મનને આપેલી સકારાત્‍મક સૂચનાઓ ભાવ પ્રમાણે કાર્ય કરે છે !

Article also available in :

આપણે કહીએ છીએ કે, ‘જ્‍યાં ભાવ, ત્‍યાં ભગવાન’. મનને સકારાત્‍મક સૂચનાઓ આપવાથી મન સકારાત્‍મક બને છે. ‘મન પૂર્ણ રીતે સકારાત્‍મક હોવું’, આ એક રીતે ભગવાન પ્રત્‍યેનો સકારાત્‍મક ભાવ થયો. તેને કારણે મન અને અંતર્મનમાંના વિચાર પલટાય છે, તેમજ આપણા ફરતે રહેલું નકારાત્મક આવરણ નષ્ટ થઈને સકારાત્મકતા વધે છે. તેથી પ્રસંગ પર માત કરવા માટે ઉત્‍સાહ આવે છે. તેને કારણે મન સ્‍થિર અને શાંત, તેમજ આનંદી બને છે. સનાતનના સદ્‌ગુરુ રાજેંદ્ર શિંદેએ કહેલી સકારાત્‍મક સૂચનાઓમાંથી કેટલીક સૂચનાઓ નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

સૂચનાઓ કેવી રીતે આપવી એ વિશે અધિક માહિતી જાણી લઈએ – વ્‍યક્તિત્‍વ વિકાસ

સદ્‌ગુરુ રાજેંદ્ર શિંદે

 

૧. ભાવનિર્મિતિ માટે સૂચનાઓ

૧. ભગવાનની કૃપાથી વિશ્‍વ ઘણું સુંદર છે અને હું આ સુંદરતાનો આનંદ માણવા આવ્‍યો / આવી છું.

૨. ભગવાનની કૃપાથી હું ભૂતકાળની બધી ઘટનાઓ ભૂલી ગયો / ગઈ છું. હવે હું વર્તમાનમાં રહીને આનંદ અનુભવી રહ્યો / રહી છું.

૩. ભગવાનની કૃપાથી મારામાં ક્ષમતા, ઊર્જા, ઉત્સાહ, બળ, જીદ અને ચીટકી રહેવાનો ગુણ છે.

૪. ભગવાનની કૃપાથી હું જીવનમાંની પ્રત્‍યેક પરિસ્‍થિતિનો આનંદથી સ્‍વીકાર કરું છું.

૫. સમર્પણ કરવાથી મારી ચિંતા દૂર થઈ છે અને હું ભગવાનની કૃપાથી ચિંતામુક્ત થયો / થઈ છું.

 

૨. ઈશ્‍વર અને ઈશ્‍વરી શક્તિ પરની શ્રદ્ધા વૃદ્ધિંગત કરવા માટે સૂચનાઓ

૧. ભગવાનની કૃપાથી મારામાં સુપ્‍ત એવી ઈશ્‍વરી શક્તિ વાસ કરી રહી છે.

૨. હું સર્વશક્તિમાન પરમેશ્‍વરનો અંશ છું.

૩. ઈશ્‍વર મારામાં છે અને હું ઈશ્‍વરમાં છું.

૪. નકારાત્‍મક પરિસ્‍થિતિમાં પણ સકારાત્‍મક વિચાર કરવો, સકારાત્‍મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્‍ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્‍યું છે.

૫. હું નિરંતર નિશ્‍ચિંત રહું છું; કારણકે મારો ભાર શ્રીવિષ્‍ણુ ભગવાનનાં ચરણોમાં સોંપ્‍યો છે. તેઓ મારી બધી સંભાળ લેવાના જ છે !

૬. મેં પોતાને ઈશ્‍વરના વિરાટ સ્‍વરૂપ સામે સમર્પિત કર્યો / કરી છે.

૭. હું તે વિરાટ સર્વશક્તિમાન ઈશ્‍વરને સાષ્‍ટાંગ નમસ્‍કાર કરું છું.

૮. નમસ્‍કાર કરવાથી ભગવાનની કૃપાથી મારું ‘હું’પણું નષ્‍ટ થઈ રહ્યું છે.

ભગવાનની કૃપાથી હવે કેવળ એકજ જાણ મારામાં નિર્માણ થઈ છે

‘હું આપનો / આપની છું ! હે જગદ્‌પિતા, હું આપનો / આપની છું !

હે અનાદિ અનંત, હું આપનો / આપની છું !

હે દયાઘન, હું આપનો / આપની છું !

હે સચ્‍ચિદાનંદ, હું આપનો / આપની છું !

– (સદ્‌ગુરુ) શ્રી. રાજેંદ્ર શિંદે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

Leave a Comment