વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર છે દેવભાષા સંસ્‍કૃત !

દેવભાષા સંસ્‍કૃત સર્વ ભાષાઓની જનની છે. વેદ પણ આ જ ભાષામાં હોવાથી સંસ્‍કૃતને ‘વૈદિક ભાષા’ એમ પણ કહેવાય છે. ‘સંસ્‍કૃત’ શબ્‍દનો અર્થ થાય છે – પરિષ્‍કૃત (શુદ્ધ), પૂર્ણ અને અલંકૃત ! સંસ્‍કૃતમાં સાવ અલ્‍પ શબ્‍દોમાં વિપુલ પ્રમાણમાં હેતુ સ્‍પષ્‍ટ કરી શકાય છે. એમાં જેવું લખાય છે, તેવું જ ઉચ્‍ચારણ કરવામાં આવે છે. સંસ્‍કૃતમાં ભાષા વિશેની ત્રૃટિઓ મળતી નથી. ભાષાતજ્‌જ્ઞો માને છે કે, વિશ્‍વની સર્વ ભાષાઓના ઉદ્‌ગમનો સંબંધ અમુક અંશે સંસ્‍કૃત સાથે છે. આ સહુથી જૂની અને સમૃદ્ધ ભાષા છે. વિવિધ ભાષાઓમાં સંસ્‍કૃતના શબ્‍દો ઘણા પ્રમાણમાં મળી આવે છે. ઘણાંખરાં શબ્‍દો અપભ્રંશ રૂપે લીધેલા છે, તો ઘણાં શબ્‍દો જેમના તેમ લીધેલા છે. સંસ્‍કૃત ભાષાનું વ્‍યાકરણ અત્‍યંત શુદ્ધ અને વૈજ્ઞાનિક છે.

 

૧. વૈજ્ઞાનિકોનું પણ સંસ્‍કૃતને સમર્થન

અ. સંસ્‍કૃતનું સંશોધન મોટા મોટા વૈજ્ઞાનિક સંશોધનોનો આધાર બન્‍યું છે. ડૉ. સી.વી. રામન, ડૉ. જગદીશચંદ્ર બોસ, આચાર્ય પ્રફુલ્‍લચંદ્ર રાય, ડૉ. મેઘનાદ સાહા જેવા વિશ્‍વવિખ્‍યાત સંશોધકો સંસ્‍કૃતના મહાવિદ્વાન પણ હતા. આ સહુને સંસ્‍કૃત ભાષા પ્રત્‍યે અત્‍યંત પ્રેમ હતો અને વૈજ્ઞાનિક શોધખોળ માટે તેઓ સંસ્‍કૃતનો આધાર લેતા હતા. તેમનો એવો અભિપ્રાય હતો કે, ‘સંસ્‍કૃતનો પ્રત્‍યેક શબ્‍દ સંશોધકોને સંશોધન કરવા માટે પ્રેરણા આપે છે.’

આ. પ્રાચીન ઋષિ-મહર્ષિઓએ વિજ્ઞાનમાં એટલી પ્રગતિ કરી હતી કે, વર્તમાનમાં તેમની સાથે કોઈ સરખામણી પણ કરી શકે નહીં. ઋષિ-મહર્ષિઓનું સંપૂર્ણ જ્ઞાન અને સાર સંસ્‍કૃતમાં જ સમાયેલું છે.

ઇ. આચાર્ય રાય વિજ્ઞાન માટે સંસ્‍કૃતનું જ્ઞાન આવશ્‍યક માને છે. ડૉ. જગદીશચંદ્ર બોસે પોતાના સંશોધનોનું ઉદ્‌ગમસ્‍થાન સંસ્‍કૃતમાંથી જ શોધ્‍યું હતું.

ઈ. ડૉ. સાહાએ પોતાના સંતાનોનું શિક્ષણ સંસ્‍કૃતમાં જ કર્યું અને એક સંશોધક હોવા છતાં પણ ઘણાં વર્ષો સુધી તેઓ પોતે જ પોતાના સંતાનોને સંસ્‍કૃત શીખવતા હતા.

 

૨. સંસ્‍કૃત શબ્‍દો દ્વારા વૈજ્ઞાનિક સંશોધન

એક વાર સંસ્‍કૃતના મહાપંડિત આચાર્ય કપિલ દેવ શર્માએ જગદીશચંદ્ર બોસને પૂછ્‍યું, ‘‘વનસ્‍પતિઓમાં પ્રાણ હોવાનું સંશોધન કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી ?’’ ત્‍યારે ઉત્તર આપવાને બદલે બોસે પ્રશ્‍ન પૂછ્‍યો, ‘‘તમે સંસ્‍કૃતનો એવો એક શબ્‍દ કહો કે, જેમાંથી અનેક વૃક્ષવેલીઓનો બોધ થઈ શકશે.’’ આચાર્ય શર્માને સ્‍મરણ થયું, ‘शस्य श्यामलां मातरम् ।’ તેમણે કહ્યું ‘‘શસ્‍ય.’’ ‘‘શસ્‍ય કઈ ધાતુથી બન્‍યો છે ? શસ્ ધાતુથી. શસ્‌નો અર્થ શું ?, તો હત્‍યા કરવી, એટલે જ ‘શસ્‍ય’નો અર્થ શું થયો ? જેમની હત્‍યા કરવી શક્ય છે.’’ જગદીશચંદ્ર બોસે આચાર્ય શર્માજીને હસતા-હસતા કહ્યું, ‘‘જો વન્‍સપતિઓમાં પ્રાણ ન હોત, તો તેમને હત્‍યા માટે યોગ્‍ય એવું કહેવામાં આવ્‍યું જ ન હોત. સંસ્‍કૃતના ‘શસ્‍ય’ શબ્‍દએ જ મને આ સંશોધન માટે પ્રેરણા આપી.’’ આ સમયે બોસે એવા અનેક સંસ્‍કૃત શબ્‍દો વિશે આચાર્ય શર્માને કહ્યું કે, જે તેમને સંશોધન કરતી વેળાએ ઉપયોગી થઈ પડ્યા.

 

૩. સંસ્‍કૃત એક અદ્‌ભુત ભાષા હોવાનું
પ્રાચ્‍યવિદ્યા પંડિત સર વિલ્‍યમ જોન્‍સે કહેવું

ભારતીય વૈજ્ઞાનિકો સમેત પશ્‍ચિમી વિદ્વાનોએ પણ સંસ્‍કૃતની સમૃદ્ધિ સ્‍વીકારી છે. પ્રાચ્‍યવિદ્યા પંડિત સર વિલ્‍યમ જોન્‍સે ૨.૨.૧૭૮૬ના દિવસે તેઓ સંસ્‍થાપક રહેલા ‘એશિયાટિક સોસાયટી’ના માધ્‍યમ દ્વારા સમગ્ર વિશ્‍વ સામે આ ઘોષણા કરી હતી, ‘‘સંસ્‍કૃત  એક અદ્‌ભુત ભાષા છે. તે ગ્રીક કરતાં પણ અધિક પરિપૂર્ણ છે અને તે લૅટિન કરતાં પણ અધિક સમૃદ્ધ છે તેમજ આ બન્‍ને ભાષાઓ કરતાં પણ તે અધિક શુદ્ધ છે.’’

 

૪. આધુનિક વિજ્ઞાન
માટે સંસ્‍કૃત બની શકે છે એક વરદાન !

આજના કાળમાં સંસ્‍કૃત ભાષા સંપૂર્ણ વિશ્‍વના સંશોધકો માટે સંશોધનનો એક વિષય બની છે. યુરોપના સર્વશ્રેષ્‍ઠ માસિક ‘ફોર્બ્‍જ’ દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર ‘સંસ્‍કૃત ભાષા કોમ્‍પ્‍યુટર માટે (સંગણક માટે) સર્વોત્તમ ભાષા છે અને તે સર્વ યુરોપિયન ભાષાઓની જનની છે.’ આધુનિક વિજ્ઞાન સૃષ્‍ટિના રહસ્‍યો શોધવામાં અપૂર્ણ પડી રહ્યું છે અને અલૌકિક શક્તિસંપન્‍ન મંત્રવિજ્ઞાનના મહિમા વિશે વિજ્ઞાન આજે પણ અનભિજ્ઞ છે. તેથી ‘‘ઉડતી રકાબીઓ ક્યાંથી આવે છે ? અને ક્યાં અદૃશ્‍ય થાય છે ?’, એવા પ્રકારની અનેક બાબતો વિજ્ઞાન માટે આજે પણ રહસ્‍યમય છે. પ્રાચીન સંસ્‍કૃત ગ્રંથો દ્વારા એવા અનેક રહસ્‍યોની શોધખોળ કરી શકાય છે. વિમાન વિજ્ઞાન, નૌકા વિજ્ઞાન સાથેના સંબંધિત કેટલાય મહત્વના સિદ્ધાંતો આપણા ગ્રંથોમાંથી મળ્યા છે.

આવા પ્રકારના અન્‍ય પણ અગણિત સૂત્રો આપણા ગ્રંથોમાં સમાયેલાં છે, જેના કારણે વિજ્ઞાનને સંશોધનના ક્ષેત્રમાં માર્ગદર્શન મળી શકે છે. આજે જો વિજ્ઞાન સંસ્‍કૃત સાથે સમન્‍વય સાધે, તો સંશોધનના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ થઈ શકે છે. હિંદુ ધર્મના પ્રાચીન મહાન ગ્રંથો ઉપરાંત બૌદ્ધ, જૈન ઇત્‍યાદિ ધર્મોના અનેક મૂળ ધાર્મિક ગ્રંથો પણ સંસ્‍કૃત ભાષામાંજ છે.

૫. સંસ્‍કારી જીવનનો પાયો એટલે સંસ્‍કૃત !

વર્તમાન કાળમાં ભૌતિક સુખ-સગવડો પુષ્‍કળ છે, છતાં પણ માનવ-સમાજ એ તાણ, ચિંતા, તેમજ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્‍ત છે; કારણકે કેવળ ભૌતિક પ્રગતિથી માનવીનો સર્વાંગીણ વિકાસ થઈ શકે નહીં, પણ તે માટે આધ્‍યાત્‍મિક પ્રગતિ પણ અત્‍યંત આવશ્‍યક છે. જે વેળાએ સમાજમાં સંસ્‍કૃતનું વર્ચસ્‍વ હતું, તે વેળાએ માનવી જીવન પુષ્‍કળ સંસ્‍કારિત હતું. જો સમાજને ફરીથી સંસ્‍કારિત કરવો હોય, તો આપણે ફરીથી સનાતન ધર્મના પ્રાચીન સંસ્‍કૃત ગ્રંથોનો આધાર લેવો પડશે. આપણા પ્રાચીન સંસ્‍કૃત ગ્રંથોમાં સ્‍થાયી મૂલ્‍યો અને વ્‍યવહારિક જીવન મૂલ્‍યવાન સૂત્રોના ભંડાર છે. તેથી લાભ થઈને વર્તમાન સમાજની સાચી અને વાસ્‍તવિક પ્રગતિ થવી શક્ય છે.

(સંદર્ભ : માસિક ‘ઋષિ પ્રસાદ’, જુલાઈ ૨૦૧૪)

Leave a Comment