટિકોણ – યોગ્‍ય પ્રતિક્રિયા

 

૨. કયા કયા સ્‍વભાવદોષો પર સ્‍વયંસૂચના લઈ શકાય છે ?

બીજા પર ટીકા કરવી, ચીડિયો સ્‍વભાવ, ખીજ ચઢવી, ઝગડાળુ સ્‍વભાવ, પશ્‍ચાત્તાપ ન થવો, હઠીલું, સંશયીવૃત્તિ ઇત્‍યાદિ.

 

૩. ‘અ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિથી
સ્‍વયંસૂચના  બનાવતી સમયે ધ્‍યાનમાં લેવાનાં સૂત્રો

સારણીમાં ભૂલો લખતી વેળાએ મનમાં આવેલી અથવા વ્‍યક્ત કરેલી પ્રતિક્રિયાનો ઉલ્‍લેખ ‘અયોગ્‍ય વિચાર /અયોગ્‍ય કૃતિ / ભાવના’ આ ખાનામાં કરવો; પરંતુ સ્‍વયંસૂચનાના ખાનામાં કેવળ પ્રસંગ અને ઉપાયયોજના લખવા. સ્‍વયંસૂચનામાં પ્રતિક્રિયાનો ઉલ્‍લેખ કરવાની આવશ્‍યકતા નથી.

 

૪. ‘અ ૨’  સ્‍વયંસૂચના પદ્ધતિ
પ્રમાણે બનાવેલી સ્‍વયંસૂચનાનાં ઉદાહરણો

૪ અ. મનમાં પ્રતિક્રિયા આવવી

૪ અ ૧. પ્રસંગ : જ્‍યોતિને ‘રસોડામાં વાસણો કેવી રીતે મૂકવાં ?’, એ વિશે ૨ વાર કહ્યું, છતાં તેણે અયોગ્‍ય ઠેકાણે વાસણો મૂક્યા. તેને કારણે ‘આને બે વાર કહેવા છતાં પણ ધ્‍યાનમાં કેમ આવતું નથી ?’, એવી પ્રતિક્રિયા મનમાં નિર્માણ થઈ.

૪ અ ૨.  સ્‍વયંસૂચના : ‘જયારે હું જ્‍યોતિને ‘વાસણો કેમ મૂકવાં ?’, આ બે વખત કહેવા છતાં પણ તેણે અયોગ્‍ય ઠેકાણે વાસણો મૂક્યા હોવાનું ધ્‍યાનમાં આવશે, ત્‍યારે ‘તે રસોઈઘરમાં સેવા માટે નવી આવેલી છે’, એ ધ્‍યાનમાં લઈને હું તેને વાસણો મૂકવાની યોગ્‍ય જગ્‍યા ફરીવાર કહીશ /બતાવીશ.’

(જૂનો સાધક અથવા તો સેવામાં નિપુણ રહેલા સાધક દ્વારા જયારે તેની તે જ ભૂલો ફરીવાર થાય અથવા તો બૌદ્ધિક સ્‍તર પરની સેવામાં ભૂલો થાય, તો ઉપરના દૃષ્‍ટિકોણમાં પાલટ થઈ શકે છે.)

૪ આ. પ્રતિક્રિયા વ્‍યક્ત થવી

૪ આ ૧. પ્રસંગ : ‘એક સેવા કરવા માટે મને વાર લાગશે’, આવો સંદેશો મેં અક્ષયને ઉત્તરદાયી સાધકોને દેવા માટે કહ્યા પછી તે કહેવાનું ભૂલી ગયો. તે સમયે ‘તું પ્રત્‍યેક વખતે આમ ભૂલી કેમ જાય છે ? તને આટલી નાની સેવા પણ કેમ કરતા આવડતી નથી ?’, આવી પ્રતિક્રિયા વ્‍યક્ત કરી. પરિણામે તેને મનદુઃખ થયું.

૪ આ ૨. સ્‍વયંસૂચના : ‘જે સમયે ‘મને સેવા કરવા વિલંબ થશે’, આ મારો સંદેશો ઉત્તરદાયી સાધકોને કેહવા અક્ષય ભૂલી ગયો હોવાનું મને સમજાશે, તે સમયે સંદેશો આપવો ભૂલી જવા પાછળનું કારણ હું અક્ષય પાસેથી સમજી લઈશ અને સંદેશો આપવા માટે મોડું થયા વિશે ઉત્તરદાયી સાધક સાથે વાત કરી લઈશ. (સાધકોએ સ્‍વયંસૂચનામાં સંબંધિત ઉત્તરદાયી અને સહસાધકોનાં નામો લેવાં.)

ઉપરના ઉદાહરણો દ્વારા ‘ભૂલ, દૃષ્‍ટિકોણ, અને ઉપાયયોજનાની નોંધ કેવી હોવી જોઈએ ?’, એ સમજાય છે; પરંતુ ‘પ્રસંગ, વ્‍યક્તિ અને તેમની ક્ષમતા અનુસાર દૃષ્‍ટિકોણ જુદા જુદા હોઈ શકે છે’, એ ધ્‍યાનમાં લેવું.

 

૫.  ભાવ ના સ્‍તર પર
સ્‍વયંસૂચના આપવાનું મહત્વ અને ઉદાહરણ

‘સ્‍વયંસૂચનામાં માનસિક સ્‍તર પરના દૃષ્‍ટિકોણ સાથે ભાવ ના પ્રયત્નોનો સાથ આપવાથી સૂચના વધારે પરિણામકારી થાય છે’, એવું અનેક સાધકોએ અનુભવ્‍યું છે. ‘સ્‍વયંસૂચનામાં કેવળ માનસિક સ્‍તર પરનો દૃષ્‍ટિકોણ લેવો, કે ભાવ ના  સ્‍તર પરનો પ્રયત્ન પણ  અંતર્ભૂત કરવો ?’, તે પોતાની સ્‍થિતિ પ્રમાણે ઉત્તરદાયી સધાકોને પૂછીને નક્કી કરવું . બન્‍ને પ્રકારના સ્‍વયંસૂચનાનાં ઉદાહરણો અહીં આપ્‍યાં છે.

૫ અ. પ્રસંગ

સનાતનના એક સંતે સંગણક શીખવાનું કહ્યા પછી ‘બાપરે ! સંગણક શીખતી વેળાએ મારાથી કાંઈ ભૂલ થશે તો ?, એવી નકારાત્‍મક પ્રતિક્રિયા મનમાં ઊમટી.

૫ આ. માનસિક  સ્‍તર પરની સૂચના

‘જે સમયે સંત મને સંગણક શીખવાનું કહેશે તે વખતે ‘મારી વયજૂથના અનેક જણે સંગણક વાપરવાનું સહજપણે શીખી લીધું છે, તો પછી મને પણ તે સહજ રીતે આવડી જશે’, તેનું ભાન થઈને હું પ્રતિદિન ઠરાવેલા સમયે ઉત્‍સાહથી સંગણક શીખીશ.’

૫ ઈ. ભાવ ના  સ્‍તરપરની સૂચના

‘જે સમયે સંત મને સંગણક શીખવા માટે કહેશે તે સમયે મને ‘વ્‍યવહારિક દૃષ્‍ટિએ સંગણક શીખવું સહેલું છે અને સંતના સંકલ્‍પને કારણે તે વધુ ઝડપથી સાધ્‍ય થશે’, આની જાણ થઈને હું પ્રતિદિન ઠરાવેલા સમયે ઉત્‍સાહથી સંગણક શીખીશ.’

(સાથે કરવાની પ્રાર્થના : હે ગુરુદેવ, સંતોએ કહ્યા પ્રમાણે મેં સંગણક શીખવા માટે સમય નિયોજીત કર્યો છે. તમે જ મને સંગણક શીખવા માટે શક્તિ અને બુદ્ધિ આપો.

જે સેવા શીખવા માટેની અડચણ હોય, તે સેવાનો ઉલ્‍લેખ કરીને ઉપર પ્રમાણે સ્‍વયંસૂચના આપી શકાય.

(આ વિશેની વધુ જાણકારી ‘સ્‍વયંસૂચનાઓ દ્વારા સ્‍વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૩.૧૨.૨૦૧૭)

Leave a Comment