નામજપ કયો કરવો ?
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
કોઈ વ્યક્તિ જ્યારે ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરે છે, તે સમયે જે પિતરમાં આગળના લોકમાં જવાની તીવ્ર ઇચ્છા હોય છે, તે પિતરને આ નામજપથી સૌથી વધારે લાભ થાય છે.
નામજપ કરતી વેળા નામસ્મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્ટ થઈ જાય, ત્યાર પછી અદ્વૈતની સ્થિતિ પ્રાપ્ત થાય છે.
આગગાડીમાં બેસનારા સર્વ માણસો, પછી તે પ્રથમવર્ગના, બીજાવર્ગના કે આરક્ષણવિનાના (ટિકિટ વિનાના) હોય, જો તેઓ ગાડી છોડે નહીં, તો બધા લોકો ઇચ્છિત સ્ટેશન સુધી પહોંચી જાય છે. તેવી જ રીતે નામધારકો સદાચારી (ટિકિટ લીધેલા) અથવા પાપી, દુષ્ટ અને દુરાચારી (ટિકિટ વિહોણા) ભલે હોય અને જો તેઓ નામને ન છોડે, તો મોક્ષ મેળવે છે. પણ કોઈએ નામગાડીનો ત્યાગ કરવો નહીં.’
નામજપને કારણે મન અનેક વિચારોમાંથી એક નામજપ પર એકાગ્ર (કેંદ્રિત) થવું, એટલે ‘નામધ્યાન’ લાગવું એમ છે. કળિયુગમાં સમાજની સાત્ત્વિકતા અત્યંત ઓછી હોવાથી કેવળ નામજપને કારણે સર્વસામાન્ય જીવોનું ધ્યાન લાગવું સંભવ નથી.
‘નામસ્મરણ ભગવાનની સાચી વિભૂતિ છે. તેને કારણે ‘यज्ञानां जपयज्ञोऽस्मि ।’ એવું ભગવાને કહ્યું છે; તેથી નામજપ એ જ સૌથી સૂક્ષ્મ અને વ્યાપક છે અને તેને કાંઈ જ બંધન ન હોવાથી તે સૌથી સૂક્ષ્મ અને વ્યાપક છે. આકાશનો ગુણ શબ્દ. આકાશ જેટલું મન સૂક્ષ્મ અને વ્યાપક થયા વિના નામ ગ્રહણ કરી શકે નહીં.
ધ્યાનયોગમાં ‘હું ધ્યાન કરવા બેસું છું’, ‘હું ધ્યાન ધરી રહ્યો છું’, ‘હું સમાધિમાંથી જાગૃત અવસ્થામાં આવ્યો’, આ રીતે સૂક્ષ્મ વિચારોને કારણે અહં રહે છે, જ્યારે નામજપમાં ‘સદ્ગુરુ આપણી પાસેથી નામજપ કરાવી રહ્યા છે’, આ ભાવને કારણે સાધનાનો અહં નિર્માણ થતો નથી, ઊલટું અહં નષ્ટ થવામાં સહાયતા થાય છે.
ભગવાનના નામજપ સાથે તેમના ગુણ પણ કાર્યરત હોવાથી અખંડ નામજપ કરવાથી શક્તિ, ભાવ, ચૈતન્ય, આનંદ અને શાંતિની અનુભૂતિ સાધકોને થઈ શકે છે.
કુળદેવતા પૃથ્વીતત્ત્વની દેવતા હોવાથી તેની ઉપાસના કરવાથી પૃથ્વીતત્ત્વના લક્ષણ ગંધની અનુભૂતિ થોડા મહિના અથવા વર્ષોની ઉપાસનાથી થાય છે. તેને કારણે સાધના પરની શ્રદ્ધા વહેલી દૃઢ થાય છે.