‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવું શા માટે કહેવામાં આવે છે ?

Article also available in :

અનુક્રમણિકા

સાધક અથવા ભક્ત કૃતજ્ઞતા વ્‍યક્ત કરતી વેળા છેવટે ‘હે ઈશ્‍વર, આપનાં ચરણોમાં કોટિ કોટિ કૃતજ્ઞતા !, એમ કહે છે. ‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એનો અર્થ શું છે ? ‘કોટિ-કોટિ કૃતજ્ઞતા ’ એવો શબ્‍દપ્રયોગ આપણે શા માટે કરીએ છીએ ?, એનો વિચાર કર્યો છે ખરો ? સવારે ઊઠ્યા ત્‍યારથી માંડીને તે રાત્રે સૂઈ જઈએ ત્‍યાં સુધી ઈશ્‍વર આપણા માટે કરી રહેલી પ્રત્‍યેક નાની બાબતો વિશે ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે અપૂર્ણ જ છે. આપણું દૈનંદિન જીવન વિતાવતી વેળાએ,  તેમજ આયુષ્‍યમાના અનેક પ્રસંગો, ઘટનાઓ; એટલું જ નહીં તો પ્રત્‍યેક બાબત વિશે કોટિ-કોટિ એટલે અનંત કોટિ વેળાએ કૃતજ્ઞતા વ્‍યક્ત કરી હોય, તો પણ તે પ્રમાણમાં અલ્‍પ જ રહેવાની; તેથી જ તો ‘કોટિ-કોટિ કૃતજ્ઞતા’ એવા શબ્‍દનો ઉપયોગ કરવામાં આવે છે !

સદગુરુ રાજેંદ્ર શિંદે

 

૧. શરીરના સુનિયંત્રિત રીતે ચાલનારા સર્વ કાર્યો માટે કૃતજ્ઞતા લાગવી જોઈએ !

આપણા શરીરનું કાર્ય કેવી રીતે ચાલે છે ? મારો શ્‍વાસ અને હૃદય કેવી રીતે ચાલે છે ? મારું તેમના પર નિયંત્રણ છે કે કેમ ? મને ભૂખ કેવી રીતે લાગે છે ? મેં કોઈપણ પ્રકારનું અન્‍ન ગ્રહણ કર્યું હોય, તો પણ તેમાંથી લોહી, મજ્‍જા, રસ, માંસ, અસ્‍થિ, ચરબી ઇત્યાદિ કેવી રીતે તૈયાર થાય છે ? તેમના પર મારું કોઈ નિયંત્રણ છે ખરું ? શરીરમાંની અન્‍ય સર્વ ક્રિયાઓ કેવી રીતે થાય છે ? તેમના પર મારું કોઈ જ નિયંત્રણ ન હોવા છતાં પણ આ ક્રિયાઓ વ્‍યવસ્‍થિત અને અખંડિત થઈ રહી છે. તેમના પર ઈશ્‍વરનું સંપૂર્ણ નિયંત્રણ છે. આ માટે ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે પ્રમાણમાં અલ્‍પજ રહેવાની !

 

૨. સૃષ્‍ટિ અને નિસર્ગએ આપેલી સર્વ બાબતો માટે કૃતજ્ઞતા લાગવી જોઈએ !

સૃષ્‍ટિની નિર્મિતિ કેવી છે ? અલગ અલગ વૃક્ષો, વિવિધ રંગનાં સુવાસિત ફૂલો, અનેક પ્રકારના સ્‍વાદ ધરાવતાં ફળો, વિવિધ પ્રકારના અનાજ આદિ સર્વ ઈશ્‍વરે આપણા માટે નિર્માણ કર્યા છે. વ્‍યવહારમાં ૧ લિટર શુદ્ધ પાણી વેચાતુ લેવા માટે ૧૫ થી ૨૦ રૂપિયા આપવા પડે છે. ઈશ્‍વરે જો હવા, પાણી અને પ્રકાશ આદિ આપ્‍યા ન હોત તો આપણે જીવી શક્યા હોત ખરાં ? આ સર્વ વિનામૂલ્‍ય મળી રહ્યું છે ત્‍યારે આપણે તે માટે કેટલી વાર કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ છીએ ? આ સર્વ બાબતો માટે આપણે પ્રત્‍યેક ક્ષણે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી જોઈએ !

 

૩. સમગ્ર વિશ્‍વના દેશોની સરખામણીમાં ભારતિયોની સ્થિતિ સમાધાની હોવા  માટે કૃતજ્ઞતા વ્‍યક્ત થવી જોઈએ !

આજે સમગ્ર વિશ્‍વના અનેક દેશોમાં અરાજકતાભરી સ્‍થિતિ છે. અમેરિકા જેવા શ્રીમંત દેશમાં નૈતિકતાનું એટલું તો નિમ્‍ન કક્ષાએ પતન થયું છે કે, ત્‍યાંના નાગરિકોને મન:શાંતિ મળતી નથી. ઈસ્‍લામી દેશોમાં ક્રૂરતા તેની ચરમસીમાએ પહોંચી ગઈ છે જ્‍યારે આફ્રિકાના દેશોમાં તો પરાકાષ્ઠાની ગરીબાઈ છે. એની સરખામણીમાં જે કંઈ થોડું ઘણું સમાધાની જીવન ભારતમાં છે, તે કેવળ ઈશ્‍વર, સંતગણ અને ગુરુની કૃપા થકી જ છે.

 

૪. ઋષિ-મુનિઓ દ્રષ્ટા સંત અને ગુરુ સૂક્ષ્મ માધ્યમ દ્વારા લડત આપીને ભારતનું રક્ષણ કરતા હોવાથી તેમના વિશે કૃતજ્ઞતા વ્‍યક્ત કરવી જોઈએ !

૪ અ. બીજા વિશ્‍વયુદ્ધના સમયે ભારતવિરોધી શક્તિઓ સામે દેશનું સંરક્ષણ કરવા માટે મહર્ષિ અરવિંદે સ્‍વયં સૂક્ષ્મમાંથી યુદ્ધ કર્યુ હતું.

૪ આ. દ્રષ્ટા સંતો દ્વારા લિખિત લેખ અને ગ્રંથોમાંથી એવું ધ્‍યાનમાં આવે છે કે, ભારત પર આવેલી અનેક નૈસર્ગિક આપત્તિઓ, તેમજ યુદ્ધ જેવી નિર્માણ થયેલી પરિસ્‍થિતિ હિમાલયમાં તપશ્‍ચર્યા કરી રહેલા તપસ્‍વીઓના તપોબળથી અટકાવી દેવામાં આવી છે.

૪ ઇ. આજે ભારતમાં ગુનેગારી, ભ્રષ્‍ટાચાર, મહિલાઓ પર થતા અત્‍યાચાર, ભારત વિરોધી પ્રવૃત્તિઓ ઇત્યાદિનું પ્રમાણ ઘણું વધી જવાથી, તેમજ પ્રજા સાધના કરતી ન હોવાથી રજ- તમનું પ્રચંડ વર્ચસ્‍વ છે. એવી સ્‍થિતિમાં પણ ભારતની જનતા જે થોડા ઘણા પ્રમાણમાં સારી સ્‍થિતિમાં જીવન જીવી રહી છે, તેનું કારણ એટલે અત્‍યારે પણ અનેક જ્ઞાત-અજ્ઞાત સંતગણ સમષ્‍ટિ માટે સાધના કરી રહ્યા છે. હિમાલયમાંના ઋષિ-મુનિઓ પણ સાધના કરી રહ્યા હોવાથી ભારતનું રજ-તમના પ્રકોપ સામે રક્ષણ થઈ રહ્યું છે; પરંતુ દુર્દૈંવથી વર્તમાન જનતાને આનું ભાન જ નથી. આ સર્વ બાબતો વિશે સર્વસામાન્‍ય જનતા અજાણ હોય છે.

૪ ઈ. અનિષ્‍ટ શક્તિઓ માનવી પર અખંડ આક્રમણો કરતી હોય છે; પરંતુ માનવીને સૂક્ષ્મ  માધ્‍યમનું જ્ઞાન ન હોવાથી એ વિશે સમજાતું નથી. તેથી આ વિશે તે સંપૂર્ણ રીતે અજાણ હોય છે; પરંતુ હિમાલય સ્‍થિત સંતગણ અને ભારતમાં રહેનારા સાચા સંત અને ગુરુદેવ આ અનિષ્‍ટ શક્તિઓ સામે અખંડ રીતે લડત આપી રહ્યા હોવાથી માનવીનું પ્રત્‍યેક ક્ષણે ક્ષણે રક્ષણ થતું હોય છે. આ બાબતે પ્રત્‍યેક ક્ષણે કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે પ્રમાણમાં અલ્‍પજ રહેશે; કારણકે અનિષ્‍ટ શક્તિઓ સામે લડવાનું થોડું પણ સામર્થ્‍ય માનવીમાં નથી. આ માટે સમાજે ઋષિ-મુનિઓ અને સંતો પ્રત્‍યે હંમેશાં કૃતજ્ઞ રહેવું જોઈએ.

 

૫. યજ્ઞ-યાગ ઇત્યાદિ સાધના દ્વારા અનિષ્‍ટ શક્તિઓ સામે સમાજનું રક્ષણ કરનારા એવા દ્રષ્‍ટા સંતો પ્રત્‍યે કૃતજ્ઞતા !

૫ અ. પ્રાચીન કાળથી ઋષિ-મુનિઓ યજ્ઞ-યાગ ઇત્યાદિ જેવી સાધના કરતા હતા. તેનો લાભ સંપૂર્ણ સૃષ્‍ટિને થતો હતો. તેથી તત્‍કાલીન પ્રજા અને રાજાને તેમના પ્રત્‍યે કૃતજ્ઞતા લાગતી હતી.

૫ આ. સનાતનના રામનાથી આશ્રમમાં વિવિધ પ્રકારના યાગ કરવામાં આવી રહ્યા છે. તેમનો લાભ સાધકોની સાથે સંપૂર્ણ સમાજને પણ થઈ રહ્યો છે. એમાં અનિષ્‍ટ શક્તિઓનાં આક્રમણો ન્‍યૂન થવા, પૂર્વજોના ત્રાસ અલ્‍પ થવા ઇત્‍યાદિ લાભ સમાજને થઈને સહુને સુખી, સંતોષી જીવન પ્રાપ્‍ત થવાનું છે.

૫ ઇ. ઈશ્‍વર, સંતગણ અથવા ગુરુદેવ સામાન્‍ય લોકો માટે શું શું કરે છે, એ સ્‍થૂળ માધ્‍યમ દ્વારા સમજવું પણ કઠિન છે, ત્‍યારે તેમનું સૂક્ષ્મ માધ્‍યમનું કાર્ય આપણને કેવી રીતે સમજાશે ? ‘ઈશ્‍વર મારા માટે કેટલું કરી રહ્યા છે’, એવો વિચાર સતત કરતા રહીને કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ !

 

૬. સામાન્‍ય માણસને સાધનાનો માર્ગ ચીંધીને તેનામાં દેવત્વ પ્રગટ કરનારાં ગુરુ વિશે કૃતજ્ઞતા !

માનવીમાં દેવત્વ પ્રગટ કરવાનો માર્ગ સંતો અને ગુરુ ચીંધે છે. ‘નરનો નારાયણ’ એટલે પ્રત્‍યક્ષમાં ઈશ્‍વર બનાવવાનું સામર્થ્‍ય તેમનામાં હોય છે. સાધના કરવાથી સામાન્‍ય માણસમાં ઈશ્‍વરી તત્ત્વ આવે છે. એવો માર્ગ ચીંધનારા ગુરુદેવ પ્રત્‍યે સામાન્‍ય માનવી ગમે તેટલી કૃતજ્ઞતા વ્‍યક્ત કરે, તો પણ તે અલ્‍પ જ નથી શું ?

 

૭. સાધનાનો માર્ગ ચીંધનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

વિશ્‍વમાં કેવળ ૫ ટકા જેટલી પ્રજા સાધના કરે, તોપણ સાત્ત્વિક સમાજનું નિર્માણ થઈ શકે છે. આ જ્ઞાન ગુરુ વિના બીજું કોણ આપી શકે ? સાધનાનો આ માર્ગ દેખાડનારા ગુરુ પ્રત્‍યે કૃતજ્ઞતા !

 

૮. ઈશ્‍વરે અત્‍યંત પ્રીતિમય અંતઃકરણથી માનવીને સર્વ આપીને મોકલ્‍યો છે !

ઈશ્‍વરે માનવીને આનંદભર્યું જીવન જીવવા માટે સર્વ આપીને મોકલ્‍યો છે. તેને આનંદી અને સંતોષી જીવન જીવી શકાય, તે માટે શાસ્‍ત્રશુદ્ધ માહિતી પ્રદાન કરનારું ‘ઘર્માચરણ’ કેવી રીતે કરવું, એ તેણે ધર્મગ્રંથોના માધ્‍યમ દ્વારા કહ્યું છે. તે અનુસાર આચરણ કરીને તે આનંદી થઈ શકે છે. ઈશ્‍વરે માનવીના કલ્‍યાણ માટે આવશ્‍યક તે સર્વ જ્ઞાન આ ધર્મગ્રંથોના માધ્‍યમ દ્વારા આપી રાખ્‍યું છે. માનવીને તે માટે કશું જ કરવાનું નથી. હાલના માનવીની સ્‍વયંના કલ્‍યાણ માટે કાંઈ કરવાની ક્ષમતા પણ નથી. સંતો, ઋષિ-મુનિઓ અને દેવતાઓએ આ સઘળું અત્‍યંત પ્રીતિભર્યા અંતઃકરણથી માનવીને આપ્‍યું છે. તે માટે તેમનાં ચરણોમાં કેટલીય કૃતજ્ઞતા વ્‍યક્ત કરીએ, તો પણ તે સમાપ્‍ત થશે નહીં !

 

૯. અપાર ક્ષમતા થકી બ્રહ્માંડનો વ્‍યાપ સુંદર આયોજનથી સંભાળનારા પરમેશ્‍વરનાં ચરણોમાં કોટિ-કોટિ કૃતજ્ઞતા !

સામાન્‍ય માણસને કુટુંબ સંભાળતાં પણ થાક લાગી જાય છે. ત્‍યારે પરમેશ્‍વર તો બ્રહ્માંડનો વ્‍યાપ સુનિયોજનથી સંભાળી રહ્યા છે. તેમની ક્ષમતા કેટલી અફાટ હશે, એની આપણે કલ્‍પના પણ કરી શકતા નથી ! એવા આ મહાન પરમેશ્‍વરનાં ચરણોમાં કોટિ-કોટિ કૃતજ્ઞતા !

– (સદ્‌ગુરુ) રાજેંદ્ર શિંદે, સનાતન આશ્રમ, દેવદ, પનવેલ.

અનિષ્‍ટ શક્તિ : વાતાવરણમાં સારી અને અનિષ્‍ટ શક્તિઓ કાર્યરત હોય છે. સારી શક્તિઓ સારા કાર્ય માટે મનુષ્‍યને સહાયતા કરે છે, જ્‍યારે અનિષ્‍ટ શક્તિઓ તેને ત્રાસ આપે છે. પહેલાંના કાળમાં ઋષિમુનિઓના યજ્ઞોમાં રાક્ષસોએ વિઘ્‍નો નાખ્‍યા હોવાની અનેક કથાઓ વેદ-પુરાણોમાં છે. ‘અથર્વવેદમાં ઘણે ઠેકાણે અનિષ્‍ટ શક્તિ, ઉદા. અસુર, રાક્ષસ, પિશાચ તેમજ કરણી, ભાનામતીનો પ્રતિબંધ કરવા માટે મંત્રો આપ્‍યા છે. અનિષ્‍ટ શક્તિઓના ત્રાસના નિવારણાર્થે વિવિધ આધ્‍યાત્‍મિક ઉપાય વેદાદિ ધર્મગ્રંથોમાં કહ્યા છે.

સૂક્ષ્મ : વ્‍યક્તિના સ્‍થૂળ એટલે પ્રત્‍યક્ષ દ્રશ્‍યમાન થનારા અવયવો નાક, કાન, આંખો, જીભ અને ત્‍વચા આ પંચજ્ઞાનેંદ્રિયો છે. આ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિના પેલેપારનું એટલે ‘સૂક્ષ્મ’. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્‍યક્તિઓને આ ‘સૂક્ષ્મ’ સંવેદનાઓ જણાય છે. આ સૂક્ષ્મના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્‍લેખ છે.

અહીં પ્રસિદ્ધ કરવામાં આવેલી અનુભૂતિ ‘ભાવ ત્‍યાં દેવ’ આ ઉક્તિ અનુસાર સાધકોની અને સંતોની વ્‍યક્તિગત અનુભૂતિઓ છે. તે બધાને જ થશે, એમ નથી. – સંપાદક

Leave a Comment