મન પર નામજપનું મહત્ત્વ કેળવનારી ‘ઇ ૧’ સ્‍વયંસૂચના પદ્ધતિ !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર ‘સ્‍વભાવદોષ અને અહં નિર્મૂલન પ્રક્રિયા’ માટે પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્ત્વ છે.  પ્રક્રિયા પ્રભાવશાળી બનાવવા માટે નિયમિત પ્રયત્નો અંતર્ગત મહત્ત્વપૂર્ણ પરિબળ અર્થાત્ ‘સ્‍વયંસૂચના’ બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ અનુસાર આપવાથી સાધકોના સ્‍વભાવદોષ અને અહંની તીવ્રતામાં લક્ષણીય રીતે ઘટાડો થાય છે. પરિણામે તેમના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. તેથી વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિની વિગતવાર જાણકારી અને માર્ગદર્શક સૂત્રો લેખ દ્વારા ક્રમશ: પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે સ્‍વયંસૂચના પદ્ધતિ ‘ઇ ૧’ જોઈશું.

 

૧. નામજપનું મહત્ત્વ

‘નામજપ માનવીના પાપોનો નાશ કરીને તેને જન્‍મ-મૃત્‍યુના ફેરામાંથી મુક્ત કરે છે.’ (સંદર્ભ : સનાતનનો ગ્રંથ ‘નામસંકીર્તનયોગ અને મંત્રયોગ’) કહેવાય છે કે ‘નામજપ સાચી તપસ્‍યા છે તેમજ તે પ્રારબ્‍ધભોગ પર પણ માત કરે છે. અષ્‍ટાંગ સાધનામાં પણ નામજપ મહત્ત્વપૂર્ણ છે અને તે જ સાધનાનો પાયો છે.’

 

૨. નામજપથી થનારા લાભ

નામજપ ચાલુ હોય ત્‍યારે ચિત્ત પર અન્‍ય નવા સંસ્‍કાર થતા નથી. નામજપથી મન શાંત થાય છે તેમજ માનસિક તણાવને કારણે થનારા શારીરિક વિકાર પણ થતા નથી. નામજપ અખંડ થવા લાગે ત્‍યારે મનમાં નિરર્થક વિચાર આવતા નથી.

 

૩. સાધકો, નામજપ માટે સ્‍વયંસૂચના આપો !

નિરંતર જપ ચાલુ રહે તે માટે સાધકો આગળ આપ્‍યા પ્રમાણે સ્‍વયંસૂચના આપી શકે છે, ‘જ્‍યારે હું કોઈ સાથે વાતો ન કરતો/કરતી હોઉં અથવા મારા મનમાં કોઈ ઉપયોગી વિચાર ન હોય, ત્‍યારે મને તેની જાણ થશે કે અયોગ્‍ય સંસ્‍કારોને મટાડવા માટે તેમજ યોગ્‍ય સંસ્‍કારોની ઉત્પત્તિ અથવા તેને અંકિત કરવા માટે નામજપ સૂક્ષ્મ સ્‍તર પર પરિણામકારી છે; તેથી હું ..નામજપ કરીશ.’ (અહીં નામજપનો ઉલ્‍લેખ કરવો, ઉદા. ‘ૐ નમો ભગવતે વાસુદેવાય ।’)

 

૪.  સ્‍વયંસૂચના કોણે આપવી ?

સનાતન સંસ્‍થાના સંપર્કમાં આવેલા નવા જિજ્ઞાસુઓ, હિતચિંતકો અને ધર્મપ્રેમીઓ તેમજ તે સાધકો કે જેમણે હાલમાં જ પૂર્ણકાલીન સાધનાનો આરંભ કર્યો છે, તેમણે પ્રતિદિન ૩ માસ (મહિના) સુધી આ સ્‍વયંસૂચના આપવી. પ્રસાર તેમજ આશ્રમના અન્‍ય સાધકોએ પણ પ્રત્‍યેક ૩ મહિનામાં પ્રતિદિન ૮ – ૧૫ દિવસ સુધી  આ સ્‍વયંસૂચના આપવી. સાધકોએ પ્રક્રિયા માટે જે સ્‍વભાવદોષ અને અહંનાં પાસાં ચૂંટ્યા હોય, તેમાંથી એક સ્‍વયંસૂચના ઓછી કરીને આ સ્‍વયંસૂચના આપવી.

પૂર્ણકાલીન સાધના કરનારા સાધકોના મન પર નામજપ ઉપરાંત સાધનાના અન્‍ય કોઈ ઘટકનો (પ્રાર્થના, કૃતજ્ઞતા, સ્‍વયંસૂચના સત્ર ઇત્‍યાદિનો) સંસ્‍કાર કેળવવો હોય, તો ઉત્તરદાયી સાધક ઉપરોક્ત સ્‍વયંસૂચનામાં તેનું મહત્ત્વ વિશદ કરીને સ્‍વયંસૂચના લેવા બાબતે સંબંધિત સાધકોને કહી શકે છે.

(આ વિષયની વધુ જાણકારી ‘સ્‍વયંસૂચનાઓ દ્વારા સ્‍વભાવદોષ-નિર્મૂલન’ આ હિંદી, અંગ્રેજી અને મરાઠી ભાષામાંના ગ્રંથમાં આપી છે.)

 (શ્રીસત્‌શક્તિ  (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨.૧.૨૦૧૮)

Leave a Comment