નામજપ કયો કરવો ?
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
વર્તમાનમાં શ્રીકૃષ્ણ ભગવાનનું તત્ત્વ સૌથી વધુ પ્રમાણમાં કાર્યરત છે. તે માટે સમષ્ટિ સાધના કરીને જો ૨ વર્ષોથી વધુ સમયગાળો વીતી ગયો હોય, તો એવા સાધકોએ ૨ વર્ષો સુધી ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’ આ નામજપ અવશ્ય કરવો.
શ્રીકૃષ્ણ ભગવાન તેના ભણી મલકાઈને મંદ હાસ્ય વેરતા નિહાળતા હતા. કિરાત જાણે શિકાર મળ્યો હોય તેવી રીતે શ્રીકૃષ્ણને ખભા પર ઊંચકીને સંત પાસે લઈ આવ્યો. શ્રીકૃષ્ણ જાળમાં મંદ હાસ્ય વેરતા હોવાનું દ્રશ્ય જોઈને તે સંત ભાન ગુમાવી બેઠા.
નામજપ કરતી વેળા નામસ્મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્ટ થઈ જાય, ત્યાર પછી અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
નકારાત્મક પરિસ્થિતિમાં પણ સકારાત્મક વિચાર કરવો, સકારાત્મકતા શોધવી, ‘ભગવાન મારા ભલા માટે કરી રહ્યા છે’, એવો ભાવ રાખવો, એ મને શ્રીવિષ્ણુ ભગવાનની કૃપાથી ફાવવા લાગ્યું છે.
વિશ્વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા !
‘ઈશ્વરે પ્રત્યેકમાં એવો એક ઉત્તમ ગુણ આપેલો હોય છે કે, તેનો યોગ્ય ઉપયોગ કરવાથી તેની સેવા અને સાધનાની ફલનિષ્પત્તિ વૃદ્ધિંગત થાય છે. ‘તે ગુણ કયો છે ?
શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એમ ભક્તિના ૯ પ્રકાર છે. આ ૯ પ્રકારોને જ નવવિધા ભક્તિ એમ કહે છે. નવવિધા ભક્તિ આપણને ઈશ્વર સુધી લઈ જાય છે. નવવિધા ભક્તિ એટલે ભગવાનને વિનવણી કરવાના વિવિધ પ્રકાર છે. આત્મનિવેદન એ નવવિધા ભક્તિનું સર્વોચ્ચ સોપાન છે.
આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્છિત સ્ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્યાગ કરવો નહીં.’
નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્ય જીવોનું ધ્યાન લાગવું સંભવ નથી.