મનઃશાંતિ અને નિરોગી જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

Article also available in :

‘વીસમા શતકના પ્રારંભમાં એક નરેંદ્રએ (સ્‍વામી વિવેકાનંદે) અમેરિકા ખાતેની સર્વધર્મ પરિષદમાં સહભાગી થઈને ભારતીય તત્વજ્ઞાન અને અધ્‍યાત્‍મની દિવ્‍ય ગૂડી ઊભી કરીને ભારતની ગૌરવશાળી અને વૈભવશાળી સંસ્‍કૃતિની ખરેખરી ઓળખાણ સંપૂર્ણ વિશ્‍વને કરી આપી. તેવી જ રીતે ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીએ સંયુક્ત રાષ્‍ટ્રોમાં યોગશાસ્‍ત્રનું મહત્ત્વ વિશ્‍વભરના અન્‍ય દેશોને ગળે ઉતાર્યું અને સંયુક્ત રાષ્‍ટ્રોએ ૨૧ જૂન ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ તરીકે ઘોષિત કર્યો. આના દ્વારા સંપૂર્ણ વિશ્‍વમાં ભારતીય યોગવિદ્યાની ગૌરવશાળી પતાકા ફરી એકવાર સ્‍વાભિમાનથી ઊંચે ફરકાવવામાં આવી.

૨૧.૬.૨૦૧૫ આ પ્રથમ ‘આંતરરાષ્‍ટ્રીય યોગદિન’ના દિવસે દેહલી ખાતેના રાજપથ પર આયોજિત કરેલા યોગ પ્રાત્‍યક્ષિકોના મહાકુંભમાં ૮૪ દેશોમાંના નાગરિકો સહિત ૩૫ સહસ્ર યોગસાધકો સહભાગી થયા હતા. તે સમયે માર્ગદર્શન કરતી વેળાએ મોદીજીએ કહ્યું હતું કે, ‘યોગ’ એ શરીર અને મનને સંતુલિત કરવાનું માધ્‍યમ છે અને જીવનમાં પ્રેમ, શાંતિ, એકતા અને વૈશ્‍વિક સદ્દભાવના નિર્માણ કરનારો ઉપક્રમ છે. જગત્‌ને તણાવ અને વ્‍યાધિથી મુક્ત કરીને માનવતાનું કલ્‍યાણ કરવું, એ જ સદર યોગદિનનો મુખ્‍ય ઉદ્દેશ છે.’

 

૧. વિશ્‍વને મનઃશાંતિ અને વ્‍યાધિમુક્ત જીવન પ્રદાન કરનારી યોગવિદ્યા !

ભારતીય ઋષિમુનિઓના દૈવી ચિંતન દ્વારા, આત્‍મસાક્ષાત્‍કાર દ્વારા આવિષ્‍કૃત થયેલી સદર યોગવિદ્યા એટલે કોઈપણ ધર્મભેદ, જાતિભેદ, લિંગભેદ કરવાને બદલે સંપૂર્ણ માનવજાતિનું કલ્‍યાણ ઇચ્‍છનારું એક ઈશ્‍વરી વરદાન જ છે. સંસારરૂપી ભઠ્ઠીમાં શેકાયેલાઓને મનઃશાંતિ પ્રદાન કરનારી, રોગગ્રસ્‍તોને શારીરિક અને માનસિક દાહથી મુક્ત કરનારી, યોગસાધકોને જીવ-શિવનું મિલન કરાવી આપનારી, માનવીની મોક્ષપ્રાપ્તિની અંતિમ ઇચ્‍છા પૂર્ણ કરનારી, આ યોગવિદ્યા છે. અમારા પરોપકારી પૂર્વજોએ વિશ્‍વના કલ્‍યાણ માટે જાળવી રાખેલો આ અમૂલ્ય ખજાનો છે. આવા આ અમૂલ્ય ખજાનાના અમે વારસદાર છીએ અને આ યોગભૂમિમાં અમારો જન્‍મ થયો, એ અમારું સૌભાગ્‍ય છે; પરંતુ એમ હોવા છતાં પણ મોટાભાગના ભારતીઓ આજે પણ યોગવિદ્યાથી દૂર રહ્યા છે, એ અમારું દુર્ભાગ્‍ય છે.

જગત્‌ના અન્‍ય રાષ્‍ટ્રોએ આ યોગ ખજાનાનો પુષ્‍કળ લાભ કરી લીધો છે અને કરી રહ્યા છે. ભોગવાદ, ભૌતિકવાદ અને અનેક પ્રકારની વ્‍યાધિઓથી ગ્રસ્‍ત રહેલા પશ્‍ચિમી રાષ્‍ટ્રોમાંની જનતાને મનઃશાંતિ અને નિરોગી જીવન જોઈએ છે. આ માટે સંપૂર્ણ જગત્ ભારત ભણી આશાથી જોઈ રહ્યું છે; કારણકે યોગવિદ્યા જેવું રામબાણ ઔષધ ધરાવી રહેલા ભારત વિના અન્‍ય કોઈપણ દેશ જગત્‌ને મનઃશાંતિ અને વ્‍યાધિમુક્ત જીવન પ્રદાન કરી શકતો નથી. ભારતીય યોગવિદ્યામાં એટલું મોટું દિવ્‍ય સામર્થ્‍ય અને ક્ષમતા છે, તેની વિદેશી પંડિતોએ પ્રત્‍યક્ષ અનુભૂતિ અને પ્રતીતિ પણ લીધી છે.

 

૨. દુર્બળ શરીરની કાર્યક્ષમતા
વૃદ્ધિંગત કરવાનું સામર્થ્‍ય યોગાભ્‍યાસમાં હોવું

રસાયણિક ઝેરી ખાતરો અને કીટકનાશકોની છાંટણી કરીને પાકેલા કઠોળ, ફળો, શાકભાજી ઇત્‍યાદિ ખાઈને પોતાનું શરીર જાણે-અજાણ્‍યે ધીમે ધીમે વ્‍યાધિગ્રસ્‍ત બનતું જાય છે. તેથી પોતાની શારીરિક અને માનસિક દુર્બળતા વધી છે, આ વાત મોટાભાગના લોકોને જ્ઞાત જ નથી. આવા સમયે સદર યોગવિદ્યા ઘણી જ ઉપયુક્ત પુરવાર થાય છે. ઝેરીલા પદાર્થો બહાર ફેંકી દઈને દુર્બળ શરીરની કાર્યક્ષમતા વધારવાનું સામર્થ્‍ય સદર યોગાભ્‍યાસમાં છે.

 

૩. શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે
અને તેની પવિત્રતા જાળવવી આવશ્‍યક

પોતાનું શરીર એક પવિત્ર ‘યજ્ઞકુંડ’ છે. આ યજ્ઞકુંડમાંના જઠરાગ્‍નિમાં માંસાહાર, દારૂ, તમાકુ, ફાસ્‍ટ ફૂડ જેવા પદાર્થો નાખીને (ખાઈને) આ પવિત્ર યજ્ઞ કોઈએ પણ ભ્રષ્‍ટ કરવો નહીં. આ રીતે કરનારી વ્‍યક્તિઓ દ્વારા કરાયેલી યોગસાધના સફળ થતી નથી. ‘મોક્ષપ્રાપ્તિ’ આ નરદેહનું અંતિમ ધ્‍યેય છે. પરમાત્‍મા પરમેશ્‍વરની કૃપાદૃષ્‍ટિ સંપાદન કરવા માટે, મોક્ષપદના અધિકારી થવા માટે યોગસાધકે પોતાના વિચાર, વાણી અને વર્તન દ્વારા સદર પવિત્ર યજ્ઞકુંડની પવિત્રતા જાળવવી.

 

૪. યોગી થઈને પરોપકારી અને
પારમાર્થિક જીવન જીવવામાં જ નરજન્‍મનું સાર્થક

‘યોગ’ આ શબ્‍દનો ભાવાર્થ ‘પોતાનામાં રહેલા જીવાત્‍માની ચરાચરમાં વ્‍યાપ્‍ત રહેલા પરમાત્‍મા સાથે ભેટ કરાવી આપવી, એકરૂપ થવું અથવા મિલન થવું અથવા સમરસ થવું’, એમ છે. આ સૃષ્‍ટિમાંની ૮૪ લાખ યોનિને (જીવમાત્રને) સૃષ્‍ટિકર્તા પરમેશ્‍વર દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. તેને કારણે જ અમે અને તમે બધાય આ ક્ષણ સુધી જીવિત છીએ. આ ઊર્જાને જ ‘જીવાત્‍મા-અંશાત્‍મા’ કહે છે. અમારી ભોગવાદી વૃત્તિને કારણે, ‘હું’પણાના અહંકારને કારણે, ભક્તિભાવના અભાવથી અમારા શરીરમાંની આ દિવ્‍ય શક્તિનું, અમારા દેહચાલકનું અમને વિસ્‍મરણ થયેલું હોય છે. યોગવિદ્યાના માધ્‍યમ દ્વારા યોગસાધકને ‘આપણે પરમાત્‍મા પરમેશ્‍વરના અંશ છીએ’, તેનું સ્‍મરણ થાય છે. પોતે પ્રકાશિત થઈને બીજાને પણ પ્રકાશિત કરવાનું દૈવી સામર્થ્‍ય સદર યોગસાધનામાં છે. ભોગી થઈને રોગી જીવન જીવવા કરતાં, યોગી થઈને પરોપકારી અને પારમાર્થિક જીવન જીવવામાં જ નરજન્‍મનું સાર્થક છે. આ સર્વ સાધ્‍ય કરવા માટે યોગસાધકે સ્‍વાનુભવી યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ યોગસાધના કરવી જોઈએ.

 

૫. ‘યોગ’ સાધના દ્વારા જ આધ્‍યાત્‍મિક
દૃષ્‍ટિ અને રાષ્‍ટ્રભક્તિથી ઓતપ્રોત ભૂમિપુત્ર નિર્માણ થશે

ગૌરવશાળી, વૈભવશાળી, સુસંસ્‍કારિત, વ્‍યાધિમુક્ત, આત્‍મનિર્ભર, સ્‍વાવલંબી અને જગદ્‌ગુરુ પદ માટે લાયક એવા ભારતનું ઘડતર કરવું હોય, તો તે માટે જોઈતા સદ્‌ગુણ, તેજસ્‍વી વિચારધારા, દેવ-ધર્મ, દેશ, સંસ્‍કૃતિ આસ્‍થા, આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિ અને રાષ્‍ટ્રભક્તિથી ઓતપ્રોત ભૂમિપુત્રોનું સદર ‘યોગ’ સાધના દ્વારા જ ઘડતર થવાનું છે.

આવી આ શારીરિક અને માનસિક વ્‍યાધિમાંથી મુક્ત કરનારી, કોરોના જેવા વિષાણુનો યશસ્‍વી રીતે પ્રતિકાર કરી શકનારી, મોક્ષપ્રાપ્તિનું ધ્‍યેય સાધ્‍ય કરીને જીવ-શિવનું મિલન કરાવી આપનારી, જગદ્‌ગુરુ પદની ઇચ્‍છા પૂર્ણ કરી શકનારી આ સર્વગુણસંપન્‍ન યોગવિદ્યાનો દેશ-વિદેશમાં નિષ્‍કામ વૃત્તિથી પ્રસાર-પ્રચાર કરનારી સર્વ ભારતીય સંસ્‍થાઓ, યોગાચાર્યો, યોગ સાધકો અને યોગકાર્યમાં તન-મન-ધનથી યોગદાન આપનારા હિતચિંતકોનું યોગદિન નિમિત્તે અભિનંદન !’

Leave a Comment