વ્‍યાયામ અને યોગાસનોનું માનવી જીવનમાં મહત્ત્વ !

Article also available in :

 

૧. શરીરનો પ્રત્‍યેક અવયવ સુદૃઢ રહેવા માટે વ્‍યાયામ આવશ્‍યક

‘વ્‍યાયામ આનંદદાયક છે. શરીરની રચનામાં આપણા અવયવો, સ્‍નાયુઓ, હાડકાં, રક્તવાહિનીઓ, ત્‍વચા, મગજ, મજ્‍જારજ્‍જુ અને મજ્‍જાતંતુઓ આવે છે. ‘શરીર સુદૃઢ હોવું’, એવું આપણને હંમેશાં લાગતું હોય છે; પણ આ સર્વ અવયવોની કાર્યક્ષમતા સારી રહેવા માટે વ્‍યાયામની આવશ્‍યકતા હોય છે. નિયમિત વ્‍યાયામના અનેક લાભ છે.

 

૨. શરીર સુદૃઢ રાખવા માટે
મનનું આરોગ્‍ય પણ ઉત્તમ રહેવું જોઈએ
અને ગુરુકૃપાથી મન સ્‍વચ્‍છ અને નિરિચ્‍છ બને છે.

ડૉ. અજય જોશી

 

૩. સાધના કરવા માટે પણ શરીર સુદૃઢ રાખવું આવશ્‍યક !

૩ અ. વ્‍યાધિ નિવારણ માટે અને સાધના
સરખી કરી શકાય એ માટે વ્‍યાયામ આવશ્‍યક હોવો

કેટલાક લોકો કહે છે, ‘અમે સાધના કરીએ છીએ. તો પછી વ્‍યાયામ શા માટે કરવો જોઈએ ?’ સાધનાથી સર્વ જ પ્રાપ્‍ત થાય છે; પણ તેના માટે પણ નિયમો છે. ‘આ જ જન્‍મમાં મારે પરિપૂર્ણ સાધના કરીને મોક્ષપ્રાપ્તિ કરી લેવી છે. મારી બીમારીઓ મારા આપ-લે હિસાબને કારણે અર્થાત્ કર્મ સંચિતને કારણે નિર્માણ થઈ છે. આધિભૌતિક વ્‍યાધિઓ પર પણ વ્‍યાયામ ઉપયુક્ત પુરવાર થાય છે. તે માટે સાધના વૃદ્ધિંગત કરવી આવશ્‍યક છે.’ સાધના વધારે સમયગાળા માટે કરવા માટે શરીર સુદૃઢ હોવું ઘણું આવશ્‍યક છે.

૩ આ. પ્રારબ્‍ધભોગ ભોગવવા માટે શરીર અને મનની
દુર્બળતા દૂર કરવી આવશ્‍યક હોવાથી વ્‍યાયામ કરવો આવશ્‍યક !

શરીરના ભોગ પ્રારબ્‍ધ અનુસાર હોય છે. સાધનાથી પ્રારબ્‍ધ પણ ઓછું થતું જાય છે. તમે જો અધ્‍યાત્‍મ જીવન વ્‍યતિત કરતા હોવ, તો શરીર રચનામાં બગડેલી એકાદ ક્રિયા પણ ગુરુકૃપાથી આપણે પૂર્વવત લાવી શકીએ અને પ્રારબ્‍ધ પર માત કરી શકીએ. તે માટે યોગ્‍ય ક્રિયમાણ વાપરવું આવશ્‍યક હોય છે. તે માટે આળસ કર્યાવિના સાધના સાથે જ નિયમિત વ્‍યાયામ કરવો પણ તેટલું જ આવશ્‍યક છે.

 

૪. વયોવૃદ્ધ વ્યક્તિઓ માટે પણ વ્‍યાયામ ઉપયોગી હોવો

કેટલાક વયોવૃદ્ધ લોકો કહે છે, ‘અમારે વ્‍યાયામની આવશ્‍યકતા નથી’; પરંતુ તેમને પણ વ્‍યાયામ અત્‍યંત આવશ્‍યક છે. વ્‍યાયામથી સ્‍નાયુઓમાં લવચીકતા આવે છે. શરીર સક્ષમ રાખી શકાય છે. પાચનક્રિયા ઉત્તમ રાખી શકાય છે. વૃદ્ધવસ્‍થામાં ૭૫ ટકા ફરિયાદો પાચન વિશેની હોય છે. તે માટે વ્યાયામ કરીને માત કરી શકાય છે. તેથી વયોવૃદ્ધ લોકોએ પણ વૈદ્યની સલાહ અનુસાર તેમનાથી બને તેટલો વ્‍યાયામ કરવો.

 

૫. વ્‍યાયામ અને યોગાસનોને કારણે
શરીરની સર્વ ક્રિયાઓ સારી થઈને શરીર લવચીક રહેવું

આપણે મોટાભાગના લોકો ઘણીવાર બેઠી સેવા કરીએ છીએ. આપણે નિરંતર એક સ્‍થિતિમાં રહીએ છીએ. કેટલાક લોકો અન્‍ય સેવા પણ કરે છે; પરંતુ તેમની પણ શરીરની હિલચાલ સર્વ અવયવોને પૂર્ણતઃ ચાલના આપનારી હોતી નથી. સ્‍વાસ્‍થ્‍ય સારું રહેવા માટે ઊંઘ, આહાર, યોગ્‍ય પ્રમાણમાં પાણી પીવું અને સાધના કરવી આવશ્‍યક છે. હૃદયના સ્‍નાયુઓની ક્ષમતા વધારનારો વ્‍યાયામ ૨૦ થી ૩૦ મિનિટ કરવો. તેને કારણે હૃદય અને ફેફસાની ક્ષમતા વધવા સાથે જ ત્‍વચા ચમકદાર બને છે.

 

૬. વ્‍યાયામના લાભ

અ. વ્‍યાયામથી ઊર્જા વધે છે. તેને કારણે વ્‍યક્તિની કાર્યક્ષમતા વધે છે.

આ. સ્નાયુઓ સુદૃઢ બને છે.

ઇ. વ્‍યક્તિને તરત જ અને ઘસઘસાટ ઊંઘ આવે છે.

ઈ. વ્‍યાયામને કારણે મન અને શરીર ધીમે ધીમે તણાવમુક્ત બને છે.

ઉ. માનસિક સંતુલન જળવાય છે.

ઊ. સ્‍વાસ્‍થ્‍ય સારું થવાથી આત્‍મવિશ્‍વાસ વધે છે.

એ. શરીર અને મગજ શાંત રહે છે.

સાધના કરવા માટે અને આપત્‍કાળની દૃષ્‍ટિએ શરીર સુદૃઢ રાખવા માટે સહુએ નિયમિત વ્‍યાયામ, પ્રાણાયામ, બિંદુદાબન, યોગાસનો ઇત્‍યાદિનો અવલંબ કરવો અનિવાર્ય છે. કોરોના મહામારીના આ કાળમાં આપણે આપણી પ્રતિકારક્ષમતા પણ વૃદ્ધિંગત કરવા માટે નિયમિત વ્‍યાયામ કરવો આવશ્‍યક જ છે. સાધનાના આપણા આ પ્રવાસમાં વ્‍યાયામની અતિશય આવશ્‍યકતા છે. શારીરિક ત્રાસ સાથે જ આધ્‍યાત્‍મિક ત્રાસમાંથી તરત જ છૂટકારો મળવા માટે ગુરુદેવની કૃપાથી બિંદુદાબનની પ્રક્રિયા સાધકોને શીખવવામાં આવી છે. ‘આ સર્વેનો લાભ અમે લઈ શકીએ’, એ જ ગુરુચરણોમાં પ્રાર્થના છે.’

– પ્રાણીઓના આધુનિક વૈદ્ય અજય જોશી, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment