સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલનની પ્રક્રિયાની પરિણામકારિતા વધારવા માટે સ્‍વયંસૂચના પદ્ધતિનું મહત્વ !

શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ

કાળ અનુસાર ‘સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલન પ્રક્રિયા’ માટે પ્રયત્નોનું અનન્‍યસાધારણ મહત્વ છે. આ પ્રક્રિયા પ્રભાવશાળી બનાવવા માટે નિયમિત પ્રયત્નો અંતર્ગત મહત્વપૂર્ણ પરિબળ અર્થાત્ ‘સ્‍વયંસૂચના’ બનાવવી ! સ્‍વયંસૂચના યોગ્‍ય ‘સ્‍વયંસૂચના પદ્ધતિ’ અનુસાર આપવાથી સાધકોના સ્‍વભાવદોષ અને અહંની તીવ્રતામાં લક્ષણીય રીતે ઘટાડો થાય છે. પરિણામે તેમના આનંદમાં અભિવૃદ્ધિ થાય છે. તેથી વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિની વિગતવાર જાણકારી અને માર્ગદર્શક સૂત્રો સદર લેખ દ્વારા ક્રમશ: પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. આ લેખમાં આપણે વિવિધ સ્વયંસૂચના પદ્ધતિઓના અનન્યસાધારણ મહત્વ વિશે જોઈશું.

 

૧. સ્‍વયંસૂચનાનો અર્થ શું છે ?

‘પોતાનાથી થયેલી અયોગ્‍ય કૃતિ, મનમાં આવેલા અયોગ્‍ય વિચાર અથવા ભાવના અને વ્‍યક્ત થયેલી તેમજ પોતાના મનમાં આવેલી અયોગ્‍ય પ્રતિક્રિયા વિશે પોતાના અંતર્મનને (ચિત્તને) સૂચના આપવી, અર્થાત્ ‘સ્‍વયંસૂચના’ છે.

 

૨. પ્રતિદિન કેટલા સ્‍વયંસૂચના સત્રો કરવાં ?

સાધકો સ્‍વભાવદોષ અને અહમ્‌ નિર્મૂલન પ્રક્રિયામાં સ્‍વયંસૂચના અંતર્ગત સત્ર કરે છે, તેમજ સારણીમાં ભૂલો વિશે સ્‍વયંસૂચના લખે છે. પ્રત્‍યેક અયોગ્‍ય આચરણ માટે નિયમિતરૂપથી પોતે જ પોતાના અંતર્મનને ભૂલ સુધારવા માટે સ્‍વયંસૂચના આપવાથી થોડા સમયમાં અયોગ્‍ય આચરણમાં સુધારણા થવા લાગે છે. સ્‍વભાવદોષ અને અહંના પાસાંઓના નિર્મૂલન માટે પ્રતિદિન ૭, અને જો તેમની તીવ્રતા વધારે હોય તો ૮ થી ૨૦ સ્‍વયંસૂચના-સત્રો કરવા જોઈએ. પ્રતિદિન નિરંતર અને નિર્ધારિત સમયે સ્‍વયંસૂચના સત્રો કરવાં. તેમાં જો અનિયમિતતા હોય તો સ્‍વભાવમાં અપેક્ષિત ફેર પડતો નથી.

 

૩. સ્‍વયંસૂચના આપવા માટે વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિઓ

સ્‍વયંસૂચના પદ્ધતિનો ક્રમાંક પદ્ધતિનું શીર્ષક
અ ૧ અયોગ્‍ય કૃતિ, વિચાર અથવા ભાવનાને કારણે થનારું પરિણામ ધ્‍યાનમાં લઈને યોગ્‍ય કૃતિ અથવા વિચાર માટે દૃષ્‍ટિકોણ આપવો
અ ૨ મનમાં આવનારી અથવા વ્‍યક્ત થનારી અયોગ્‍ય પ્રતિક્રિયા પર યોગ્‍ય પ્રતિક્રિયા અંકિત કરવી (૧-૨ મિનિટ કરતાં ઓછો સમય ટકનારા પ્રસંગમાં અયોગ્‍ય પ્રતિક્રિયાને બદલે યોગ્‍ય પ્રતિક્રિયા આવે, તેના માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.)
અ ૩ પ્રસંગનો અભ્‍યાસ કરીને મનમાં આવનારી અયોગ્‍ય પ્રતિક્રિયાઓ પર યોગ્‍ય પ્રતિક્રિયા આપવી (૧-૨ મિનિટથી વધારે સમય ટકનારા પ્રસંગમાં અયોગ્‍ય પ્રતિક્રિયાથી બચવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.)
આ ૧ અન્‍યોના સ્‍વભાવદોષ દૂર કરીને પોતાના મનનો તણાવ હળવો કરવો અથવા પરિસ્‍થિતિ બદલવી (આ સ્‍વયંસૂચના પદ્ધતિ અધિકાર ક્ષેત્રની વ્‍યક્તિના સ્‍વભાવદોષ દૂર કરવા માટે ઉપયોગમાં લાવી શકાય છે, ઉદા. શિક્ષક-વિદ્યાર્થી, બાળકો-વાલીઓ, માલિક-કર્મચારીઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે.)
આ ૨ અન્‍યોના સ્‍વભાવદોષ દૂર કરવા અથવા ખરાબ પરિસ્‍થિતિ બદલવી અશક્ય હોય તો પ્રસંગ ભણી તટસ્‍થતાથી જોવું
ઇ ૧ નામજપ નિરંતર ચાલુ રાખવાનું મહત્વ મન પર અંકિત થવું
ઇ ૨ ‘અ ૧’ થી ‘ઇ ૧’ આ સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્‍વયંસૂચના આપ્‍યા પછી પણ જો વારંવાર અયોગ્‍ય પ્રતિક્રિયા અથવા કૃતિ થઈ રહી હોય અથવા અયોગ્‍ય પ્રતિક્રિયા વ્‍યક્ત થાય તો ચીમટો ભરવો ઇત્‍યાદિ શિક્ષા પદ્ધતિ અપનાવવી.

૪. સ્‍વભાવદોષ અને અહમ્‌માં
શીઘ્ર પરિવર્તન દેખાઈ આવવા માટે
યોગ્‍ય સૂચના પદ્ધતિનો ઉપયોગ કરવાથી થતા લાભ !

‘ઉપરોક્ત વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિ દ્વારા સૂચના આપવાની છે’, આ બાબત ઘણા લોકો જાણતા હોતા નથી. ભૂલોના પ્રકાર અનુસાર વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિ પ્રમાણે સ્‍વયંસૂચના બનાવવાથી અપેક્ષિત પરિવર્તન તુરંત દેખાઈ આવે છે. તેને કારણે સાધકોએ વિવિધ સ્‍વયંસૂચના પદ્ધતિઓનો ઉપયોગ કરીને સ્‍વયંસૂચના બનાવવી અને નિયમિત તેમજ મન:પૂર્વક સ્‍વયંસૂચના આપીને સ્‍વભાવદોષ અને અહમ્‌માં પરિવર્તન થયું હોવાનો અનુભવ કરવો.

 

૫. ‘શું અંતર્મનને આપેલી
સ્‍વયંસૂચના યોગ્‍ય છે ?’, એ કેવી રીતે જાણવું ?

આપણા દ્વારા આપવામાં આવી રહેલી સ્‍વયંસૂચના યોગ્‍ય હોય, તો થોડા સમયમાં મનને શાંત અને હળવું લાગવા માંડે છે, તેમજ આપેલી સ્‍વયંસૂચના અનુસાર વિચાર અને કૃતિમાં ફેર જણાય છે.

ઉપર આપેલી સ્‍વયંસૂચના પદ્ધતિને (‘અ ૧’, ‘અ ૨’, ‘અ ૩’, ‘આ ૧’, ‘આ ૨’, ‘ઇ ૧’, અને ‘ઇ ૨’) અંગ્રેજીમાં ‘એ.બી.સી. ટેક્‍નિક’ (ABC Techniques) કહેવામાં આવે છે.

 

૬. સાધકો, સ્‍વયંસૂચના પદ્ધતિ
વિશે આ જાણકારી પોતાની પાસે
લખી રાખો અથવા આ લેખ સંગ્રહિત રાખો !

સાધકોએ સ્‍વયંસૂચના પદ્ધતિ વિશે આ જાણકારી પોતાની પાસે લખી રાખવી, તથા વચ્‍ચે વચ્‍ચે આ સૂત્રો વાંચવા. સાધકોના વ્‍યષ્‍ટિ સાધનાનું તારણ લેનારા સાધકે પણ આ સૂત્રો પોતાની પાસે લખી રાખવા અથવા લેખ સંગ્રહિત રાખવો. જેથી અન્‍યોને સહાયતા કરતી વેળાએ તેનો લાભ થશે.’

  શ્રીસત્‌શક્તિ (સૌ.) બિંદા નીલેશ સિંગબાળ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૩.૧૨.૨૦૧૭)

Leave a Comment