નામજપ અને અન્ય યોગમાર્ગોની તુલના (ભાગ ૧)
‘નામસ્મરણ ભગવાનની સાચી વિભૂતિ છે. તેને કારણે ‘यज्ञानां जपयज्ञोऽस्मि ।’ એવું ભગવાને કહ્યું છે; તેથી નામજપ એ જ સૌથી સૂક્ષ્મ અને વ્યાપક છે અને તેને કાંઈ જ બંધન ન હોવાથી તે સૌથી સૂક્ષ્મ અને વ્યાપક છે. આકાશનો ગુણ શબ્દ. આકાશ જેટલું મન સૂક્ષ્મ અને વ્યાપક થયા વિના નામ ગ્રહણ કરી શકે નહીં.