શ્રીક્ષેત્ર રાક્ષસભુવન ખાતેનું આદ્ય દત્તપીઠ : વરદ દત્તાત્રેય મંદિર !
દત્ત મંદિરના ગર્ભગૃહમાં ગયા પછી સામે દેખાય છે તે, વાલુકાશ્મથી બનાવેલી અને પૂર્વભિમુખ રહેલી સુંદર એકમુખી દત્તમૂર્તિ ! મૂર્તિ પર નાગની ફેણ છે. આ મૂર્તિનું જમણું પગલું આગળ ઉપાડેલું છે. દત્તના ઉપરના બે હાથમાં શંખ અને ચક્ર, વચલા હાથમાં ડમરૂ અને ત્રિશૂળ, તેમજ નીચેના બે હાથમાં દીપમાળા અને કમંડલુ છે.