નામજપના કેટલાક વિશિષ્‍ટતાપૂર્ણ લાભ

Article also available in :

અનુક્રમણિકા

કેવળ ઈશ્‍વરના નામને કારણે માનવી ઈશ્‍વર સાથે એકરૂપ થઈ શકે છે. નામ થકી સિદ્ધિ પ્રાપ્‍તિ, આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ, અહમ્ નષ્‍ટ થવો, ઇત્‍યાદિ જેવા અનેકવિધ લાભ થાય છે. નામના આ વિશિષ્‍ટતાપૂર્ણ લાભોનું સદર લેખમાં વિસ્‍તારથી વિવેચન કર્યું છે.

 

૧. હલાહલ પ્રાશન કરવાથી શિવજીના શરીરમાં થનારી અગન રામનામને કારણે થોભી જવી, તેવી જ રીતે નામસ્‍મરણ કરનારાને થનારી માયાની અગન નામને કારણે થોભી જવી

‘દેવ અને દાનવોએ સમુદ્રમંથન કરતી વેળાએ ‘હલાહલ’ નામનું વિષ (ઝેર) ઉત્‍પન્‍ન થયું. તેને કારણે વિશ્‍વના બધા જ પ્રાણીઓ મરી જવાનો ભય ઉત્‍પન્‍ન થયો. ત્‍યારે શિવે તે ઝેર પ્રાશન કર્યું. તેથી તેમનો કંઠ નીલા રંગનો થયો. (તેથી તેમને ‘નીલકંઠ’ આ નામ પ્રાપ્‍ત થયું.) કપાળ પર ચંદ્ર અને માથા પર ગંગા હોવા છતાં પણ તેમના શરીરની બળતરા થોભતી નહોતી. ત્‍યારે તેમને ‘રામ’નામનું સ્‍મરણ થયું. તેમણે રામનામનો જપ કરવાનો આરંભ કર્યો. ત્‍યારે તેમના શરીરની બળતરા થોભી ગઈ. ‘શંભુ રામનામ જપે છે, તેવો તેમના શરીરનો દાહ ઓછો થાય છે’ હાલાહલ પ્રાશન કરવાથી થનારી શિવના શરીરની બળતરા જેવી રીતે રામનામથી થોભી ગઈ, તેવી રીતે રામનામ લઈને (નામજપ કરીને) સર્વ પાપોનો (માયાનો) દાહ નષ્‍ટ થાય છે.’

 

૨. નામને કારણે સિદ્ધિ પ્રાપ્‍ત થવી

એકાદ વિશિષ્‍ટ જપ કરવાથી તે વિશિષ્‍ટ તત્ત્વ પર નિયંત્રણ મેળવી શકાય અને તે પ્રમાણે કેટલીક સિદ્ધિઓ પ્રાપ્‍ત થાય છે, ઉદા. સૂર્યદેવના જપ થકી તેજતત્ત્વ પર અંકુશ મેળવી શકાય તો ઉષ્‍ણતાનો ત્રાસ થતો નથી.

 

૩. નામસ્‍મરણને કારણે આધ્‍યાત્‍મિક ઉન્‍નતિ ઝડપથી થવી

‘નામનું સાધન એ વેગવાન ગાડીની જેમ છે. વચ્‍ચેના સ્‍ટેશનો, ઉદા. રંગ દેખાવો, પ્રકાશ દેખાવો, નાદ સંભળાવો, ઇત્‍યાદિ છોડી દઈને નામ સીધું જ ભગવાન પાસે પહોંચાડે છે.’

 

૪. અહમ્ શેષ ન રહેવો

અ. ‘અંગાર પાસે ઘી મૂક્યું હોય તો તે પીગળે છે, તેવું નામની સગડી પાસે અભિમાન ઓગળી જાય છે.’

આ. ‘એકાદના ઘેર દત્તક તરીકે ગયા પછી તેની સંપત્તિ મળવા માટે પોતાનું અગાઉનું નામ ભૂલી જઈને નવું નામ લગાડવું પડે છે. તેવી જ રીતે ભગવાનની કૃપા મેળવવા માટે અહમ્ છોડી દઈને અને પોતાનું નામ વિસરી જઈને તેમનું નામ લગાડવું (નામસ્‍મરણ કરવું) આવશ્‍યક હોય છે, એટલે કે સાધકે નામજપમાં લીન થઈ જઈને સ્‍વયંને ભૂલી જવું જોઈએ અને નામ સાથે એકરૂપ થવું જોઈએ.’ – પ.પૂ. ભક્તરાજ મહારાજ

જરા જેટલો અહમ પણ દૂર કરવા માટે ગુરુદેવજીએ ૧ લાખ નામ કરવા માટે કહેવું

‘એકવાર કાર્યક્રમ પૂર્ણ થયા પછી શ્રીકાકા પોતાની ઓરડીમાં એકલા જ બેસીને કાર્યનું સિંહાવલોકન કરી રહ્યા હતા ત્‍યારે સ્‍વયં વિશે તેમના મનમાં અલ્‍પ અહંકાર નિર્માણ થયો. શ્રી મહારાજને શ્રીકાકાનો આ નાનો અહંકાર પણ સહન થયો નહીં. તેમણે બે-ચાર દિવસોમાં જ શ્રીકાકાને શ્રીક્ષેત્ર ગોંદવલે ખાતે મોકલી આપીને એક લાખ જપ કરવા માટે કહ્યું.’

 

૫. નામને કારણે સદ્‌ગુરુની પ્રાપ્‍તિ થવી

‘નામ સદ્‌ગુરુ પાસેથી મેળવવું સારું; પણ જો સદ્‌ગુરુ ન મળે, તો પણ નામસ્‍મરણ કરતા રહેવું; કારણકે એ જ નામસ્‍મરણ સદ્‌ગુરુ સાથે મેળાપ કરાવી આપે છે.

અ. મધની ભાળ મળતા જ જેવી રીતે માખીઓ ત્‍યાં દોડી જાય છે

અથવા ખાંડના કણ જોતાવેંત કીડીઓ ત્‍યાં દોડી આવે છે.

– ગજાનન વિજય, અધ્‍યાય ૫, કડવું ૧૫૦

આ. મધ હોય ત્‍યાં માખીઓ એકઠી થાય, તેમને આમંત્રણ આપવાની આવશ્‍યકતા પડે નહીં

– ગજાનન વિજય, અધ્‍યાય ૩, કડવું ૫

મધ હોય તો મધમાખીઓને અને ખાંડ હોય તો કીડીઓને ત્‍યાં કોઈ બોલાવે છે ખરું ? તેવી જ રીતે ભગવાનનું નામસ્‍મરણ કરનારા પાસે સંતગણ આવે છે, તેને માર્ગદર્શન કરે છે અને તેની પર કૃપાનો વર્ષાવ કરે છે.’

 

૬. નામને કારણે ભગવાન સાથે એકરૂપ થઈ શકવું / અદ્વૈત સાધ્‍ય કરી શકવું

અ. ‘શરીરના પાંજરામાં રહેલા આત્‍માને નામસ્‍મરણ થકી મુક્ત કરી શકવું.

આ. ઘાસ અને અગ્‍નિ એકત્રિત થાય, તો ઘાસ બળી જાય અને બળીને અગ્‍નિસ્‍વરૂપ થાય છે. ભગવાનનું નામસ્‍મરણ કરીએ, તો તે નામ સર્વ પાપો બાળી નાખે છે અને ભક્ત ભગવાન સાથે એકરૂપ થાય છે.

ઇ. એક વાસણમાં પાણી રેડવાથી, પાણીનો આકાર પેલા વાસણના જ આકાર જેવો થાય છે. તેવી જ રીતે મન જે વસ્‍તુનુ ચિંતન કરે છે, તે જ વસ્‍તુ તે (મન) બનતું હોય છે; તેથી મનમાં ઈશ્‍વરનું નામસ્‍મરણ સતત ચાલુ રાખવાથી મન નામસ્‍વરૂપ એટલે જ કે ઈશ્‍વરસ્‍વરૂપ બને છે.

ઈ. સીતાએ ત્રિજટાને કહ્યું , ‘હું સતત રામનું ચિંતન કરું છું; તેથી (કીટક-ભ્રમર ન્‍યાય પ્રમાણે) જો હું રામ થઈ જાઉં તો મારા દાંપત્‍ય સુખનું શું થશે ?” ત્‍યારે ત્રિજટાએ કહ્યું, ‘તું જેટલું રામનું ધ્‍યાન કરી રહી છે, તેટલું જ રામ પણ તારું ધ્‍યાન કરી રહ્યા છે; તેથી રામ સીતા થશે અને તારું દાંપત્‍ય સુખ કાયમ રહેશે.”

ઉ. નામજપ કરતી વેળા નામસ્‍મરણ કરનારો નામ સાથે એકરૂપ થાય, નામ-નામી એક થાય અથવા નામસ્‍મરણ કરનારો, જેનું નામ લે છે તે ભગવાન અને નામ લેવાની ક્રિયા, આ ત્રણેય બાબતો એક થઈ જાય, એટલે કે ત્રિપુટી નષ્‍ટ થઈ જાય, ત્‍યાર પછી અદ્વૈતની સ્‍થિતિ પ્રાપ્‍ત થાય છે.

 

૭. નામને કારણે મૃત્‍યુ પછી પણ લાભ થવો

‘જડમાની સૌથી સૂક્ષ્મ વસ્તુ એટલે નામ છે. તે મૃત્‍યુ સમયે લિંગદેહ સાથે જાય છે. નામસ્‍મરણ કરનારાને મરણ નથી, તો તેનો નામ સાથે મિલાપ છે. નામસ્‍મરણ કરતાં કરતાં સાધકનું નામ સાથે મિલન થાય છે, એટલે કે તે નામ સાથે એકરૂપ થઈ જાય છે.’ – પ.પૂ. ભક્તરાજ મહારાજ

 

૮. સમષ્‍ટિના દૃષ્‍ટિકોણમાંથી લાભ

વ્‍યષ્‍ટિ (વ્‍યક્તિગત) સ્‍તર પર નામજપ ઉપયોગી છે જ, પણ તે સાથે સમષ્‍ટિ (સમાજ) સ્‍તર પર પણ તે કેવી રીતે ઉપયોગી બને છે, એ નીચે જણાવેલાં કેટલાંક સૂત્રો પરથી ધ્‍યાનમાં આવશે.

અ. નામજપને કારણે સમષ્‍ટિ કાર્ય (ઉદા. ધર્મજાગૃતિ,  રાષ્‍ટ્રરક્ષણ) કરનારા સાધકોનું અનિષ્‍ટ શક્તિઓ સામે રક્ષણ કરી શકાય છે.

આ. નામજપને કારણે ધર્મકાર્યમાં આવનારી આધ્‍યાત્‍મિક અડચણોનું નિવારણ કરી શકાય છે.

સામૂહિક નામજપના માધ્‍યમ દ્વારા હિંદુ ધર્મનું પુનરુત્‍થાન અને હિંદુઓનું સંગઠન કરી શકવું

આજે હિંદુ ધર્મની અત્‍યંત દુર્દશા થવા પામી છે. હિંદુ ધર્મ, દેવી-દેવતાઓ, સંતગણ, રાષ્‍ટ્રપુરુષો ઇત્‍યાદીઓનું વિડંબન (માનહાનિ) કરનારી વિવિધ ઘટનાઓ સર્વત્ર જોવા મળી રહી છે. આ ધર્મહાનિ થવા પાછળનાં વિવિધ કારણોમાંથી પ્રમુખ કારણ એટલે હિંદુઓમાં ધર્માભિમાન જાગૃત ન હોવું. હિંદુઓમાં ધર્મજાગૃતિ થવાની દૃષ્‍ટિએ સનાતન સંસ્‍થા સાથે જ અન્‍ય કેટલીક હિંદુત્‍વવાદી સંગઠનો અને જાગૃત હિંદુઓએ સામૂહિક નામજપના ઉપક્રમનો, અર્થાત્ નામજપ કરતી મંડળીના સરઘસનો આરંભ કર્યો. આ નામજપ કરતી મંડળીના સરઘસમાં હિંદુઓના દેવતાઓનું સામૂહિક નામસ્‍મરણ કરવામાં આવે છે. નામજપ કરતી મંડળીના સરઘસમાં સહભાગી થનારાઓના હાથમાં ‘ધર્મહાનિ કરનારાઓને રોકો !’, એવો હેતુ દર્શાવનારા ફલકો પણ હોય છે. હિંદુઓના આવા સામૂહિક નામસ્‍મરણના જયઘોષના મોટા પ્રભાવ સ્‍વરૂપે અનેક હિંદુઓના મનમાં હિંદુ ધર્મ અને દેવી-દેવતાઓ પ્રત્‍યે અધિક શ્રદ્ધા નિર્માણ થવા લાગી. ધર્મ અને દેવી-દેવતાઓની થનારી માનહાનિ વિશે હિંદુઓ ધીમે ધીમે જાગૃત થવા લાગ્‍યા. વિવિધ સ્‍થાનો પરની નામજપ કરતી મંડળીઓના સરઘસને મળેલા હિંદુ ધર્માભિમાનીઓના ઉત્તમ પ્રતિસાદ પરથી આ બાબત ધ્‍યાનમાં આવી.

ઘણીવાર સંપ્રદાયના દેવ-દેવીઓ અથવા ઉપાસનાપદ્ધતિ પરથી સંપ્રદાયો અંતર્ગત ભેદભાવ કરવામાં આવે છે. અન્‍ય પંથના અનુયાયીઓ જેવી રીતે સંગઠિત હોય છે, તેવું હિંદુ ધર્મીઓના સંદર્ભમાં જણાઈ આવતું નથી. સામૂહિક નામજપ કરતી મંડળીઓના સરઘસની વિશિષ્‍ટતા એટલે તેમાં સહભાગી થનારા હિંદુઓ પોતાની સંસ્‍થાકીય ઓળખાણ, સાંપ્રદાયિક પરિચય અથવા સમાજમાંનું પોતાનું પદ થોડા સમય માટે તોયે એક બાજુ રાખીને એક શુદ્ધ ધર્મકાર્ય તરીકે આ નામજપના સરઘસને જુએ છે. નામજપના સરઘસના માધ્‍યમ દ્વારા હિંદુઓમાં એકતાની ભાવના ધીમે ધીમે નિર્માણ થવા લાગી. તેથી નામજપ સરઘસ એ ધર્મજાગૃતિ કરવાની સાથે વિખેરાયેલા સાંપ્રદાયિકોના અને અનેક હિંદુઓના મનને જોડનારી કડી પણ પુરવાર થઈ છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘નામજપનું મહત્ત્વ અને લાભ’

Leave a Comment