દર્શકની (જોનારાની) ભૂમિકામાં રહીને કઠિન પ્રસંગો ભણી જોવાની શિખામણ આપનારી ‘આ ૨’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર ‘સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલન પ્રક્રિયા’ માટે પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્ત્વ છે.પ્રક્રિયા પ્રભાવશાળી બનાવવા માટે નિયમિત પ્રયત્નો અંતર્ગત મહત્ત્વપૂર્ણ પરિબળ અર્થાત્ ‘સ્‍વયંસૂચના’ બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ અનુસાર આપવાથી સાધકોના સ્‍વભાવદોષ અને અહંની તીવ્રતામાં લક્ષણીય રીતે ઘટાડો થાય છે. પરિણામે તેમના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. તેથી વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિની વિગતવાર જાણકારી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે દર્શકની ભૂમિકામાં રહીને કઠિન પ્રસંગો ભણી જોવા માટે શિખામણ દેનારી ‘આ ૨’ સ્વયંસૂચના પદ્ધતિ વિશે જાણી લઈશું !

‘પ્રત્‍યેક વ્‍યક્તિના જીવનમાં કઠિન પ્રસંગો આવતા જ રહે છે. આવા પ્રસંગોમાં વ્‍યક્તિની સ્‍થિતિ અસહાય બની જાય છે, જેના પરિણામ તરીકે માનસિક દુર્બળતા ઉત્‍પન્‍ન થાય છે. અતિવેદનાદાયક અથવા અસાધ્‍ય વ્‍યાધિ, મૃત્‍યુ, નૈસર્ગિક વિપદા જેવા કઠિન પ્રસંગોમાં અથવા તણાવ ઉત્‍પન્‍ન કરનારા કેટલાક પ્રસંગોમાં જો કાંઈ પણ કરવું સંભવ ન હોય, ત્‍યારે દર્શકની ભૂમિકામાં રહીને તે પ્રશ્‍નો ભણી જોવું એ જ એકમાત્ર ઉકેલ હોય છે. તે માટે ‘આ ૨’ પદ્ધતિ દ્વારા સ્‍વયંસૂચના લેવી આવશ્‍યક છે.

સ્‍વયંસૂચના પદ્ધતિ અનુસાર બનાવેલી સ્‍વયંસૂચના નીચે જણાવ્‍યા પ્રમાણે છે –

 

૧. પોતાને અસાધ્‍ય રોગ થવો

૧ અ. પ્રસંગ

મને અસાધ્‍ય રોગ થવાથી અસહનીય વેદના થઈ રહી છે.

૧ આ. સ્‍વયંસૂચના

જ્‍યારે અસાધ્‍ય રોગને કારણે મને અસહનીય વેદના થતી હશે, ત્‍યારે મને તેનું ભાન થશે કે ઈશ્‍વર જ આ માધ્‍યમ દ્વારા મારા પ્રારબ્‍ધભોગ સમાપ્ત કરી રહ્યા છે. તેથી હું ઈશ્‍વરને પ્રાર્થના કરીશ કે તેઓ મને આ પ્રારબ્‍ધ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.

 

૨. અસાધ્‍ય રોગને કારણે
કુટુંબીજનનું મરણ-પથારીએ હોવું

૨ અ. પ્રસંગ

શ્રી./શ્રીમતી.ને અસાધ્‍ય રોગ થયો હોવાથી તે મરણપથારી પર છે.

૨ આ. સ્‍વયંસૂચના

‘જ્‍યારે મને જાણ થશે કે શ્રી./શ્રીમતી. ને અસાધ્‍ય રોગ થયો છે, ત્‍યારે મારા ધ્‍યાનમાં આવશે કે ‘સર્વ પ્રારબ્‍ધ અનુસાર તેમજ ઈશ્‍વર-ઇચ્છાથી બની રહ્યું છે.’ તેથી તે ભોગ સહન કરી શકે તે માટે વચ્‍ચે-વચ્‍ચે તેમને નામજપ કરવાનું સ્‍મરણ કરાવીને, તેમના માટે હું પણ નામજપ કરીશ.

 

૩. કોઈ કુટુંબીજનનું મૃત્‍યુ થવું

૩ અ. પ્રસંગ

કુટુંબના કોઈ સદસ્‍યનું અકસ્‍માત મૃત્‍યુ થયું હોવાની સૂચના મળે ત્‍યારે ભાવનાશીલતાને કારણે પોતાના રડવા પર અંકુશ મૂકી શક્યો નહીં.

૩ આ. સ્‍વયંસૂચના

‘જ્‍યારે શ્રી./શ્રીમતી.ના નિધનના સમાચાર મળશે, ત્‍યારે મારા ધ્‍યાનમાં આવશે કે ‘જન્‍મ લેનારા પ્રત્‍યેક જીવનું મરણ અટળ છે; પણ ઈશ્‍વર પ્રત્‍યેક જન્‍મમાં આપણી સાથે હોય છે.’ તેથી હું સ્‍થિર રહીને મૃત વ્‍યક્તિના આગળના માર્ગક્રમણ માટે દત્ત ભગવાનનો નામજપ કરીશ.’

આવા પ્રસંગમાં ‘શ્રી./શ્રીમતી.ને સદ્‍ગતિ પ્રાપ્‍ત થાય એ માટે હું ‘શ્રી ગુરુદેવ દત્ત’ નામજપ કરીશ’, આ સ્‍વયંસૂચના પણ લઈ શકાય.

જો મૃત વ્‍યક્તિનો આધ્‍યાત્‍મિક સ્‍તર ૬૦ ટકા કરતાં વધારે હોય, તો ‘શ્રી./શ્રીમતી. જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી મુક્ત થઈ ગયા હોવાથી તેમને મૃત્‍યુ પછી સદ્‍ગતિ મળવાની છે’, તે ધ્‍યાનમાં લઈને શોક કરવાને બદલે નિશ્‍ચિંત રહીશ’, એવો દૃષ્‍ટિકોણ રાખી શકાય.

મૃત્‍યુપથારીએ રહેલી વ્‍યક્તિના સંદર્ભમાં અથવા કોઈના મૃત્‍યુ વિશે શોકગ્રસ્‍ત થવાથી તે વ્‍યક્તિનો લિંગદેહ કુટુંબીજનોમાં અટકાવાની શક્યતા હોય છે. તેથી કુટુંબીજનોએ આવી સ્‍થિતિમાં ભાવનાશીલ થવાને બદલે તેમના મૃત્‍યુ ભણી સાક્ષીભાવથી જોવાનો પ્રયત્ન કરવો. જેથી કઠિન સ્‍થિતિમાં પણ તેમના દ્વારા સાધના થશે.

(આ વિષયની વધુ જાણકારી ‘સ્‍વયંસૂચનાઓ દ્વારા સ્‍વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)

 (શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨.૧.૨૦૧૮)

Leave a Comment